GSTV

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષના મહત્વના સંકેતો: કોઈ પણ સ્થાયી નથી, હું પણ નહીંઃ પાટીલ

Last Updated on October 13, 2021 by pratik shah

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ખૂબ જ મહત્વનો સંકેત આપ્યો છે. તેમાં ઈશારો કરવામાં આવ્યો છે કે, નો-રીપિટ થિયરીના હિસાબથી પાર્ટી 100 નવા લોકોને વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ આપી શકે છે. તેમાં જીતનારા ધારાસભ્યોનું પત્તું પણ કપાઈ શકે છે.

ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલે હિંમતનગર પેજ સમિતિના કાર્યકરોને સંબોધિત કરતી વખતે જણાવ્યું કે, 2022માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 100 જીતનારા ધારાસભ્યો સાથે નો-રીપિટ થિયરી અપનાવીને તેમનું પત્તું કાપી શકે છે.  પાટીલે જણાવ્યું કે, હાલ 182માંથી 70 બેઠકો ભાજપ પાસે નથી. આ 70 બેઠકોની સાથે સાથે 30 વર્તમાન ધારાસભ્યોની જગ્યાએ નવા ચહેરા ચૂંટણી લડી શકે છે.

કોઈ પણ સ્થાયી નથી, હું પણ નહીંઃ પાટીલ

સીઆર પાટીલે કાર્યકરોને સંબોધિત કરતા કહ્યું કે, હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્ર સિંહ ચાવડા પણ અહીં સ્થાયી નથી. એક સાંસદ તરીકે હું પણ પરમેનન્ટ નથી. આ વાતને લઈ કોઈએ ખોટું લગાડવાની જરૂર નથી. આ સાથે જ પાટીલે કાર્યકરોનો ઉત્સાહ વધારતા કહ્યું હતું કે, કોઈ પણ કાર્યકર ટિકિટની માગણી કરી શકે છે, તેમણે એવું કરવું જ જોઈએ. પાર્ટીએ સંગઠનમાં તદ્દન નવા ચહેરાને સ્થાન આપ્યું છે. તેવામાં નવા ચહેરાઓને પણ ચૂંટણીમાં તક મળી શકે છે.

વાઘાણી

પાટીલે જણાવ્યું કે, ટિકિટ આપતા પહેલા પાર્ટી 5થી 6 અલગ અલગ સર્વે કરાવે છે અને ટિકિટ ઉપરના લેવલે નક્કી થાય છે. ધારાસભ્યએ કેટલું કામ કર્યું છે અને કેટલું કામ યોગ્ય નથી કર્યું તેના આધાર પર ટિકિટનો નિર્ણય લેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ભાજપે તાજેતરમાં જ નો-રીપિટ થિયરીના આધાર પર મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત તમામ મંત્રીઓને બદલી નાખ્યા છે.

READ ALSO

Related posts

અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાવાજોડાને લઇ એલર્ટ, મા ચામુંડા નામની બોટ પાણીમાં ડૂબી પણ 8 ખલાસીઓનો આબાદ બચાવ

pratik shah

શિયાળામાં ચોમાસું: રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો, છેલ્લા 24 કલાકમાં 122 તાલુકાઓમાં માવઠું

pratik shah

હાહાકાર / દેશમાં શરૂ થઇ ઓમિક્રોનની દહેશત, 31 ડિસેમ્બર સુધી ‘લોકલાડીલા’ પ્રવાસન સ્થળોએ જાહેર કરાયો નાઈટ કરફ્યુ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!