GSTV

રાજ્યમાં કોવિડ-19નાં ખતરો યથાવત, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1092 કેસ તો 18 લોકોનાં થયા મોત,

કોરોના

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 1092 કેસ નોંધાયા છે. તો આજે કુલ 18 દર્દીઓના મોત થયા છે. જેમાં સુરતમાં 5, અમદાવાદમાં 4, રાજકોટમાં 3, ભાવનગર,ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, કચ્છ અને વડોદરામાં 1-1 લોકોનાં મોત થયા છે. તો હાલમાં 79 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે. તો છેલ્લા 24 કલાકમાં કુલ 1046 દર્દીઓને રજા આપવાની સાથે આજદિન સુધીમાં કુલ 58 હજાર 439 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વાત કરીએ તો સુરતમાં સૌથી વધુ 251, અમદાવાદમાં 166 કેસ, વડોદરામાં 109 કેસ નોંધાયા છે. આમ રાજ્યમાં કોરોનાના કેસ ઝડપભેર વધી રહ્યા છે..આજે સમગ્ર ગુજરાતમાં કુલ 50 હજાર 817 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો આજદિન સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 11 લાખ 59 હજાર 822 ટેસ્ટ કરવામા આવ્યા છે.

  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા – 1092
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 75482
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 18
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 1046
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 58439
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા – 14310

ગોંડલમાં કોરોનાના સકંજામાં રાજવી પરિવાર

ગોંડલના મહારાજા જ્યોતિન્દ્રસિંહ જાડેજા અને મહારાણી કુમોઢબા જાડેજાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓને તેમના હજુર પેલેસનાં નિવાસસ્થાને જ હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે.આરોગ્ય તંત્ર દ્વારા પેલેસના કર્મચારીઓને પણ ક્વોરન્ટીન કરવાની તજવીજ હાથ ધરાઈ છે.

વસ્ત્રાપુરનાં ગ્વાલિયા સ્વીટ્સનાં બે કર્મચારીને થયો કોરોના

અમદાવાદનાં વસ્ત્રાપુર ખાતે માનસી ચાર રસ્તા પાસે આવેલા ગ્વાલિયા સ્વીટસમાં બે કર્મચારીઓ પોઝિટિવ આવ્યા છે. રક્ષાબંધન અને જન્માષ્ટમીમાં અનેક અમદાવાદીઓએ મીઠાઈની ખરીદી કરી છે.

અમદાવાદ ભાજપનાં મહિલા હોદ્દેદારનો થયો કોરોના

અમદાવાદમાં ભાજપના વધુ એક મહિલા હોદ્દેદાર ઉમાબેન ગાંધીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શહેર ભાજપ મહિલા મોરચાના મંત્રી ઉમાબેન ગાંધીને હાલમાં એવીપી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે.

IAS અધિકારી મમતા વર્માને થયો કોરોના

ગાંધીનગર વિજય રૂપાણી સરકારમાં ઉધોગ, ટુરિઝમ સહિત નાગરિક ઉડયન વિભાગના IAS અધિકારી મમતા વર્માનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મમતા વર્મા સાથે સંપર્કમાં રહેલા તમામ લોકોને ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા હોવાની વાત સામે આવી રહી છે. મમતા વર્માના પતિ સંજીવકુમાર પણ ગુજરાત કેડરના આઈએએસ ઓફિસર છે અને તેઓ હાલ GSPCના એમડી છે. તેઓ ગાંધીનગર ઉદ્યોગ ભવન પાસેના GSPC ભવનમાં બેસે છે. જેને કારણે ઉદ્યોગ ભવન – GSPC માં ફરજ બજાવતા અધિકારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.

READ ALSO

Related posts

IPL 2020: હૈદરાબાદ પર ભારે પડ્યુ રોયલ ચેલેન્જર્સ બૈંગ્લોર, 10 રનથી મેળવી જીત

Pravin Makwana

અનલોક 5માં 500 લોકોને પ્રસંગમાં હાજર રહેવા છૂટ આપવાની માગ

Nilesh Jethva

સારા રસ્તા માટે અમદાવાદીઓએ હજુ જોવી પડશે નવરાત્રિ સુધી રાહ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!