ગુજરાતમાં કોરોનાના ૧૫૦૦થી વધુ દૈનિક કેસ નોંધાવવાનો ક્રમ સતત પાંચમાં દિવસે જારી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૧૫૯૮ નવા કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૨,૦૬,૭૧૪ છે. ગુજરાતમાં હાલ ૧૪૭૯૨ એક્ટિવ કેસ છે જ્યારે ૮૯ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૫ સાથે કોરોનાથી કુલ મરણાંક હવે ૩૯૫૩ છે. નવેમ્બર માસના ૨૮ દિવસમાં જ ગુજરાતમાં કોરોનાના ૩૩૭૭૦ કેસ નોંધાઇ ચૂક્યા છે જ્યારે ૨૩૪ના મૃત્યુ થયા છે.

ગુજરાતમાં કોરોનાના ૩૩૭૭૦ કેસ નોંધાઇ ચૂક્યા
છેલ્લા ૨૪ કલાક દરમિયાન અમદાવાદ શહેરમાંથી ૩૩૨-ગ્રામ્યમાંથી ૨૫ એમ કુલ ૩૫૭ નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૪૯૪૨૦ છે. નવેમ્બરમાં અમદાવાદમાં કોરોનાના ૬૯૦૬ કેસ નોંધાઇ ચૂક્યા છે, જેમાં છેલ્લા ૧૦ દિવસમાં ૩૧૫૨ નવા કેસનો સમાવેશ થાય છે. સુરત શહેરમાં ૨૨૮-ગ્રામ્યમાં ૫૬ એમ ૨૮૪ સાથે કોરોનાના કુલ કેસનો આંક ૪૩૧૦૮ છે. સુરતમાં નવેમ્બરમાં અત્યારસુધી ૬૨૧૧ કેસ નોંધાયેલા છે.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન અમદાવાદ શહેરમાંથી ૩૩૨-ગ્રામ્યમાંથી ૨૫ એમ કુલ ૩૫૭ નવા કેસ સામે આવ્યા
જિલ્લો ૨૮ નવે.ના કુલ કેસ | |
અમદાવાદ ૩૫૭ ૪૯૪૨૦ | |
સુરત ૨૮૪ ૪૩,૧૦૮ | |
વડોદરા ૧૭૯ ૧૯,૭૪૧ | |
રાજકોટ ૧૫૧ ૧૬,૧૩૦ | |
ગાંધીનગર ૬૭ ૬,૫૫૦ | |
બનાસકાંઠા ૫૮ ૩,૮૨૧ | |
મહેસાણા ૫૭ ૫,૨૯૯ | |
પાટણ ૫૦ ૩,૫૪૨ | |
જામનગર ૪૦ ૯,૧૬૪ | |
ખેડા ૩૨ ૨,૦૯૩ | |
દાહોદ ૨૯ ૨,૩૪૧ | |
જુનાગઢ ૨૮ ૪,૨૨૯ |
છેલ્લા ૨૪ કલાકમાં વડોદરા શહેરમાં ૧૩૮-ગ્રામ્યમાં ૪૧ સાથે ૧૭૯, રાજકોટ શહેરમાં ૯૮-ગ્રામ્યમાં ૫૩ સાથે ૧૫૧ નવા કેસ સામે આવ્યા છે. કોરોનાના કુલ કેસનો આંક હવે વડોદરામાં ૧૯૭૪૧ અને રાજકોટમાં ૧૬૧૩૦ છે. ગુજરાતના અન્ય જિલ્લાઓ કે જ્યાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં ૬૭ સાથે ગાંધીનગર, ૫૮ સાથે બનાસકાંઠા, ૫૭ સાથે મહેસાણા, ૫૦ સાથે પાટણ, ૪૦ સાથે જામનગર, ૩૨ સાથે ખેડા, ૨૯ સાથે દાહોદ,૨૮ સાથે જુનાગઢ, ૨૭ સાથે ભાવનગર, ૨૫ સાથે આણંદ-મહીસાગરનો સમાવેશ થાય છે.

છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી સૌથી વધુ ૧૦, સુરતમાંથી ૨ જ્યારે ગાંધીનગર-રાજકોટ-વડોદરામાંથી ૧-૧ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મરણાંક હવે અમદાવાદમાં ૨૦૩૬, સુરતમાં ૮૯૪, વડોદારામાં ૨૨૦, રાજકોટમાં ૧૭૩ અને ગાંધીનગરમાં ૧૦૧ છે. ગુજરાતમાં કોરોનાથી મૃત્યુદર ૧.૯૦% છે.

ગુજરાતમાં કોરોનાથી મૃત્યુદર ૧.૯૦%
છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી સૌથી વધુ ૩૭૮, સુરતમાંથી ૨૨૧, વડોદરામાંથી ૧૫૨, રાજકોટમાંથી ૧૩૨ એમ કુલ ૧૫૯૮ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૧,૮૭,૯૬૯ દર્દીઓ સાજા થતાં કોરોનાથી રીક્વરી રેટ હવે ૯૦.૯૩% છે. ગુજરાતમાં હાલ ૫,૧૬,૭૭૨ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૬૯૮૮૭ સાથે કુલ ટેસ્ટનો આંક હવે ૭૬,૯૦,૭૭૯ છે. કોરોનાના સૌથી વધુ ટેસ્ટ કર્યા હોય તેવા રાજ્યોમાં ગુજરાત સાતમાં સ્થાને છે.
READ ALSO
- તૈયાર રહેજો ખિસ્સા થવાના છે ખાલી: એક દિવસ પણ કાઢી ન શકો, એવી તમામ વસ્તુના ભાવ વધ્યા, આ રહ્યું લિસ્ટ
- BIG NEWS : મોદી સરકારનો મોટો નિર્ણય, લાંબા સમયથી જે વિચારણા પર મંથન કરી રહ્યાં હતાં તેના પર આજે લઈ લીધો ફૈંસલો
- પાકિસ્તાની જેલથી મુક્ત થઈ ભારત પરત આવ્યો ગુજરાતી ભરવાડ, જણાવ્યું- પાડોશી ક્ષત્રુ દેશે કેવો કર્યો વ્યવહાર
- દિલ્હી-NCR સહિતના રાજ્યોમાં વરસાદની શક્યતા, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
- પુરુષોમાં ઝડપથી વધી રહી છે નપુંસકતાની સમસ્યા, આજે જ આ વસ્તુઓ ખાવાનું છોડી દો…