ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વધુ 1540 વ્યક્તિ કોરોનાના સંક્રમણમાં સપડાઇ છે. આમ, છેલ્લા 10માંથી 9 દિવસ 1500થી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે. ગુજરાતમાં કુલ કેસનો આંક હવે 2,14,309 છે. છેલ્લા 24 કલાકમાં વધુ 13 સાથે કોરોનાથી કુલ મરણાંક હવે 4031 છે. ગુજરાતમાં હાલ 14913 એક્ટિવ કેસ છે જ્યારે 96 દર્દી વેન્ટિલેટર પર છે. આ ઉપરાંત ગુજરાતમાંથી રેકોર્ડ 5.33 લાખ વ્યક્તિ હાલમાં ‘હોમ ક્વોરેન્ટાઇન’ છે.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાંથી 314-ગ્રામ્યમાંથી 22 એમ 336 સાથે કોરોનાના કુલ કેસનો આંક હવે 51070 છે. અમદાવાદ જિલ્લામાં 14 દિવસથી સતત 300થી વધારે નવા કેસ સામે આવી રહ્યા છે. સુરત શહેરમાં 207-ગ્રામ્યમાં 39 એમ 246 સાથે કોરોનાના કુલ કેસનો આંક હવે 44414 છે. છેલ્લા 10 દિવસમાં સુરતમાં 2455 કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં 93-ગ્રામ્યમાં 48 સાથે 141, વડોદરા શહેરમાં 142-ગ્રામ્યમાં 42 સાથે 184 કેસ નોંધાયા છે.

ગુજરાતના અન્ય જિલ્લાઓ કે જ્યાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં 72 સાથે ગાંધીનગર, 69 સાથે મહેસાણા, 42 સાથે જામનગર-પાટણ,39 સાથે ખેડા, 36 સાથે બનાસકાંઠા, 29 સાથે મોરબી, 27 સાથે અમરેલી, 23 સાથે જુનાગઢ-પંચમહાલ-ભરૂચનો સમાવેશ થાય છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાંથી સૌથી વધુ 9, સુરતમાંથી 2 જ્યારે રાજકોટ-વડોદરામાંથી 1-1 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા. કોરોનાથી કુલ મરણાંક અમદાવાદમાં 2087, સુરતમાં 906, વડોદરામાં 223, રાજકોટમાં176 છે.
ગુજરાતના કયા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ કેસ ?
જિલ્લો | 3 ડિસે.ના | કુલ કેસ |
અમદાવાદ | 336 | 51,070 |
સુરત | 246 | 44,414 |
વડોદરા | 184 | 20,640 |
રાજકોટ | 141 | 16,873 |
ગાંધીનગર | 72 | 6,865 |
મહેસાણા | 69 | 5,630 |
જામનગર | 42 | 9,357 |
પાટણ | 42 | 3,682 |
ખેડા | 39 | 2,301 |
બનાસકાંઠા | 36 | 3,996 |
કચ્છ | 30 | 3,332 |
મોરબી | 29 | 2,709 |
અમરેલી | 27 | 3,372 |
ગુજરાતમાં કોરોનાથી મૃત્યુદર 1.88% છે. અમદાવાદમાંથી 323, સુરતમાંથી 288, વડોદરામાં 201, રાજકોટમાં 130 એમ છેલ્લા 24 કલાકમાં રાજ્યભરમાંથી કુલ 1540 દર્દીઓ સાજા થયા છે. અત્યારસુધી કુલ 1,95,365 દર્દીઓ સાજા થતાં રીક્વરી રેટ 91.16% છે. છેલ્લા 24 કલાકમાં 69735 સાથે કુલ ટેસ્ટનો આંક હવે 80,33, 388 છે.
READ ALSO
- હાઈકોર્ટનો ચુકાદો: બાળકીનો હાથ પકડવો અને તેની સામે પેન્ટની ઝીપ ખોલવી તે પોક્સો એક્ટ અંતર્ગત નથી આવતું
- 1 વર્ષમાં 1 કરોડ : દેશમાં કોરોનાની એન્ટ્રીને એક વર્ષ પૂર્ણ, 1.53 લાખ લોકોનો ભોગ લેવાયો, જંગ જીતી રહ્યું છે ભારત
- અમદાવાદમાં ભરશિયાળે પડ્યો ભુવો, મેટ્રોની કામગીરીથી સ્થાનિકો પરેશાન
- ભાવનગરમાં નોંધાયો પહેલો બર્ડફલુનો પોઝિટિવ કેસ, પશુપાલન વિભાગ એક્શનમાં
- સુરત: બુટલેગર સજ્જને વિદ્યાર્થીને માર્યો ઢોરમાર, ઘટના સીસીટીવીમાં થઇ કેદ