GSTV
Gujarat Government Advertisement

ગુજરાતના 4 શહેરમાં દિવસે પણ કરફ્યુ લદાય તેવી શકયતાઓ, સાંજે થશે મોટી જાહેરાત

Last Updated on November 22, 2020 by pratik shah

ગુજરાતમાં કોરોનાથી દિવસેને દિવસે ભયાવહ પરિસ્થિતિ સર્જાઇ રહી છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 1515 વ્યક્તિ કોરોનાના સંક્રમણમાં સપડાઇ છે. ગુજરાતમાં કોરોનાએ 1500ની સપાટી વટાવી હોય તેવું સૌપ્રથમવાર બન્યું છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 1,95,917 થઇ ગયો છે. હાલ 13285 એક્ટિવ કેસ છે જ્યારે 95 દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા 24 કલાકમાં વધુ 9 સાથે કોરોનાથી કુલ મરણાંક હવે 3846 છે. છેલ્લા 24 કલાકની સિૃથતિ પ્રમાણે ગુજરાતમાંથી પ્રત્યેક મિનિટે 1થી વધુ વ્યક્તિને કોરોનાની ઝપેટમાં આવી રહી છે.

છેલ્લા 24 કલાકની સિૃથતિ પ્રમાણે ગુજરાતમાંથી પ્રત્યેક મિનિટે 1થી વધુ વ્યક્તિને કોરોનાની ઝપેટમાં

ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમણ ના વધે તે માટે અમદાવાદમાં 57 કલાકનો કરફ્યુ લાદવામાં આવ્યો છે. ત્યારે બીજી તરફ અન્ય ત્રણ મોટા મહાનગરોમાં પણ જીવલેણ કોરોના વાયરસનું સંક્રમણમાં ના વધારો થાય તે માટે કરફ્યુ લાગવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ બીજી તરફ તેવી અટકળો લગાવવામાં આવી રહી છે કે આગમી સમયમાં જો પરિસ્થિતિ અંતર્ગત ચાર મહાનગરોમાં અને અન્ય શહેરોમાં દિવસ દરમ્યાનના અમુક કલાકો અને સંપૂર્ણ રાત્રી કરફ્યુ લદાય તેવી અટકળો સેવાઈ રહી છે.

  • સવારના 6 વાગ્યા થી10 વાગ્યા સુધી અને સંધ્યાકાળે 4થી8માં મળી શકે છૂટ-છાટ
  • મહિલાઓને થોડાક સમય માટે મળી શકે છે કર્ફયુ માંથી છૂટ-છાટ
  • અતિ-આવશ્યક જીવનજરૂરિયાતની વસ્તુઓ મળી શકશે
  • દૂધ, અનાજ કરિયાણું, દવાઓ, શાકભાજી મળશે
  • વેપાર-ધંધા બંધ રહે તેવી શક્યતાઓ
  • લોકડાઉન માટે કેન્દ્ર સરકાર સાથે ચર્ચા કર્યા બાદ લઈ શકે છે નિર્ણય

અમુક કલાકો અને સંપૂર્ણ રાત્રી કરફ્યુ લદાય તેવી અટકળો

ઉલ્લેખનીય છે રાજ્યાના અમદાવાદ શહેરમાં પરિસ્થિતિ ભયવાહ રીતે બગડી છે. જેમાં શહેરમાં હોસ્પિટલોમાં જગ્યા ઓછી પડે તેવી સ્થિતિ છે. રોજે રોજ વધુને વધુ સંક્રમિત દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઈ રહી છે. નોંધનીય છે કે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે હાલ શનિ-રવિના દિવસે સદંતર કર્ફ્યૂ લાદ્યો છે, ત્યારે બીજી તરફ સૂરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર મહાનગરોમાં દિવસના સમયમાં પણ કર્ફ્યૂ લાદે તેવી અટકળો વધપ ઝડપી બની છે. નોંધનીય છે કે કોરોના સંક્રમણને રોકવાના સંપૂર્ણ પ્રયત્ન કરે તેવી શક્યતા છે.

અમદાવાદમાં લાગુ કરાયેલા સળંગ 57 કલાકના કરફ્યુનો આજે બીજો દિવસ

કોરોના સંક્રમણ વધવાને કારણે અમદાવાદમાં લાગુ કરાયેલા સળંગ 57 કલાકના કરફ્યુનો આજે બીજો દિવસ છે. શુક્રવાર રાત્રે 9 વાગ્યાથી લાગુ કરાયેલો કરફ્યુ આવતીકાલે સવારે 6 વાગ્યા સુધી રહેશે. અને સોમવારથી દરરોજ રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી પણ કરફ્યુ લાગુ રહેશે. શનિવારે દિવસભર સમગ્ર શહેર સુમસાન રહ્યું.

અમદાવાદીઓએ કરફ્યુનું ખૂબ સારૂ પાલન કર્યું. રાત્રી દરમિયાન પણ શહેરમાં પોલીસ કાફલો તૈનાત રહ્યો હતો. ONGC ચાર રસ્તા પાસે પોલીસનું સઘન ચેકીંગ કરવામાં આવ્યું.. જ્યાં ખાસ કરીને ગાંધીનગરથી અમદાવાદ આવતા લોકોનું ચેકીંગ કરવામાં આવ્યુ. આ ઉપરાંત શહેરમાં પ્રવેશવાના તમામ નાકા પર ચેકિંગ કરીને યોગ્ય કારણ લાગે તેમને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કોરોના કાળમાં સતત ફોન કોલ રણકતા અમદાવાદના ફાયરકર્મીઓ માનસિક ટ્રેસમાં, શેર કર્યા વિચિત્ર અનુભવો

Dhruv Brahmbhatt

નિયમોની ઐસીતેસી કરવી ભારે પડી / AMCની ટીમ એક્શનમાં, 50 ટકાથી વધુ સ્ટાફ સાથે કામ કરતી ઓફિસો સીલ

Dhruv Brahmbhatt

હવે આ રીતે 18 વર્ષથી ઉપરના પણ વેક્સિનેશન માટે રજીસ્ટ્રેશન કરાવી શકશે, બસ ફોલો કરો આ સ્ટેપ્સ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!