રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા તમામ તૈયારી કરવામાં આવી છે. તો બીજી તરફ સરકારે બોર્ડ નિગમના અધ્યક્ષ અને ચેરમેનના રાજીનામાં માગવામાં આવ્યા છે. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ સીએમ ભૂપેન્દ્ર પટેલને રાજીનામું સોંપ્યું છે. જ્યારે મહિલા આયોગના લીલાબહેન આકોલિયાંનું રાજીનામું માગવામાં આવ્યું છે. બિન અનામત આયોગના ચેરમેન વિમલ ઉપાધ્યાયે રાજીનમું આપ્યુ છે.

- ગુજરાતના રાજકારણ ના મોટા સમાચાર
- રાજ્યના 40 બોર્ડમાં થશે નવી નિમણૂક
- 10 બોર્ડ- નિગમના ચેરમેનના રાજીનામા લઈ લેવાયા..
- નવી નિમણૂક માટે રાજીનામાં લેવાયાની વાત..
- ધારાસભાની ટિકિટ થી વંચિત રહેનારને અપાશે બોર્ડ નિગમ
- પક્ષના અનેક વરિષ્ઠ આગેવાનો ને મળશે મહત્વનું પદ
- 2022 ની ચૂંટણી પહેલા ભાજપની નવી રણનીતિ
- બળવંતસિંહ રાજપૂત,
- મધુ શ્રીવાસ્તવ,
- આઇ.કે.જાડેજા,
- સજ્જદ હીરા,
- બી.એચ.ઘોડાસરા,
- હંસરાજ ગજેરા,
- પંકજ ભટ્ટ
- મુડુભાઈ મેરે
- ધનસુખ ભંડેરી
- બી. એચ. ઘોડાસરા
- વિમલ ઉપાધ્યાય
- મધુ શ્વીવાસ્તવ
- આઈ કે જાડેજા
- લીલાબેન અંકોલિયા
- પ્રફુલભાઈ શેઠ

સરકાર હસ્તક અન્ય વિવિધ 12 બોર્ડ અને નિગમના ચેરમેન અને અધ્યક્ષ પદેથી રાજીનામા માગવામાં આવ્યા છે. આજે પાંચ જેટલા બોર્ડ નિગમની અવધિ પુર્ણ થઈ તેવા ચેરમને અને વાઇસ ચરમેનનું રાજીનામું લેવાયું છે. ઘેટાં નિગમમાં ભવાન ભરવાડની અવધિ પૂર્ણ થઈ છે. તો બીજી તરફ બોર્ડ નિગમની ખાલી પડેલી જગ્યા ભરતી થયા તેવી પ્રબળ શકયતા છે. કેમ કે, 10થી વધુ બોર્ડ નિગમમાં છેલ્લાં કેટલાંય સમયથી ભરતી બાકી છે.

આ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આયોજીત થવાની છે તે અગાઉ વર્ષ ભાજપે ચૂંટણીને લઇને મહત્વની રણનીતિના ભાગરૂપે દરેક મંત્રીને હારેલી બે વિધાનસભા સીટની જવાબદારી સોંપશે, પ્રદેશ કાર્યાલયે મંત્રીઓ પાસે હારેલી બે વિધાનસભા સીટોના નામ મંગાવ્યા છે…જેથી દરેક મંત્રીએ બે હારેલી વિધાનસભા સીટના નામ કાર્યાલયની સોંપવા પડશે, જે બાદ ક્યાં મંત્રીને કઈ સીટની જવાબદારી સોંપવી તે પ્રદેશ કાર્યાલય નક્કી કરશે.

આજે પાટીલે સૌથી મોટો ખેલ પાડીને ૧૦ જેટલા બોર્ડ નિગમોમાં ભાજપના આગેવાનો ચેરમેનપદે છે તે તમામને તાત્કાલીક રાજીનામા આપી દેવા આજે કમલમ્ ખાતે બોલાવી સૂચના આપી હતી. તેમાંના મોટાભાગનાએ રાજીનામા આપી દીધા છે. જે ગાંધીનગર હાજર નહોતા તેમના રાજીનામા ગણત્રીની કલાકોમાં મુખ્યમંત્રીને પહોંચી જશે. આમાં રૂપાણીના ખાસ ગણાતા આગેવાનોના પણ રાજીનામા છે.
સરકાર ટૂંક સમયમાં ૫૦ જેટલા બોર્ડ નિગમોમાં નવેસરથી નિમણુંકો કરે તેવા નિર્દેશ છે. ધારાસભાની ચૂંટણીને ધ્યાને રાખીને આ નિમણુંકો થશે. પ્રબળ દાવેદારો હોવા છતાં તેને ટિકીટ આપી શકાય તેમ ન હોય તેને બોર્ડ નિગમ આપીને રાજી કરવા પ્રયાસ કરાશે તેમ માનવામાં આવે છે. આમ પાટીલનો ચૂંટણી પહેલાં આ માસ્ટર સ્ટ્રોક માનવામાં આવી રહ્યો છે. પાટીલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની કામગીરીમાં હવે કંઇ કસર છોડવા માગતા નથી. જે કામગીરી કરે છે તેમને જ પદ આપવાના નિર્ણયને પગલે રાજીનામા લઈ લેવાયા છે.
જેઓએ રાજીનામા આપ્યા છે તેમાં મ્યુનિસિપલ ફાન્યનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, બિન અનામત નિગમના ચેરમેન બાબુભાઇ ઘોડાસરા, બિન અનામત આયોગના ચેરમેન હંસરાજ ગજેરા, મહિલા આયોગના ચેરમેન નિલાબેન આત્રોલીયા, લઘુમતિ બોર્ડના ચેરમેન સજ્જાદ હિરા, ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઇ બેરા, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મધુ શ્રીવાસ્તવ, જીઆઇડીસીના ચેરમેન બળવંતસિંહ રાજપૂત વગેરેનો સમાવેશ થાય છે.
READ ALSO
- મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ
- મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી
- રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા
- પૈસા ખર્ચ્યા વિના જુઓ વેબ સિરીઝ અને ફિલ્મ, આ એપ છે બિલકુલ ફ્રી, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમને પણ ભૂલી જશો
- એન્ડ્રોઇડ યુઝર્સ સાવધાન! / ખતરનાક મેલવેયર વાયરસ ઈઝ બેક, જાણો કંઈ રીતે પહોંચે છે તમારા સ્માર્ટફોનમાં