GSTV
Gujarat Government Advertisement

ખોટો પરિપત્ર / ગુજરાત બોર્ડે સાઈબર ક્રાઈમમાં નોંધાવી ફરિયાદ, પરીક્ષાની ખોટી તારીખો વાઈરલ કરનાર સામે દાખલ થઈ FIR

Last Updated on April 5, 2021 by pratik shah

ગુજરાત રાજ્યની ધો.૧૦-૧૨ની આગામી બોર્ડ પરીક્ષાની ખોટી તારીખો સાથેનો બનાવટી પરિપત્ર તૈયાર કરી વાઈરલ કરનાર અજાણ્યા શખ્સ સામે ગુજરાત બોર્ડે અંતે પોલીસ ફરિયાદ નોંધાવી છે. બોર્ડના પરીક્ષા સચિવ દ્વારા ગાંધીનગરમાં સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવામા આવી છે.

પોલીસ

બોર્ડના પરીક્ષા સચિવ દ્વારા ગાંધીનગરમાં સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦,૧૨ સાયન્સ અને ૧૨ સા.પ્ર.ની આગામી મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષાઓ ૧૦થી ૨૫ મે દરમિયાન રાખવામા આવી છે.પરીક્ષાની તારીખોને લઈને તાજેતરમાં ફેક લેટર સોશિયલ મીડિયા પર ફરતો કરવામા આવ્યો હતો.જેમાં બોર્ડના જુના લેટરમાં છેડછાટ કરીને તારીખો બદલી ૧૫ જુનથી ૩૦ જુન દર્શાવી બનાવટી લેટર વાઈરલ કરવામા આવ્યો હતો.ત્યારબાદ બોર્ડે પરિપત્ર કરીને સ્પષ્ટતા કરી હતી આ લેટર બનાવટી છે અને બોર્ડ પરીક્ષાની તારીખોમાં કોઈ પણ ફેરફાર કરવામા આવ્યો નથી.

આ લેટર બનાવટી છે અને બોર્ડ પરીક્ષાની તારીખોમાં કોઈ પણ ફેરફાર કરવામા આવ્યો નથી

ખોટી તારીખો વાઈરલ થતા વિદ્યાર્થીઓ-વાલીઓ અને સ્કૂલોમાં મુંઝવણ ઉભી થઈ હતી અને જેને પગલે બોર્ડના પરીક્ષા સચિવે આ મુદ્દે સાઈબર ક્રાઈમ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે.આ મુદ્દે વિધિવત એફઆઈઆર તો થઈ ગઈ છે પરંતુ આવા લેટર અગાઉ પણ વાઈરલ થઈ ચુક્યા છે.અગાઉ પણ ઘણીવાર બોર્ડના પરિપત્રો-લેટરમાં છેડછાડ કરીને ખોટી માહિતી સાથે વાઈરલ કરવામા આવ્યા છે.મહત્વનું છે કે હાલ તો બોર્ડના જણાવ્યા મુજબ ૧૦ મેથી ૨૫ મે દરમિયાન નિયત ટાઈમ ટેબલ પ્રમાણે  જ બોર્ડ પરીક્ષાઓ લેવાશે પરંતુ જો કોરોનાની સ્થિતિ વધુને વધુ વણસશે અને આગામી ૨૫ દિવસમાં સ્થિતિ કાબુમા ન આવે તો બોર્ડ પરીક્ષાઓ નિયત તારીખોમાં લેવી સંભવ નહી બની શકે.

READ ALSO

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Dhruv Brahmbhatt

પેટ્રોલના સતત ભાવ વધારા બાદ હવે મળી શકે છે રાહત, સરકારે ઓઇલ કંપનીઓ સાથે ગોઠવી બેઠક

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!