GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

સાબરમતીમાં પ્રદૂષણ કરનારાની ખૈર નહીં/ અમે હવે કોઈને છોડીશું નહીં, રાજકારણીઓની હિંમત કેવી રીતે થઈ કે, તેઓ સરકારી કર્મચારીઓને ધમકાવી શકે: હાઈકોર્ટ

પ્રદૂષણ સામે ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો કાર્યવાહી હાથ ધરી છે. જે અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઔદ્યોગિક એકમોના વીજળી પાણી અને ગટર કનેક્શન આપવાની કાર્યવાહી હાથ ધરતા તેની સામે અરવિંદ લિમિટેડ કરેલી અરજી હાઈકોર્ટે સાંભળવાનો ઇનકાર કર્યો હતો. આ ઉપરાંત કોર્ટે નોંધ્યું હતું કે કોર્પોરેશનની કાર્યવાહી સામે કાર્યવાહીમાં બાધા ઊભી કરનારા રાજકારણીઓ અને વગદાર અને છોડવામાં નહીં આવે.

સાબરમતીમાં પ્રદૂષણ મુદ્દે હાઇકોર્ટના આદેશ બાદઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોેરેશન દ્વારા વિવિધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ઔદ્યોગિક એકમોના વીજળી પાણી અને ગટર કનેક્શન કાપવામાં આવી રહ્યા છે. જેની સામે આજે અરવિંદ લિમિટેડ દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને તે મુદ્દે તાત્કાલિક સુનાવણીની માંગણી કરવામાં આવી હતી. 

હાઈકોર્ટે આ માંગણી ફગાવી નારાજગી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત કોર્ટે નોંધ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશન હાઈકોર્ટના આદેશ મુજબ કાર્યવાહી હાથ ધરી રહી છે આમ છતાં કેટલાક રાજકારણીઓ અને વગદાર લોકો સેક્સ કોર્પોેરેશનના કર્મચારીઓને ધમકાવી રહ્યા છે અને ન્યાયિક પ્રક્રિયામાં દખલ કરી રહ્યા છે.

gujarat high court

હાઈકોર્ટના આદેશ છતાં રાજકારણીઓની હિંમત કેવી રીતે થઈ શકે કે તેઓ કોર્પોરેશનના કર્મચારીઓને ધમકાવી શકે. હવે અમને કોઈ અમે કોઈને છોડીશું નહીં.  સુએજ લાઈન કોર્પોેરેશનની સત્તાનો વિષય છે છતાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે ઉદ્યોગોને સુએજ લાઈનમાં પ્રદૂષિત કેમિકલ છોડવાની મંજૂરી આપી છે.

READ ALSO

Related posts

ગઢડા BAPS મંદિરમાંથી મળ્યો પુજારીનો શંકાસ્પદ મૃતદેહ, ઘટના સ્થળે પોલીસ કાફલો

Zainul Ansari

ચૂંટણી ઈફેક્ટ/ રાજ્ય સરકાર ચૂંટણી પહેલા માસ્ટર સ્ટ્રોક મારવાના મૂડમાં, ગરીબોને બખ્ખાં થઈ જશે

pratikshah

પાયલાગણ/ ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાએ ભગવાન કૃષ્ણ સાથે નરેન્દ્ર મોદીની કરી સરખામણી

Bansari Gohel
GSTV