દેશમાં અને રાજ્યમાં ઘાતક કોરોનાનો કહેર વધ્યો છે. તો બીજી તરફ માર્ચ મહિનાના આરંભથી અમદાવાદમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે.૨૦ માર્ચે શહેરમાં કોરોનાના નવા ૫૨ કેસ નોંધાયા હતા.નદીપાર આવેલા થલતેજ,બોડકદેવ ઉપરાંત નવરંગપુરા,જોધપુર અને સેટેલાઈટ સહિતના વિસ્તારમાં કોરોનાના સૌથી વધુ ૨૮૩ એકિટવ કેસ નોંધાયા છે.

કોરોનાના કયા ઝોનમાં કેટલા કેસ?
ઝોન | નોંધાયેલા કેસ |
ઉ.પ. | ૧૧૭ |
પશ્ચિમ | ૧૦૩ |
દ.પ | ૬૩ |
દક્ષિણ | ૪૦ |
પૂર્વ | ૩૦ |
ઉત્તર | ૨૩ |
મધ્ય | ૨૨ |
કોરોનાના સૌથી વધુ ૨૮૩ એકિટવ કેસ નોંધાયા
કોરોનાના શહેરમાં કુલ ૩૯૮ એકિટવ કેસ નોંધાયેલા છે.એકિટવ કેસ પૈકી ૩૭૮ દર્દી ૧૯ વર્ષથી ઉપરની વયના તથા ૨૦ દર્દી ૮૦ વર્ષની ઉંમરના હોવાનુ હેલ્થ વિભાગની તપાસમાં બહાર આવ્યુ છે.કુલ ૩૯ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.આ પૈકી એક દર્દી સિવિલ હોસ્પિટલ ખાતે આઈ.સી.યુ.માં સારવાર હેઠળ છે.

શહેરમાં ઝાડા ઉલટીનાં ૨૯૧,ટાઈફોઈડના ૨૩૬ કેસ
૧૮ માર્ચ-૨૦૨૩ સુધીમાં શહેરમાં ઝાડા ઉલટીના ૨૯૧,ટાઈફોઈડના ૨૩૬ કેસ નોંધાયા હતા.કમળાના ૮૬ અને કોલેરાનો એક કેસ નોંધાયો હતો.ડેન્ગ્યૂના ૧૭,ચિકનગુનિયાના પાંચ અને મેલેરિયાના ચાર કેસ નોંધાયા હતા.માર્ચ મહિનામાં અત્યારસુધીમાં પાણીના લેવામાં આવેલા ૩૦ સેમ્પલ અનફીટ જાહેર કરવામાં આવ્યા છે.
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો