સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસમાં ધીમે ધીમે ઘટાડો આવી રહ્યો છે. મે મહિનાની પહેલી તારીખે રાજ્યમાં 13847 કેસ નોંધાયા હતા. તેની સામે 6ઠ્ઠી મેના દિવસે નવા 12545 કેસ નોંધાયા હતા. એટલે કે 1302 જેટલા કેસ ઓછા થયા હતા. સમગ્ર ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા 6ઠ્ઠી મેના દિવસે 1,47,525 હતી. એટલે કે સમગ્ર રાજ્યના એક્ટિવ કેસમાં પણ આંશિક ઘટાડો થઈ રહ્યો છે. કેમ કે આગલા બે દિવસ ગુજરાતમાં 1.48 લાખથી વધારે એક્ટિવ કેસ હતા.

6 દિવસ દરમિયાન એક્ટિવ કેસ વધ્યા હોય એવા જિલ્લા
જિલ્લો | 1લી મે | 6ઠ્ઠી મે | વધારો | |
1 | વડોદરા | 7475 | 9004 | 1539 |
2 | જામનગર | 4765 | 5897 | 1123 |
3 | ભાવનગર | 4326 | 5336 | 1010 |
4 | જૂનાગઢ | 1507 | 2051 | 544 |
5 | મહિસાગર | 1421 | 1956 | 535 |
6 | મહેસાણા | 4761 | 5282 | 521 |
7 | ગાંધીનગર | 2707 | 3028 | 321 |
8 | ગીર સોમનાથ | 1029 | 1327 | 298 |
9 | પંચમહાલ | 1173 | 1430 | 257 |
10 | સાબરકાંઠા | 1343 | 1588 | 245 |
11 | અરવલ્લી | 914 | 1153 | 239 |
12 | આણંદ | 950 | 1188 | 238 |
13 | અમરેલી | 1044 | 1256 | 212 |
14 | કચ્છ | 2434 | 2644 | 210 |
15 | મોરબી | 775 | 958 | 183 |
16 | નર્મદા | 831 | 994 | 163 |
17 | દ્વારકા | 692 | 843 | 151 |
18 | છોટા ઉદેપુર | 408 | 539 | 131 |
19 | વલસાડ | 1221 | 1345 | 124 |
20 | નવસારી | 1300 | 1408 | 108 |
21 | તાપી | 1234 | 1328 | 94 |
22 | દાહોદ | 1414 | 1493 | 79 |
23 | બોટાદ | 328 | 385 | 57 |
24 | પોરબંદર | 263 | 298 | 35 |
25 | સુરેન્દ્રનગર | 1638 | 1651 | 13 |
સમગ્ર ગુજરાતના સરેરાશ એક્ટિવ કેસ ઘટે છે, પણ અમુક જિલ્લામાં કેસ વધારાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. ગુજરાત સરકારના સત્તાવાર કોવિડ પોર્ટલ પર જિલ્લા પ્રમાણે કેસની વિગતો આપી છે. એ મુજબ 1લી મેથી લઈને 6ઠ્ઠી મે સુધીમાં ગુજરાતમાં 33 પૈકી 22 જિલ્લામાં એક્ટિવ કેસ વધ્યા છે.

6 દિવસ દરમિયાન એક્ટિવ કેસ ઘટ્યા હોય એવા જિલ્લા
જિલ્લો | 1લી મે | 6ઠ્ઠી મે | ઘટાડો | |
1 | સુરત | 21827 | 16835 | 4992 |
2 | ભરૃચ | 2170 | 1873 | 297 |
3 | બનાસકાંઠા | 1156 | 915 | 241 |
4 | પાટણ | 1915 | 1749 | 167 |
5 | રાજકોટ | 4269 | 4114 | 155 |
6 | અમદાવાદ | 66551 | 66446 | 105 |
7 | ડાંગ | 167 | 148 | 19 |
8 | ખેડા | 1086 | 1063 | 23 |
એક્ટિવ કેસ એટલે એવા કેસ જેઓ ઘરે અથવા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી કુલ કેસો પણ ઘટી રહ્યા છે. એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં સતત 14 હજારથી વધારે કેસ નોંધાતા હતા, એ ઓછા થયા છે.

તારીખ | કેસ |
27 એપ્રિલ | 14352 |
28 એપ્રિલ | 14120 |
29 એપ્રિલ | 14327 |
30 એપ્રિલ | 14605 |
1લી મે | 13847 |
2જી મે | 13978 |
3જી મે | 12820 |
4થી મે | 13050 |
5મી મે | 12995 |
6ઠ્ઠી મે | 12545 |
કોરોના વાયરસ મહામારી સતત પ્રમાણે તેનો કહેર વરસાવી રહી છે, સતત આ મહામારીથી લોકો તેમના જીવ ગુમાવી રહ્યા છે. બીજીતરફ સાજા થયા પછી પણ લોકોને આ વાયરસનો ખતરો યથાવત રહ્યો છે. વાયરસને હરાવીને ઠીક થઈ રહેલા લોકોને એક નવી બિમારી થઈ રહી છે. જો આ બિમારીની સમયસર સારવાર ના કરવામાં આવે તો દર્દીની આંખ પણ કાઢવી પડે છે. અને સારવાર ના થાય તો દર્દીનું મોત પણ નિપજી શકે છે.
READ ALSO
- એશ્વર્યા રાયની અપકમિંગ ફિલ્મ Ponniyin Selvanનું ટીઝર થયુ પોસ્ટપોન, મેકર્સે આપ્યું આ કારણ
- શમશેરાના ટ્રેલર લોન્ચ માટે જઈ રહેલા રણબીર કપૂરને નડયો અકસ્માત
- કોરોના કવચ / 7 થી 11 વયના બાળકોને અપાઈ શકે છે Covovax વેક્સિન, સરકારી સમિતિએ કરી ભલામણ
- મંત્રી ગડકરીની નવી જાહેરાત / વાહનોને અકસ્માત પરીક્ષણોના આધારે મળશે સ્ટાર રેટિંગ, સુરક્ષિત વાહનો માટે થશે ઉપયોગી
- એક પાલતું પશુ વર્ષમાં છોડે છે 80 થી 120 કિલો મીથેન ગેસ, 1 વર્ષ કાર ચલાવવા જેટલું પર્યાવરણને થાય છે નુકસાન