GSTV
ગુજરાત ટોપ સ્ટોરી

મેહુલ્યો વરસ્યો! આગામી 5 દિવસ સાર્વત્રિક મેઘમહેરની આગાહી, દ.ગુજરાત અને ઉત્તરગુજરાત સહિત સૌરાષ્ટ્રને ઘમરોળશે

વરસાદ

રાજ્યના હવામાન વિભાગે આગામી 5 દિવસ સાર્વત્રિક મેઘમહેરની આગાહી કરી છેજૂનના આખરી સપ્તાહમાં મેઘરાજા સમગ્ર ગુજરાતને ઘમરોળશે. જે દરમ્યાન સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, મહીસાગર અને ભરૂચમાં ભારે વરસાદ પડી શકે છે.

વરસાદ

સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને સોમનાથમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાથી 28 થી 30 જૂન વચ્ચે વરસાદનું જોર વધશે.

  • આગામી 5 દિવસ સાર્વત્રિક મેઘમહેરની આગાહી
  • રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી
  • દક્ષિણ ગુજરાત,ઉત્તરગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી
  • સુરત,વલસાડ,નવસારી,તાપી,ડાંગ,મહીસાગર,ભરૂચમાં આગાહી
  • અમરેલી,ભાવનગર,જૂનાગઢ અને સોમનાથમાં ભારે વરસાદની આગાહી
  • કચ્છમાં પણ સામાન્ય વરસાદની આગાહી
  • આગામી 28 થી 30 તારીખએ વરસાદનું જોર વધશે
  • અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટ્મ થઇ શક્રિય

રાજ્યમાં છેલ્લા થોડાક દિવસોથી વિવિધ જીલ્લાઓમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. નદી નાળામાં પણ નવા નીર આવ્યા છે, તો બીજી તરફ વાવણી લાયક વરસાદ વરસવાથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

READ ALSO

Related posts

ગુજરાતમાં શરૂ થશે ચોમાસાનો નવો રાઉન્ડ : આગામી 5 દિવસ જામશે વરસાદી માહોલ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Bansari Gohel

સુરત/ અલ્પેશ કથીરિયાના ભાઇએ કરી મારામારી, હોબાળો મચાવતા ઉઠાવી ગઇ ક્રાઇમ બ્રાન્ચ

Bansari Gohel

ટાર્ગેટ કિલિંગ/ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ બે કાશ્મીરી હિંદુ ભાઇઓ પર અંધાધૂંધ વરસાવી ગોળીઓ, એકનું મોત

Bansari Gohel
GSTV