ગુજરાત એસટીને ટ્રાન્સપોર્ટ મિનીસ્ટર્સ રોડ સેફ્ટી એવોર્ડ મળ્યો છે. ૧૮ જાન્યુઆરીએ કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીના હસ્તે નવી દિલ્હીમાં એસ.ટી. નિગમને વિજેતા ટ્રોફી તેમજ રૂ. બે લાખનો પુરસ્કાર એનાયત કરવામાં આવશે.ગુજરાત એસ.ટી. કોર્પોરેશનને સતત ત્રીજીવાર આ સિદ્ધિથી સન્માનિત કરવામાં આવ્યું છે.

ર૦૧૮-૧૯ના વર્ષનો ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર્સ રોડ સેફટી એવોર્ડ પણ ગુજરાત એસ.ટી. નિગમે મેળવ્યો હતો અને હવે ર૦૧૯-ર૦ અને ર૦ર૦-ર૧ના એવોર્ડ સાથે એસ.ટી. નિગમે આ પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવવાની હેટ્રીક નોંધાવી છે. એસટી નિગમે પ્રતિ ૧ લાખ કિલોમીટરે સલામત-સુરક્ષિત અને ઓછામાં ઓછા અકસ્માતથી સંચાલન કરીને 7,5૦૦ ફલીટ સર્વિસની કક્ષામાં આ એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. રાજ્યમાં ૧ લાખ કિલો મીટરે થતા આવા અકસ્માતનું પ્રમાણ સૌથી ઓછું એટલે કે ૦.૦૬ રહ્યું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- સાવધાન! ભૂલથી પણ આ 7 ચીજવસ્તુઓને ક્યારેય તમારા ફ્રિજમાં ના મૂકતા નહીંતર…
- તમારા નસકોરાં બોલવા પાછળ ક્યાંક ઓએસએ તો જવાબદાર નથી, જાણો કઈ રીતે મેળવશો તેનાથી છુટકારો
- Suzuki Access 125ની ખરીદવું પડશે મોંઘુ, કંપનીએ કિંમતમાં કર્યો આટલા રૂપિયાનો વધારો
- પોતાની જાન ગામમાં આવે તે પહેલા યુવતીએ અધિકારીઓ પાસે બનાવડાવ્યો ગામનો નવો રસ્તો, અધિકારીઓએ પણ ખુશ થઈ કામ કરી આપ્યું
- શું તમે કરો છો Earphone નો ઉપયોગ? તો જાણી લેજો તેનાથી થતી ગંભીર બીમારીઓ વિશે…