GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

ST કર્મચારીઓની માગ સંતોષાતા બસ સ્ટેશન નામના પોતાના બીજા ઘરમાં દિવાળી મનાવાઈ

રાજ્યમાં છેલ્લા 2 દિવસથી પડતર પ્રશ્ને ચાલી રહેલી એસટી બસની હડતાળ સમેટાઇ ગઇ છે. શુક્રવારે સાંજે વાહન વ્યવહાર પ્રધાન આર.સી.ફળદુ સાથેની યોજાયેલી બેઠક નિષ્ફળ ગયા બાદ મોડી રાત્રે ફરી એસટીની સંકલન સમિતીની સરકાર સાથે બેઠક યોજાઇ હતી. જેમાં સરકારે 7માં પગાર પંચની માંગણીને લઇને એક સપ્તાહમાં માગણીઓ સ્વિકારવાની લેખીતમાં બાંહેધરી આપ્યા બાદ એસટીની હડતાળ સમેટાઇ હતી.

કેટલાક ડ્રાઈવર-કન્ડક્ટરને યોગ્ય માહિતી ન મળતી હોવાથી તેઓ અસમંજસમાં મુકાયા. તેઓ ફરજ પર ન ચડવાની ચિમકી ઉચ્ચારી હતી. પહેલી બેઠક નિષ્ફળ રહ્યા બાદ બીજી બેઠક એક કલાક સુધી ચાલી હતી. આ બેઠકમાં સરકાર અને એસટી કર્મચારીઓ વચ્ચે સમાધાન થયું હતું. સંકલન સમિતિના અધિકારીઓએ મીડિયાને પણ સરકારે આપેલી લેખિત બાંહેધરી બતાવવાનો ઈનકાર કર્યો હતો.

આ કારણે ડ્રાઈવર-કન્ડક્ટરોએ જણાવ્યું કે, જ્યાં સુધી તેમને લેખિતમાં કોઈ પુરાવો બતાવવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ ફરજ પર હાજર થશે નહીં. તેમની હડતાળ ચાલુ રહેશે. સરકાર 7 દિવસમાં પડતર માગણીઓ ઉકેલવાની ખાતરી આપી છે.

પડતર માગણીઓ સ્વીકારાશે

રાજ્યમાં બે દિવસથી ચાલી રહેલી ST વિભાગની હડતાળ બીજા દિવસની સાંજે સમેટાઇ ગઇ છે. રાજ્ય સરકાર અને સંકલન સમિતિ સાથે બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર સાથેની બેઠકમાં પડતર માગણીઓ સ્વીકારવામાં આવી હોવાનું કહેવામાં આવ્યું છે. તો વહેલી સવારથી રાબેજા મુજબ ST બસો દોડતી થશે તેવું કહેવામાં આવી રહ્યું છે. શુક્રવારે સાંજે ST સંગઠન તથા સરકાર વચ્ચે ગાંધીનગર ખાતે બેઠક મળી હતી, જો કે બેઠકમાં કોઇ સમાધાન આવ્યું નહીં, જેના બાદ હજુ પણ હડતાળ ચાલુ રહેવાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારબાદ મોડી રાતે સરકાર અને ST કર્મચારીઓની સંકલન સમિતિ વચ્ચે વાતચિત બાદ હડતાળ સમેટવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

હડતાલ કરી રહેલા ST કર્મચારીઓની સંકલન સમિતિને ગાંધીનગર ખાતે વાહન વ્યવહાર પ્રધાન આર.સી ફળદુએ બેઠક માટે બોલાવ્યા હતા. ત્યારબાદ સંકલન સમિતિ અને આર સી ફળદુ વચ્ચે એક કલાસ સુધી બેઠક ચાલી હતી, આ બેઠકમાં ST કર્મચારીઓ તરફથી એક જ માગણી કરવામાં આવી જે હતી સાતમાં પગાર પંચ લાગુ કરવાની, જો કે આ મામલે સરકાર તરફથી કહેવામાં આવ્યું કે કમિટીની રચના કરવામાં આવી છે જે તમારી માગણી પર વિચાર કરશે.

રાજ્યનાં એસ.ટી.નિગમના 45 હજાર કર્મચારીઓનું અચોક્કસ મુદતની હડતાળ પર ગયા હતા. હડતાળને કારણે બે દિવસથી રાજ્યભરમાં જાહેર પરિવહનની સેવા ઠપ થઇ જતા એસ.ટી.બસોમાં દૈનિક મુસાફરી કરતા 25 લાખ કરતા વધુ મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. પરંતુ હવે આ સમગ્ર વાત બાદ પણ કર્મચારીઓ સરકાર અને સંકલન સમિતિ થી નારાજ જોવા મળ્યા તેમનું કહેવું છે કે સરકાર અને સંકલન સમિતિએ મળી એક પ્રકારે લોલીપોપ આપ્યો છે.

જામનગર

જામનગર સહિત રાજ્યભરના એસટી કર્મીઓની હડતાલનો ગતરાત્રીના સુખદ અંત આવ્યો છે. જામનગરના એસટી ડેપો પર હડતાળ પર ઉતરેલા એસટી કર્મીઓએ દિવાળી મનાવી હતી. રાજ્ય સરકાર દ્વારા માંગ સ્વીકારાતા ડેપોના પટાંગણમાં મોડી રાત્રે ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. અને રાજ્ય સરકારનો આભાર પણ વ્યક્ત કરાયો હતો. જ્યારે મધરાત્રિના સમયથી જ જામનગર સ્થિત એસટી બસોની સુવિધા લોકો માટે શરૂ કરી દેવાતા મુસાફરોની સમસ્યાનો અંત આવ્યો છે.

Related posts

આ જર્મન યુવતીને ગુજરાતી લોક સાહિત્યનું એવુ ઘેલું લાગ્યું કે અંતિમ શ્વાસ સુધી સૌરાષ્ટ્રને ભૂલી ના શક્યાં

Nilesh Jethva

પાલિતાણામાં નાળિયેરના વૃક્ષ પર પડી વીજળી, લાઈવ દ્રસ્યો કેમેરામાં થયા કેદ

Nilesh Jethva

વેરાવળના બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયુ, ગડુમાં બે ઈચ વરસાદ, લાઠોદ્રામાં દરવાજો ધરાશાયી થતા એકનું મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!