GSTV
Home » News » ગુજરાતમાં એસટી કર્મચારીઓની હડતાળ આક્રમક બની, સીએમને છૂટશે પરસેવો

ગુજરાતમાં એસટી કર્મચારીઓની હડતાળ આક્રમક બની, સીએમને છૂટશે પરસેવો

એસ.ટી.નિગમ બસ સેવન કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળ ઉગ્ર બની રહી છે. સુરત એસ.વિભાગના કર્મચારીઓએ સાતમા પગારપંચ સહિત પડતર માંગણીઓ ને લઈ ડેપો પર ઉગ્ર દેખાવો કર્યા. કર્મચારીઓએ રૂપાણી સરકાર અને નાયબ પ્રધાન નીતિન પટેલ સામે ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો. એટલું જ નહીં કર્મચારીઓએ અર્ધ નિર્વસ્ત્ર થઈ સરકારની નીતિ સામે પણ પોતાનો રોષ પ્રગટ કર્યો.

એસ.ટી.વિભાગના કર્મચારીઓ અને યુનિયન ના પ્રમુખે જણાવ્યું કે,રાજ્યની સરકાર એસ.ટી.વિભાગના કર્મચારીઓના કપડાં ઉતારવા પર સક્રિય થઈ છે.સરકાર એટલી સક્ષમ નથી કે કર્મચારીઓએ એક ડ્રેસ સુધા ફાળવી શકે. સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ એસ.ટી.ના કર્મચારીઓ સામાન્ય અને અદિવાસી વર્ગથી આવે છે.સરકાર એસ.ટી.નું ખાનગીકરણ કરી કર્મચારીઓને બેરોજગાર કરવા માંગે છે.

જો કર્મચારીઓની સાતમા પગારપંચ સહિત પડતર માંગણીઓ સરકાર નહીં સ્વીકારે તો આગામી દિવસોમાં વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે. આ સાથે ચૂંટણીનો પણ બહિષ્કાર કરવામાં આવશે. જો ખાનગી વાહનોની વ્યવસ્થા કરવામાં આવશે તો તે વાહનો એસ.ટી.કર્મચારીઓની લાશ પરથી પસાર કરવું પડશે.

Read Also

Related posts

Video: સલમાન ખાન અને બોડીગાર્ડ શેરાએ યુવક સાથે કરી મારપીટ, પીછો કરવાની આપી આવી સજા

Bansari

વડોદરામાં થિયેટર આર્ટિસ્ટનું ગળું દબાવી હત્યા, એક મેદાનમાં ઝાડ નીચેથી મળી આવી લાશ

Karan

ખેતીમાં દર મહિને ચોખ્ખા 2 લાખ રૂપિયાની કમાણી કરતો ખેડૂત, સફળતાનું આ છે કારણ

Arohi