સલામત સવારી એસટી અમારી વિશે આ વાંચ્યા બાદ તમે એસટીમાં બેસવાનું ભૂલી જશો

સલામત સવારી એસટી અમારી. સ્લોગન માત્ર નામનું જ છે. કારણકે એસટી નિગમમાં ચાલતી લાલિયાવાડી દિન-પ્રતિદિન વધતી જઇ રહી છે. રાજ્ય સરકાર પાસે કરોડો રૂપિયા ગ્રાન્ટ મેળવીને નિગમના સત્તાધીશો જાણે કરોડો રૂપિયાનો ધુમાડો કરી રહ્યા હોય તેવા દ્રશ્યો અવાર નવાર જોવા મળે છે.

દૂર જ એસટી બસ વર્તાઇ જતી હોય છે. સલામત સવારીની વાતો વચ્ચે કોઇપણ એસટી બસને જુઓ તો તેમાંથી મોટાભાગની એસટી બસમાં ડ્રાઇવરે સીટ બેલ્ટ પહેર્યો હોતો નથી. તેનું પાછળનું કારણ એ હોય છે કે કાં તો ડ્રાઇવરને સીટ બેલ્ટ પહેરવામાં રસ હોતો નથી. અને ઘણી બસમાં સીટ બેલ્ટ જ નથી. ત્યારે જીએસટીવીની ટીમે વિવિધ જિલ્લાઓમાંથી આવતી એસટી બસનો રિયાલટી ચેક કર્યો.

એસટીમાં મુસાફરી કરતા મુસાફરો સલામતી ખાતર એસટીમાં મુસાફરી કરતા હોય છે. બાકી એસટી બસમાં એવું તો શું બીજુ વિશેષ છે. પરંતુ અહીં તો સલામતીનો ભંગ જ કરાઇ રહ્યો હતો. આપણે ત્યાં એસટી ડેપોને આધુનિક કરાય છે, બસો નવી લેવાય છે. ટ્રાફિકના નિયમો કડક કરાય છે. પરંતુ એસટી બસમાં ચાલતી આ પ્રકારની નિયમ ભંગની લાલીયાવાડી બંધ થતી નથી. ત્યારે આ સ્થિતીમાં કેવી રીતે કહી શકાય સલામત સવારી.

READ ALSO 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter