GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

ગુજરાતમાં કોરોનાના દર્દીઓ રામભરોસે: કોરોનાની સૌથી અસરકારક દવાની અછત, હજારો રૂપિયા આપવા છતાં…

કોરોના

રાજ્યમાં કોરોના કેસ વધી રહ્યા છે તેવામા કોરોના માટે સૌથી અસરકારક દવા રેમડેસિવિરની મોટી અછત રાજ્યમાં ઊભી થઈ છે. તબીબો અનુસાર આ દવા કોરોનાને નાથવા માટે સૌથી મહત્વની છે.આ દવા આપતા કોરોના દર્દીઓને રાહત મળે છે અને શ્વાસ તરતજ બેસી જતો હોય છે.આ દવાના ઉપયોગ કરવામાં આવે તો મૃત્યુદર ઘટી શકે તેમ છે.પરંતુ રાજ્યમાં સરકાર અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓના પાપે કોરોના ના જરૂરિયાત વાળા દર્દીઓ ને આ દવા મળી રહી નથી.રાજ્ય માં આવતી આ તમામ દવા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા લઈ લેવામાં આવે છે જેથી જરૂરિયાત વાળા દર્દીઓ સુધી આ દવા પહોંચી શક્તિ નથી.

મળતી માહિતી અનુસાર રાજ્યમાં રેમડેસિવિર દવા આવતાની સાથે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કબ્જે લઇ લેવામાં આવે છે.અને જ્યાં સુધી ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશ્નર આપવાની કહે ત્યારબાદ આ દવા આપવામાં આવે છે.જોકે મહત્વની બાબત એછેકે આ દવા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ના અધિકારીઓ વી.વી.આઇ.પી લોકો ને સારા થવા માટે તેમના માટે યુઝ કરે છે.આ દવા મેળવવા માટે કોરોના સામે જંગ લડી રહેલા દર્દીના સ્વજનો પાસે કોઈ યોગ્ય લાગવગ ના હોય તો આ દવા મળવી મુશ્કેલ થઈ જાય છે.જો આ દવા જરૂરિયાત વાળા કોરોના દર્દી ને આપવામાં આવે તો તેનું જીવન બચાવી શકાય છે પરંતુ રાજ્યમાં રેમડેસિવિર દવાની મોટી અછત છે.

ગુજરાત કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિયેશનના ચેરમેને કહ્યું દવા ક્યાંય છે જ નહી

રાજ્ય સરકાર કોરોનાને નાથવામાં સંપૂર્ણ નિષ્ફળ રહી છે તેવામાં હવે કોરોનામાં સૌથી અસરકારક દવા રેમડેસિવિર આખા રાજ્યમાં ક્યાંય નથી મળી રહી.જેથી કોરોનાની દવાની મોટી અછત રાજ્યમાં જોવા મળી રહી છે.ડોકટર દ્વારા આ દવા લેવા માટે કહે છે પરંતુ દવાની મોટી અછત હોવાથી દર્દીઓ આ દવા લેવા માટે ભટકી રહ્યા છે.રાજ્યમાં ક્યાંય પણ આ દવા ઉપલબ્ધ નથી.અને ડોકટરો એ પણ આ વાત સ્વીકારી છે.ત્યારે ગુજરાત કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિયેશનના ચેરમેન જસુ ભાઈ પટેલ એ જણાવ્યું હતુ કે રાજ્યમાં કોરોના માટેની સૌથી અસરકારક દવા રેમડેસિવિરની મોટી અછત છે.તેમને જણાવ્યું કે રાજ્ય મા દવા આવે તો ફૂડ એન્ડ ડ્રગ્સ ના અધિકારી ઓ વી.આઇ.પી.લોકો માટે સ્ટોક કરે છે જેથી જરૂરિયાત વાળા દર્દીઓને આ દવા મળતી નથી. અત્યારે સુધી રાજ્યમાં હજારો દર્દીઓ વચ્ચે માત્ર ગુજરાતમાં 48 વાયલ આપવામાં આવ્યા.ગુજરાતમાં આવેલા તમામ દવાઓ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અધિકારીઓ કહે તોજ મળે છે…જેથી જરૂરિયાત વાળા લોકો ને આ દવા નથી મળી રહી.હાલ એક પણ મેડિકલ સ્ટોરમા આ દવા ઉપલબ્ધ નથી.

દવા માટે ભટકી રહેલા કોરોના દર્દીના સ્વજન

રાજ્યમાં પહેલા એકટેમરા એટલેકે ટોસિલોઝૂમેબ નામના ઇન્જેક્શન માટે કોરોના ના દર્દીઓ ભટકી રહ્યા હતા.અને હવે કોરોનામાં સૌથી વધુ અસરકારક દવા રેમડેસિવિર ન મળતાં લોકો તે લેવા માટે વલખાં માળી રહ્યાં છે.તેવામાં રાજ્ય ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ Vvip લોકો ને સાચવવામા પડ્યો છે અને દવાની જેને વધુ જરૂરિયાત છે તેવા લોકો પોતાના સ્વજન ને બચાવવા માટે આમ તેમ વલખાં માળી રહ્યા છે.ત્યારે આવાજ એક કોરોના પીડિત દર્દીના સ્વજન પ્રમોદ ઠક્કર એ ગુજરાત સમાચાર ની ટીમ સાથે વાતચિત કરી . તેમને કહ્યું કે આ દવા માટે હું મેડિકલ મેડિકલ ફર્યો છું મને ક્યાંય દવા ના મળી. અંતે ગણા લોકો પાસે ફોન કરાવ્યા તેમ છતાં મને કોઈએ દવા ના આપી.હું ત્રણ કલાક જેટલો સમય દવા લેવા માટે કંપનીના ડેપો ની બહાર બેસી રહ્યો ત્યારે ડેપો દ્વારા કહેવામાં આવ્યું કે અમને ગાંધીનગર થી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીએ દવા ના આપવા માટે કહ્યું છે.ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કહે તોજ આ દવા આપીશું આ દવા ગુજરાત મા નથી મળતી તેમ કહી દવા ના આપવામાં આવિ.ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના જોઇન્ટ કમિશ્નર વી.આર.શાહ કહે તોજ આ દવા અમે તમને આપીએ.

સરકાર કોરોના દર્દીઓને મારવા માંગે છે કે શું ?

રાજ્ય સરકાર દ્વારા વારંવાર કોરોના ના દર્દીઓની યોગ્ય સારવાર અને પૂરતી દવા મળતી હોવાની વાત કરવામાં આવે છે.પરંતુ તે વાતો માત્ર કહેવા પૂર્તીજ છે.રાજ્ય માં કોરોના માટે સૌથી વધુ અસરકારક દવા રેમડેસિવિર કોરોના ના જરૂરિયાત મંદ દર્દીઓને મળી રહી નથી.રાજ્યમાં દવા આવે કે તરતજ તેના ઉપર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ના અધિકારીઓ તરાપ માળે છે અને પોતાના કબજામાં લઈ છે.એટલુજ નહિ એ દવા વી.વી.આઇ.પી લોકોને સાચવવા માટે જરૂરિયાત વાળા કોરોના દર્દી ને આપવામાં આવતી નથી.ત્યારે હવે સવાલ એ થઈ રહ્યો છેકે શું સરકાર કોરોના દર્દીઓને મારવા માંગે છે?

Read Also

Related posts

અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ બાદ દિવાળી જેવો માહોલ, CM યોગીએ ફોડ્યાં ફટાકડા

Mansi Patel

ચીનમાં નવા વાયરસનો કહેર, સાત લોકોના મોત, 60થી વધારે થયા સંક્રમિત

Mansi Patel

VIDEO: અયોધ્યામાં શ્રીરામના આગમન ઉપર અક્ષરા સિંહનું આ ગીત, વિડીયો મચાવી રહ્યો છે યુ-ટ્યુબ ઉપર ધૂમ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!