GSTV

રસીકરણ/ ગુજરાતે વેક્સિનેશનમાં બનાવ્યો નવો રેકોર્ડ : 5મી ઓગસ્ટે આટલા લાખ લોકોને અપાઈ વેક્સિન, બાકી હોય તો લઈ લેજો

રસીકરણ

Last Updated on August 5, 2021 by Pritesh Mehta

ગુજરાતે કોરોના રસીકરણ ઝૂંબેશ વેગવંતી બનાવી અત્યાર સુધીમાં ૩ કરોડ પ૦ લાખથી વધુ વેકસીનેશન ડોઝ આપવાની સિદ્ધિ મેળવી છે. રાજ્યમાં ૧૮ વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ ૪ કરોડ ૯૩ લાખ ર૦ હજાર ૯૦૩ લોકોમાંથી અત્યાર સુધીમાં ર કરોડ ૬૪ પ૭ હજાર ૪૩૯ પ્રથમ ડોઝ અને ૮પ લાખ ૪૩ હજાર પ૯પ બીજો ડોઝ એમ સમગ્રતયા ૩,પ૦,૦૧,૦૩૪ ડોઝ વેકસીનેશન થયું છે. ગુરૂવારે તા.પમી ઓગસ્ટે એક જ દિવસમાં રાજ્યભરમાં પ.૮૧ લાખથી વધુ વેકસીનેશન ડોઝ આપીને પણ એક દિવસમાં સૌથી વધુ વેકસીનેશન ડોઝ રાજ્યમાં આપવામાં આવ્યા છે

રસીકરણ

સમગ્ર રાજયમાં તા.૧૬ જાન્યુઆરી-૨૦૨૧ થી રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં થયો હતો.  રસીકરણ માટે પાત્રતા ધરાવતા ૪ કરોડ ૯૩ લાખ ર૦ હજાર ૯૦૩ લોકોમાંથી પ્રથમ તબક્કામાં હેલ્થ કેર વર્કરોને રસી આપવામાં આવી હતી જેમાં અત્યાર સુધીમાં કુલ ૬,૨૨,૯૪૯ લાખને પ્રથમ ડોઝ તેમજ પ,૧૦,૬૭૩હેલ્થ કેર વર્કરોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. સમગ્ર દેશમાં ફ્રન્ટ લાઇન વર્કરોનું રસીકરણ શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. તા. ૩૧મી જાન્યુઆરી-૨૦૨૧થી ફ્રન્ટ લાઇન વર્કરોનું રસીકરણ સમગ્ર રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું હતું જેમાં કુલ ૧૩,૪૨,૬૧૧ ફ્રન્ટલાઇન વર્કરોને પ્રથમ ડોઝ તથા ૧૦,૦૫,૬૪૦ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

ત્યારબાદ ૧ લી માર્ચ-૨૦૨૧ના રોજ થી ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા તથા ૪૫ થી ૫૯ વર્ષ ઉંમરના અન્ય રોગ ધરાવતા નાગરિકોને રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. તા. ૧લી એપ્રિલ-૨૦૨૧ના રોજથી ૪૫ વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓને કોવિડ-૧૯ની રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ૪૫થી વધુ ઉંમર ધરાવતા રાજ્યના કુલ ૧,૨૫,૨૬,૩૭૨ લોકોને પ્રથમ ડોઝ તેમજ ૬૨,૪૫,૭૬૬ વ્યક્તિઓને બીજો ડોઝ આપવામાં આવેલ છે.

રસી

ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ તા. ૧ મે-૨૦૨૧ના રોજથી રાજ્યમાં રાજ્યના ૭ કોર્પોરેશન તથા ૩ જિલ્લા માં ૧૮-૪૪ વર્ષ વય જુથ માટે રસીકરણની કામગીરી અને તા. ૪ થી જુન-૨૦૨૧થી રાજ્યના તમામ જિલ્લા અને કોર્પોરેશનમાં આ વય જુથમાં રસીકરણની કામગીરી શરૂ થઈ છે.

vaccine

અત્યાર સુધીમાં આ વય જુથના ૧,૧૯,૬૫,૫૦૭ કરોડ પ્રથમ ડોઝ અને ૭,૮૧,૫૧૬ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ, સમગ્રતયા તા. ૦૫.૦૮.૨૦૨૧ સુધીમાં રાજ્યમાં તમામ જુથોના ૨,૬૪,૫૭,૪૩૯ પ્રથમ ડોઝ તથા ૮૫,૪૩,૫૯૫  બીજો ડોઝ મળી કુલ ૩,૫૦,૦૧,૦૩૪ વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

રસીકરણ / કોરોના રસી લીધા પછી જ ધંધો કરવાની મળશે છૂટ, રાજ્યના આ વિસ્તારના પ્રાન્ત અધિકારીનું ફરમાન

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યભરમાં 22 લાખથી વધુ લોકોને આપવામાં આવી કોરોના રસી, અમદાવાદીઓમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!