GSTV

મોંઘુ ઘરેણું: નવા આકર્ષણો સાથે નવો ચાર્જીસ છતાં લોકોની ભારે ભીડ, સાયન્સ સીટી ખાતે ભાવ હળવા કરવા ઉઠી રહી છે લોકમાંગ

Last Updated on July 18, 2021 by Pritesh Mehta

અમદાવાદના સાયન્સ સીટી ખાતે લોકો અને ખાસ તો બાળકોને ઉપયોગી બને તેના માટે અનેક ઇવેન્ટ શરુ કરવામાં આવી છે.જેનું 2 દિવસ પહેલા પીએમ મોદી દ્વારા લોકાર્પણ કરાયું. જેને લઈને લોકોનો ભારે ધસારો જોવા મળ્યો છે.જેથી 4 કલાકમાં જ પ્રવેશ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ લોકો ફી ઓછી કરવા માંગ પણ કરી રહ્યા છે.

સાયન્સ સીટી

સાયન્સ સીટી ખાતે લોકોને જે વિદેશમાં જોવા મળે તેવી એકવેટિક ગેલેરી, નેચર પાર્ક અને બાળકોને ઉપયોગી થાય તેના માટે રોબોટિક ગેલેરી બનાવવામાં આવી છે. 2 દિવસ પહેલા પીએમ મોદીના હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેથી શનિવારથી જ જનતા માટે પ્રવેશ શરુ કરવામાં આવ્યો હતો. જેથી શનિવાર અને રવિવાર બંને દિવસ સાયન્સ સીટી ફૂલ થઇ રહી છે. સવારે 8 વાગ્યે પ્રવેશ શરુ કરવામાં આવે છે પરંતુ લોકોનો ધસારો વધતા 12 વાગતા તો પ્રવેશ પ્રતિબંધ લગાવવાની ફરજ પડી રહી છે. હાલમાં કોવીડના કારણે દરરોજ માત્ર ૧૦૦૦ લોકોને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

કોરોના કાળમાં લોકોનું હરવા ફરવાનું બંધ થઇ ગયું છે. ત્યારે હવે શહેરમાં જ આ પ્રકારની એક્વેટીક ગેલેરી અને રોબોટિક ગેલેરી બની જતા લોકો ખુશ છે અને સાયન્સની દુનિયાની મુલાકાત લેવા પહોંચી રહ્યા છે. પરંતુ લોકોને જે ચાર્જ વસુલવામાં આવી રહ્યો છે તેનાથી થોડી પરેશાની છે.

કારણ કે જો એક વ્યક્તિ અંદરના તમામ સ્થળની મુલાકાત લે તો અંદાજે ૩ હજાર જેટલો ચાર્જ થાય છે. જેથી જો 4 વ્યક્તિઓ એક પરિવાર મુલાકાત માટે આવે તો અંદાજે 12 હજાર જેટલો ખર્ચ થઇ જાય આવા સંજોગોમાં સામાન્ય વર્ગના વ્યકિત માટે સાયન્સ સિટીની મુલાકાત પરવળે તેમ નથી. તો બીજી તરફ સ્કુલના બાળકો માટે પણ નજીવી ફી કરવામાં આવે એવી પણ માંગ કરવામાં આવી રહી છે.

લોકો કહે છે કે જો સરકાર ખરેખર ઇચ્છે છેકે બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે અભિરૂચી વધે તો બાળકો અને વિદ્યાર્થીઓ માટેનો જે દર વસૂલાય રહ્યો છે તેમાં પ્રોફેન્શલ ચાર્જ વસૂલાય રહ્યો છે તે પ્રોફેશન્લ ચાર્જ દૂર કરવો જોઇએ.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ,ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

કુંદ્રાના કાંડમાં ફસાયેલી શિલ્પા શેટ્ટીના સપોર્ટમાં આવ્યા હંસલ મહેતા: સારા સમયમાં બધા પાર્ટી કરવા આવશે, ખરાબ સમયે મૌન ધારણ કરી લેશે

Pravin Makwana

ઓગસ્ટમાં તહેવારોની વણજાર: શ્રાવણમાં આ તારીખે આવી રહ્યો છે ભાઈ-બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન

Pravin Makwana

ખુશખબર / હવે ઇચ્છે ત્યારે પ્રવેશ લઇ શકશો અને છોડી પણ શકશો, આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!