GSTV

BREAKING / રાજ્ય સરકાર શાળાઓ શરૂ કરવા અંગે લઇ શકે છે મહત્વનો નિર્ણય, કોરોના ન નડ્યો તો આ મહિનાથી થશે શરૂ

school

Last Updated on June 23, 2021 by Karan

રાજ્યામાં કોરોનાની બીજી લહેર હળવી પડતા રાજ્યમાં  શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ કરવા સરકાર મહત્વનો નિર્ણય લઈ શકે છે.  ગાંધીનગરમાં આજે મળેલી  કેબિનેટ બેઠકમાં શાળાઓ શરૂ કરવા અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી. કોરોનાના કેસ ઘટતાં શાળાઓ શરૂ કરવા રાજ્ય સરકાર હકારાત્મક મૂડમાં છે. જો કોરોનાની અસર ઘટશે તો સરકાર ઓગસ્ટના અંતમાં શાળાઓ શરૂ કરે તેવી સંભાવના છે.

આગામી બે માસમાં શાળાઓ શરૂ કરવા રાજ્ય સરકારની વિચારણા

આગામી બે માસમાં શાળાઓ શરૂ કરવા રાજ્ય સરકારની વિચારણા છે.  ઓફલાઈન શૈક્ષણિક કાર્ય શરૂ કરવા બાબતે કેબિનેટમાં ગંભીર ચર્ચા કરવામાં આવી. ઓફ લાઈન શાળા શરૂ કરવા આગામી સમયમાં એસઓપી નક્કી કરવામાં આવશે. એસઓપી આધિન શૈક્ષણિક કાર્ય શરૂ થાય તેવું આયોજન કરવામાં આવશે.

ગુજરાતમાં કોરોના કાબૂમાં લેવા રસીકરણને પ્રાથમિકતા

ગુજરાતમાં સોમવારની સરખામણીએ મંગળવારે કોરોના રસીકરણમાં સાધારણ ઘટાડો નોંધાયો હતો. મંગળવારે ૪,૫૩,૩૦૦ દ્વારા કોરોના રસી લેવામાં આવી હતી. આ પૈકી ૧,૦૦,૯૧૫ એટલે કે ૨૦%થી વધુ રસી માત્ર અમદાવાદ, સુરત એમ બે જિલ્લામાંથી અપાઇ હતી.

ગુજરાતમાં આજે ૧૮-૪૫ સુધીના પ્રથમ ડોઝ લેનારા સૌથી વધુ ૩.૧૦ લાખ હતા. આ સિવાય ૪૫થી વધુ ઉંમરના પ્રથમ ડોઝમાં ૬૭૭૫૯, ૪૫થી વધુ ઉંમરના બીજા ડોઝમાં ૫૦૧૧૯ હતા. આજે અમદાવાદ શહેરમાંથી સૌથી વધુ ૪૦,૦૦૩-સુરત શહેરમાંથી ૩૯,૫૫૦-ભરૃચમાંથી ૧૯,૭૪૬ દ્વારા કોરોના રસી લેવામાં આવી હતી. બીજી તરફ ડાંગમાંથી સૌથી ૪૬૫, જુનાગઢ શહેરમાંથી ૨૦૮૯, જામનગર શહેરમાંથી ૨૪૯૯નું કોરોના રસીકરણ થયું હતું.

આ સાથે જ રાજ્યમાં કુલ રસીકરણનો આંક હવે ૨.૩૦ કરોડ છે. જેમાંથી અમદાવાદ શહેરમાંથી સૌથી વધુ ૨૬.૮૦ લાખ, સુરત શહેરમાંથી ૧૮.૯૦ લાખ, વડોદરા શહેરમાંથી ૧૧.૧૯ લાખ, બનાસકાંઠામાંથી ૯.૮૧ લાખ, મહેસાણામાંથી ૮.૪૧ લાખ કોરોના રસીના ડોઝ અપાઇ ચૂક્યા છે. રાજ્યમાં ૯૯.૨૧ લાખ પુરુષ, ૮૧.૭૬ લાખ મહિલાઓએ કોરોના રસી લીધી છે.

માસ પ્રમોશનથી વર્ગમાં છાત્રોની સંખ્યા વધશે

ધો.૧થી૮ અને ધો.૯થી૧૨માં આ વર્ષે માસ પ્રમોશન થતા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં પ્રવેશની મોટી સમસ્યા ઉભી થઈ છે ત્યારે શિક્ષણ વિભાગ ધો.૯,૧૧ અને ધો.૧૦-૧૨માં વર્ગદીઠ વિદ્યાર્થી પ્રવેશની જોગવાઈમાં મહત્વનો ફેરફાર કરતા ૬૦ને બદલે હવે ૭૫ વિદ્યાર્થીને પ્રવેશ આપવાની છુટ આપી છે.જો કે બીજી બાજુ સરકારે વિદ્યાર્થીઓ વધતા નાણાકીય,મહેકમ અને વિષય ભારણ નહી ભોગવવાની સ્પષ્ટતા કરી છે.

ધો.૯ અને ધો.૧૧માં પ્રવેશ માટેની હાલની જોગવાઈ મુજબ વર્ગરૃમમાં વિદ્યાર્થી માટે સગવડ હોય તેટલા વિદ્યાર્થીને પ્રવેશ આપી શકાય પરંતુ વધુમાં વધુ ૬૦ વિદ્યાર્થીને જ પ્રવેશ આપી શકાય છે અને ૬૦ કરતા વધુ વિદ્યાર્થીને પ્રવેશ માટે પુરતી સાધન-સામગ્રી હોય  તો પાંચ કરતા વધારે ન હોય તેટલા વિદ્યાર્થીનેને સંબંધિત અધિકારી દ્વારા પ્રવેશની મંજૂરી છે.જ્યારે સરકારે માસ પ્રમોશનને લીધે આ જોગવાઈમાં મહત્વનો સુધારો કરતા હવે વર્ગરૃમમાં ૬૦ને બદલે ૭૫ વિદ્યાર્થીને પ્રવેશ આપી શકાશે. જે વર્ગરૃમમાં ૭૫ કરતા વધુ વિદ્યાર્થીઓ સમાવવાની પુરતી જગ્યા અને સાધન-સામગ્રી હોય તે રૃમમાં વધુ વિદ્યાર્થીઓને શાળાના વડાની વિવેકબુદ્ધીથી પ્રવેશ આપી શકાશે.

સરકારના ઠરાવ મુજબ  વર્ષ ૨૦૨૧-૨૨ માટે ધો.૯ અને ધો.૧૧માં તેમજ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે ધો.૧૦ અને ધો.૧૨માં ૭૫ વિદ્યાર્થીને એક વર્ગમાં પ્રવેશની જોગવાઈ લાગુ પડશે.સરકારે આ ઠરાવ સાથે એ પણ ખાસ સ્પષ્ટતા કરી છે. આ જોગવાઈનો અમલ સ્થાનિક કક્ષાએ પુરતી સતર્કતા સાથે એ રીતે કરવાનો રહેશે  કે જેનાથી  રાજ્ય સરકાર ઉપર તેને કારણે કોઈ પણ વધારાનું નાણાકીય ,મહેકમ સંબંધિત  કે વિષયક ભારણ  અને કાયદાકીય જવાબદારી ઉદભવે નહી.હાલ ધો.૧૧માં સાયન્સમાં વર્ગદીઠ ૬૬ વિદ્યાર્થીને પ્રવેશ અપાય છે ત્યારે અમદાવાદ સહિતના મુખ્ય શહેરોની સારી સ્કૂલોમાં પ્રવેશને લઈને લાંબુ વેઈટિંગ હોય છે અને ભારે ધસારો રહે છે ત્યારે ૭૫ વિદ્યાર્થી સંખ્યાથી પણ સમસ્યાનો નિકાલ આવે તેમ નથી.ઉપરાંત હાલ શિક્ષક વર્ગદીઠ ૬૦ વિદ્યાર્થીને માંડ સારી રીતે ભણાવી શકે છે ત્યારે એક સાથે ૭૫થી૮૦ વિદ્યાર્થીને કલાસમાં એક સાથે બેસાડી કઈ રીતે ભણાવશે તે મોટો પ્રશ્ન છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

સૌરાષ્ટ્ર પટેલ સમાજના કાર્યક્રમમાં થયો ચમત્કાર, ભાજપ કોંગ્રેસના નેતાઓ એક મંચ પર જોવા મળ્યા

Pritesh Mehta

ભાવનગર: અલંગમાં વધુ એક આગની ઘટના, 2-2 તાલુકાના ફાયરના અધિકારીઓ દોડતા થયા

Pritesh Mehta

લુણાવાડાના બીએલઓ સામે જનાક્રોશ, સતત ગેરહાજર રહેતા લોકોને ખાવા પડે છે ધરમના ધક્કા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!