GSTV

મેઘ મલ્હાર/ કડાકા ભડાકા સાથે આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં પડશે ભારે વરસાદ, સૌરાષ્ટ્રમાં મેઘરાજા એક્ટિવ

વરસાદ

Last Updated on September 17, 2021 by Bansari

સૌરાષ્ટ્રના સોમવારના ભારે વરસાદની કળ હજુ વળી નથી ત્યારે ચોમાસુ હજુ પણ સક્રિય છે અને હળવા ભારે ઝાપટાંથી ધોધમાર વરસાદ જારી રહ્યો છે. જામખંભાળિયાના ભાટિયા તાલુકામાં આજે ધોધમાર સાડાત્રણ ઈંચ વરસાદ વરસી જતા ઠેરઠેર જળબંબાકાર સર્જાયો હતો તો તાજેતરમાં પૂરની વિકટ સ્થિતિનો સામનો કરનાર જામનગરના લાલપુરમાં આજે વધુ ૨ ઈંચ ધોધમાર વરસાદ વરસી ગયો હતો અને અન્ય સ્થળે પણ હળવો-ભારે વરસાદ નોંધાયો છે.

રાજકોટ સહિત 7  જિલ્લામાં 20થી વધુ સ્થળોએ ધોધમાર ઝાપટાં વરસ્યા

આજે રાત્રિ સુધીમાં સૌરાષ્ટ્રમાં લોધિકા, જામજોધપુરમાં સવા ઈંચ, રાજકોટમા અને ધારીમાં એક ઈંચ, જામનગર, ગીરગઢડામાં પોણો ઈંચ, જેતપુર, તલાલા, લિલીયા, ભેંસાણ, બગસરા, સાવરકુંડલા અને કેશોદમાં અર્ધો ઈંચ વરસાદ નોંધાયો છે.

રાજકોટ શહેરમાં આજે બપોર સુધી ઉઘાડ રહ્યા બાદ દોઢ વાગ્યા બાદ આકાશ વાદળોથી ઘેરાયું હતું અને ધોધમાર વરસાદ વરસી જતા અનેક લોકો નાછૂટકે ભીંજાયા હતા. માર્ગો પર ઠેરઠેર પાણી ભરાયા હતા.

વરસાદ

અન્ય સ્થળોમાં વેરાવળ, પડધરી, કોટડાસાંગાણી, રાજુલા, વાંકાનેર, ભાણવડ, માણાવદર, વિસાવદર, મેંદરડા, જસદણ, મુળી, વડિયા, જુનાગઢ, માંગરોળ, જામકંડોરણા, ઉના સહિતના ૨૦થી વધુ સ્થળોએ વરસાદના હળવા ભારે ઝાપટાં વરસી ગયા હતા.

આવતીકાલે ભારે વરસાદની ચેતવણી નથી પરંતુ, તા.૧૮,૧૯ અને તા.૨૦ એટલે કે શનિવારથી સોમવાર ત્રણ દિવસ જેમાં સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રવિવાર-સોમવાર હળવા-મધ્યમથી ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગે આજે જારી કરી છે. વરસાદની સાથે ૪૦થી ૬૦ કિ.મી.ની તીવ્ર ઝડપે પવન અને વિજળીના કડાકા ભડાકાની પણ સંભાવના છે.

Read Also

Related posts

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari

‘આજે સાચુ બોલવાની કોઈ હિમ્મત નથી કરી રહ્યા’, રાજકારણ હવે વેપાર: સત્યપાલ મલિક કોના પર સાધી રહ્યા છે નિશાન

Zainul Ansari

હતા ત્યાં ને ત્યાં / કિસાન સૂર્યોદય યોજનાનું સુરસુરિયું, ખેડૂતોને ફરી રાત ઉજાગરા કરવાનો વારો આવ્યો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!