GSTV

હું ૨૨ વર્ષની મેડિકલ કોલેજમાં ભણતી વિદ્યાર્થિની છું એક રાતનો કર્યો પ્રયોગ પણ ગઈ ફેલ, હવે શું કરવું જોઈએ

પ્રશ્ન : હું ૨૨ વર્ષની સ્ત્રી છું અને ૧૫ મહિના અગાઉ જ મારા લગ્ન થયાં છે. મને જાણવા મળ્યું છે કે મારા પતિ એચ.આઈ.વી. પોઝિટિવ છે. મારા પતિએ મને કહ્યું કે આ રોગ પ્રારંભિક અવસ્થામાં છે, પરંતુ સાચું તો એ છે કે હનીમૂનથી પાછા ફર્યાં બાદ તેમની તબિયત બગડવાની શરૂ થઈ ગઈ. આ દરમિયાન જ મારો પણ એચ.આઈ.વી.નો ટેસ્ટ કરવામાં આવ્યો તો તે નેગેટિવ આવ્યો છે. હવે ડૉક્ટરોનું કહેવું છે કે તેમને આ ઈન્ફેક્શન કદાચ કોઈ એચ.આઈ.વી. દૂષિત સોયથી રસી લેવાના કારણે થયું છે. મારા પતિ દવા લઈ રહ્યા છે અને તેમની પરિસ્થિતિમાં થોડો ઘણો સુધારો પણ થયો છે. હું જાણવા માંગું છું કે શું એવી કોઈ દવા કે ઈલાજ છે, જેનાથી આ રોગ બિલકુલ મટી જાય? શું આવા સંજોગોમાં મારા પતિ સાથે કોન્ડોમ વગર સંભોગ કરવો કેટલે અંશે યોગ્ય છે? મારા પતિ કાયમ કોન્ડોમનો ઉપયોગ કરે છે, પરંતુ ક્યારેક ક્યારેક કોન્ડોમ વગર પણ સંભોગ કરી લેતા હોય છે. શું આવું કરવું બરાબર છે અને હું તેમના બાળકની મા બની શકું કે કેમ? મને ખૂબ ચિંતા થાય છે. કૃપા કરીને મને સલાહ આપશો. – એક મહિલા (અમદાવાદ)

સ્તન

ઉત્તર : તમારી સાથે જ કંઈ બન્યું તે ખૂબ જ ખરાબ બન્યું છે. તમારા પતિ ક્યારે અને કેવી રીતે એચ.આઈ.વી. ગ્રસ્ત બન્યા તે વિશે કોઈપણ ડૉક્ટર નિશ્ચિત રૂપથી કંઈપણ કહી શકે નહીં, પરંતુ હવે તમારે કોન્ડોમ વગર જાતીય સંબંધો ન બાંધવા જોઈએ. હજુ સુધી તમે એચ.આઈ.વી.પોઝિટિવ નથી એ એક ચમત્કાર જ ગણી શકાય, પરંતુ આવી રીતે પતિ સાથે શારીરિક સંબંધ બાંધતા રહેશો તો તમે પણ એચ.આઈ.વી. પોઝિટિવ બની જશો. એચ.આઈ.વી.પોઝિટિવ બન્યા બાદ પણ શરૂઆતના ત્રણ મહિના સુધી એચ.આઈ.વી. પકડાઈ ન શકે. એથી આગળ જતાં સંભોગ દરમિયાન ધ્યાન રાખવું અને કોન્ડોમનો ઉપયોગ ચોક્કસ કરવો. તેમના બાળકની માતા બનવાની વાત છે તો એ શક્ય નથી. પહેલાં તમારા એચ.આઈ.વી.પોઝિટિવ હોવાની મજબૂત શક્યતાઓ રહેશે અને આવું બન્યું તો તમારા દ્વારા વાયરસ બાળકમાં જઈ શકે છે.

હા, જ્યાં સુધી પતિની સારવારનો પ્રશ્ન છે તો એ કડવું સત્ય છે કે હજુ સુધી એવી કોઈ દવા નથી બની જે હ્યૂમન ડેફિશિયન્સીના વાયરસને નાબૂદ કરી શકે. દુનિયાભરની પ્રયોગશાળામાં એવા પ્રયત્નો ચાલુ જ છે અને કેટલીક વિશેષ વાયરસ શોધી દવાઓ બનાવવામાં પણ આવી છે, પરંતુ તેની મદદથી એઈડ્સના રોગીનો શ્વાસ થોડો વધુ સમય સુધી ચાલુ રાખી શકાય છે. તેનાથી જીવનદાન ન આપી શકાય. કેટલાક વૈદ્યહકીમો દાવો જરૂર કરે છે, પરંતુ કોઈની પણ પાસે એવી કોઈ દવા નથી જે આ રોગને દૂર કરી શકે.

જેમ જેમ આ રોગ વધતો જાય છે અને શરીરની રોગપ્રતિકારશક્તિ ઘટતી જાય છે. તેમ તેમ શરીર રોગોથી ઘેરાતું જાય છે. એનું વજન ઘટતું જાય છે. ઝાડા અને તાવની મુશ્કેલી ઊભી થાય છે. ઉધરસ થઈ શકે છે, શરીર પર જ્યાં ને ત્યાં ગાંઠો થઈ શકે છે, ચામડી પર હર્પિસના ચાંદા પડે છે, મોં અને ગળામાં ફોડલીઓ પડે છે. વારંવાર ન્યૂમોનિયાની અસર થાય છે.

પ્રશ્ન : હું ૨૨ વર્ષની મેડિકલ કોલેજમાં ભણતી વિદ્યાર્થિની છું. કોલેજના સમયમાં મારે એક વિદ્યાર્થી સાથે શારીરિક સંબંધ બંધાયો હતો, પરંતુ ચરમસુખનો અનુભવ ન થયો. ત્યારથી હું હીનભાવનાથી ગ્રસ્ત છું. – એક યુવતી (મુંબઈ)

ઉત્તર : આ પ્રકૃતિની વિચિત્ર રમત છે. સહવાસ ક્રીડામાં પુરુષ હંમેશાં થોડી મિનિટમાં જ સ્ખલિત થઈ જાય છે, જ્યારે સ્ત્રીને ચરમસુખ પ્રાપ્ત કરવામાં સમય લાગે છે. માનસિક દબાણ હોય તો પણ પુરુષ મોટાભાગે જલદી સ્ખલિત થઈ જાય છે, જ્યારે સ્ત્રી ચરમસુખ પ્રાપ્ત નથી કરી શકતી. તમારી સાથે જે કંઈ થયું એ કોઈ નવાઈની વાત નથી. આ બાબત એ વાતનો સંકેત નથી આપતી કે તમારી જાતીય ક્ષમતામાં કોઈ પ્રકારની ખામી છે.

તમે સગીર છો, તમારા સારા ખોટાનો નિર્ણય જાતે લઈ શકો છો, પરંતુ મારી સલાહ એ છે કે આ પ્રકારના જાતીય પ્રયોગ કરવાના બદલે તમે એ સમયની રાહ જુઓ કે જ્યાં સુધી તમે લગ્નના બંધનમાં ન બંધાઈ જાઓ.

Related posts

સુરત ખાતે ફોર વ્હીલ કાર લઈને ચેઇન સ્નેચિંગ કરવા આવતા શખ્સની ધરપકડ

Nilesh Jethva

KBC: 1 કરોડના સવાલનો જવાબ ન આપી શકી આ સ્પર્ધક, શું તમે જાણો છે સાચો જવાબ ?

Nilesh Jethva

દિલ્હીમાં 5000થી વધુ કોરોના કેસ નોંધાતા સરકારે બદલ્યો ટેસ્ટિંગ માટેનો એક્શન પ્લાન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!