GSTV

દરિયાકાંઠે વસતા ગામોને લઇ CM રૂપાણીનો અત્યંત મહત્વનો નિર્ણય, 102 કરોડની આ યોજનાને આપી મંજૂરી

Last Updated on June 19, 2021 by Dhruv Brahmbhatt

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના દરિયાકાંઠે વસતા ગામો અને વિસ્તારોમાં દરિયાઈ ખારાશ પ્રવેશતી અટકાવવાની આગવી સંવેદના દર્શાવી છે. મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ગીર સોમનાથ જિલ્લાના ગામોમાં દરિયાઈ ક્ષાર પ્રવેશ નિયંત્રણ અને જમીનની વધતી ખારાશ અટકાવવા માટે રૂ. ૧૦૨ કરોડની બહુહેતુક યોજનાને સૈધાંતિક મંજૂરી આપી છે.

દરિયાઇ ક્ષાર પ્રવેશ અટકાવવા ૪૦ કી.મીની સ્પ્રેડીંગ કેનાલના કામો હાથ ધરાશે

આ યોજના અંતર્ગત આદરી બંધારાથી મૂળ દ્વારિકા બંધારા સુધીના સમગ્ર વિસ્તારમાં દરિયાઇ ક્ષાર પ્રવેશ અટકાવવા ૪૦ કી.મીની સ્પ્રેડીંગ કેનાલના કામો હાથ ધરાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ વિસ્તારના લાખો નાગરિકો અને ગામોના લાંબા ગાળાના હિતને ધ્યાનમાં રાખી આ યોજના મંજૂર કરી છે. આના પરિણામે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ અને સુત્રાપાડા તાલુકાના ૨૩ ગામોની અંદાજે ૨૧૧૦ હેકટર વધુ જમીનમાં દરિયાઈ ખારાશ પ્રવેશતી અટકતા જમીન વધુ ફળદ્રૂપ બનશે.

આ ઉપરાંત કેનાલમાં મીઠું પાણી ભરાતા આ વિસ્તારમાં સિંચાઇ માટે ઉપયોગમાં લઇ શકાશે. સ્પ્રેડિંગ કેનાલના પાણીથી આસપાસના વિસ્તારોના કૂવા તળાવોમાં ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવશે અને સમગ્ર વિસ્તારમાં પીવા માટેનું મીઠું પાણી પણ મળતું થશે.

ગીર સોમનાથ જીલ્લામાં રૂ. ૧૦૧.૯૯ કરોડના ખર્ચે સ્પ્રેડિંગ કેનાલ બનાવાશે

આ ક્ષાર પ્રવેશ નિયંત્રણ અન્વયે ગીર સોમનાથ જીલ્લામાં રૂ. ૧૦૧.૯૯ કરોડના ખર્ચે આદ્રી બંધારાથી મૂળ દ્રારકા બંધારા સુધીમાં સ્પ્રેડિંગ કેનાલ ૪૦.૫૦ કીમીમાં બનાવવામાં આવશે. ક્રોસ ડ્રેનેજ વર્ક, નેશનલ હાઇવે અને રેલવે ક્રોસિંગ વગેરે મળીને નાના મોટા ૮૧ જેટલા સ્ટ્રક્ચર્સ પણ બનાવવામા આવશે.

ખાસ કરીને વેરાવળ શહેર અને સુત્રાપાડા શહેરના લોકોને ભુગર્ભ જળ ઉંચા આવવાથી પીવાનું પાણી મળતુ થશે. દરિયાના પાણીની ખારાશ આગળ વધતી અટકશે. વેરાવળ શહેરમાં દેવકા નદીના પુરના પાણી ઘુસવાની સમસ્યાથી પણ રાહત મળશે.

અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે દરિયાઇ ખારાશ જમીનમાં આગળ વધતી અટકાવવા રાજ્યના જળ સંપતિ વિભાગ દ્વારા ક્ષાર પ્રવેશ નિયંત્રણ અન્વયે સઘન કામગીરી હાથ ધરવામાં આવે છે. અત્યાર સુધીમાં જળસંપતિ વિભાગ દ્વારા ક્ષાર પ્રવેશ નિયંત્રણ હેઠળ ૪૬ ભરતી નિયંત્રક-બંધારા, ૧૮ પુન:પ્રભરણ જળાશયો, ૩૪ પુન:પ્રભરણ તળાવો, ૩૯૭ કૂવાઓ તેમજ ૨૨૦ કિ.મી. લંબાઇની સ્પ્રેડિંગ કેનાલ અને ૬૭૮ નાના માટો ચેકડેમો બાંધવામાં આવ્યાં છે.

આ સમગ્ર કામોથી સૌરાષ્ટ્ર વિસ્તારના ૮૭,૭૯૭ હેક્ટર જમીનમાં ફળદ્રૂપતા વધી છે અને ખારાશ પ્રસરતિ અટકવાનો ફાયદો થયો છે. એટલું જ નહીં, ક્ષાર પ્રવેશ નિયંત્રણ હેઠળ થયેલી કામગીરીથી ખેડૂતોને સિંચાઇ માટે પાણી ઉપલબ્ધ થયંઅ છે તેમજ દરિયાઇ વિસ્તારમાં ખારાશ આગળ વધતી પણ અટકી છે અને લાખો ખેડૂતોને સિંચાઇથી ખેતીવાડીમાં ફાયદો થયો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

IND vs SL / ભારતે શ્રીલંકાને 38 રને હરાવ્યું, ભુવનેશ્વર કુમારે 4 વિકેટ ઝડપી: સીરીઝમાં 1-0થી આગળ

Zainul Ansari

વિકાસ / ગુજરાતના આ બે સ્ટેશન બનશે મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ, 4 વર્ષના પ્રોજેક્ટ પર રેલ્વે ખર્ચ કરશે 1285 કરોડ રૂપિયા

Vishvesh Dave

સાબરમતિ રિવરફ્રન્ટ પર સુરક્ષાનો અભાવ: મોટાભાગની જગ્યાએ CCTV કેમેરા નથી, ગુનાનો ભેદ ઉકેલવા અનેક મુશ્કેલીઓ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!