GSTV

ગુજરાતમાં રૂપાણી સરકારનો કોરોના ટેસ્ટમાં નવો રેકોર્ડ, 1152 કોરોના પોઝિટીવ વચ્ચે 18નાં મોત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 1152 કેસ નોંધાયા છે. તો આજે કુલ 18 દર્દીઓના મોત થયા છે. જેમાં રાજકોટમાં 6, સુરતમાં 5, અમદાવાદમાં 4 લોકોના મોત થયા છે. આમ રાજ્યમાં કોરોનાના કારણે મૃત્યુઆંક 2715 થઇ ચૂક્યો છે. તો હાલમાં 75 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે. તો છેલ્લા 24 કલાકમાં કુલ 977 દર્દીઓને રજા આપવાની સાથે આજદિન સુધીમાં કુલ 57 હજાર 393 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વાત કરીએ તો સુરતમાં સૌથી વધુ 272, અમદાવાદમાં 159 કેસ, વડોદરામાં 120 કેસ નોંધાયા છે. આમ રાજ્યમાં કોરોનાના કેસ ઝડપભેર વધી રહ્યા છે..આજે સમગ્ર ગુજરાતમાં કુલ 50 હજાર 124 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો આજદિન સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 11 લાખ 09 હજાર 005 ટેસ્ટ કરવામા આવ્યા છે.

  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા – 1152
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 74,390
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 18
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 977
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 57,393
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા – 14,282

રાજ્યમાં કોરોનાનાં કેસ

રાજ્યમાં કોરોનાના નવા કેસોમાં સુરતમાં 272, અમદાવાદમાં 159, વડોદરામાં 119, રાજકોટમાં 95, અમરેલીમાં 35, ભાવનગરમાં 46, જામગનરમાં 38, જુનાગઢમાં 19, ગાંધીનગરમાં 30, પંચમહાલમાં 34, મહેસાણામાં 32, ગીરસોમનાથમાં 27, કચ્છમાં 27, સુરેન્દ્રનગરમાં 27, ભરૂચમાં 25, દાહોદમાં 21, મોરબીમાં 21, ખેડામાં 16, આણદ, નવસારીમાં 13-13, નર્મદા સાબરકાંઠામાં11-11, પાટણમાં 10, કેસ નોંધાયા છે.

હિંમતનગરનાં સવગઢમાં 3 કેસ નોંધાયા

હિંમતનગરને અડીને આવેલ સવગઢ ગામમાં 3 કોરોનાના કેસ નોંધાયા છે. જેમા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.પરિણામે ગામમાં બહારના વ્યક્તિના આવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.સાથેજ 14 દિવસ સુધી ગામમાં તમામ પાનના ગલ્લા પણ બંધ કરી દેવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

રાજસ્થાનમાં ચાલી રહેલુ શિક્ષક ભરતી આંદોલન બન્યું ઉગ્ર, આંદોલનકારીઓએ અસંખ્ય ગાડીઓ સળગાવી

Nilesh Jethva

કોરોનાના કેસ વધતા રાજ્યના આ ગામમાં લાગુ કરવામાં આવ્યું સ્વયંભૂ લોકડાઉન

Nilesh Jethva

કૃષિ બિલનો વિરોધ/ ગુજરાતમાં ખેડૂતોએ રોષ દાખવી માલ જ ન મોકલ્યો, મહેસાણામાં સૌથી વધારે અસર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!