GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

ગુજરાતમાં ટોપ લેવલની બેઠક : કોરોનાને પગલે ફફડી રૂપાણી સરકાર, આ છે હાજર

ગાંધીનગર ગુજરાતમાં કોરોના કેરથી (corona) સરકાર ચિંતામાં, હેલ્થ અધિકારી તથા તમામ પ્રભારી સચિવ સાથે તાકીદની બેઠક, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન આજે બપોરે 12 વાગ્યે સચિવાલય ખાતે કરાયું છે. (corona)જેમાં કોરોનાની વર્તમાન સ્થિતી અંગેની સમીક્ષા કરાશે. ગુજરાતમાં 241 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે, 17 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી – મુખ્ય સચિવ સહિતના અધિકારીઓ પણ રહેશે હાજર રહેવાના છે.

ગુજરાતમાં કોરોના કેરથી સરકાર ચિંતામાં

મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી એ નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપ સિંહ જાડેજાની ઉપસ્થિતિમાં વર્તમાન કોરોના વાયરસની સ્થિતિની સમીક્ષા અંગે ઉચ્ચ કક્ષાની બેઠક શરૂ કરી છે. આ બેઠક માં પ્રવર્તમાન કોરોના વાયરસ covid 19 ની સ્થિતિ અંગે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન સાથે જોડાયેલા અગ્રણી તબીબો તેમજ જિલ્લા મથકો ના ખાનગી ક્ષેત્ર ના તબીબો સાથે મુખ્ય મંત્રી નિવાસ સ્થાનેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા કરાશે. આ મહામારી સામે સૌ સાથે મળીને જંગ લડી સફળતા મેળવવા અને તબીબી જગત સરકાર સાથે ખભેખભા મિલાવી આ સ્થિતિમાં સક્રિય સેવા દાયિત્વ અદા કરે છે તેની સરહના કરવા સાથે તેમના સૂચનો પણ મેળવવામાં આવી રહ્યા છે.

હેલ્થ અધિકારી તથા તમામ પ્રભારી સચિવ સાથે તાકીદની બેઠક, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન

વિવિધ જિલ્લા કલેકટર કચેરીઓમાં જે તે જિલ્લાના પ્રતિષ્ઠિત ખાનગી તબીબો ઉપસ્થિત રહી ત્યાંથી આ વીડિયો કોન્ફરન્સમાં જોડાયા છે. મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્ય મંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસ નાથન તેમજ રાજયસરકાર ના વરિષ્ઠ સચિવો ગાંધીનગરમાં મુખ્ય મંત્રી વિજય ભાઈ સાથે આ બેઠકમાં હાજર છે.

READ ALSO

Related posts

દેશમાં કોરોના સંક્રમણ થયું 2 લાખને પાર : ફક્ત 14 દિવસમાં વધ્યા નવા 1 લાખથી વધુ કેસ, યાદ રાખો કોરોના ગયો નથી

Harshad Patel

રાજ્યમાં હવે ખાનગી લેબોરેટરીમાં પણ થઈ શકશે કોરોનાના ટેસ્ટ, આ ગાઈડલાઈનનું કરવું પડશે પાલન

Nilesh Jethva

ગુજરાતના 30 લાખ સુગરના દર્દી ઉપર કોરોનાનું લટકતું જોખમ, કોરોનાના મોતમાં આટલા દર્દીઓ ડાયાબિટીઝના

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!