GSTV

રાજ્યની RTO માં વેઇટીંગ લિસ્ટને લઇને વિકટ સ્થિતી જોતા સરકારે લીધો મોટો નિર્ણય, લોકડાઉનથી તમામ કચેરીઓમાં કામોનો પહાડ

રાજ્યમાં તમામ આરટીઓમાં વેઇટિંગ લિસ્ટ લાંબુ થઈ રહ્યું છે. અરજદારોને 3 મહિના સુધી વેટીંગમાં રહેવાની પરિસ્થિતિ ઉભી થઇ છે. ત્યારે આરટીઓમાં ઝડપથી કામ કાજ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા આરટીઓ લગભગ બધી જ કામગીરી પણ પાકા લાયસન્સની કામગીરીને છોડીને તમામ કામગીરી ઓનલાઈન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

  • આરટીઓનું ઓનલાઇન આયોજન
  • લાયસન્સની કામગીરી સિવાય તમામ કામો કરાશે ઓનલાઇન
  • વેઇટીંગ લિસ્ટને લઇને વિકટ સ્થિતી

લોકડાઉનથી તમામ આરટીઓ કચેરીમાં કામોનો પહાડ થયો જેથી વેઇટીંગ લિસ્ટ એવું વધ્યુ કે 3 મહિના સુધી રાહ જોવી પડે તેવી સ્થિતી છે સાથે જ કોરોનાનું સંક્રમણ વધવાની શકયતાને લઇને સરકારે આરટીઓની તમામ સેવા ઓનલાઈન કરવાનું નક્કી કર્યું છે. હાલ આરટીઓ પાસે કામનું ભારણ વધારે છે. કાચા લાયસન્સની કામગીરી અત્યારે ઇ.ટી.આઇમાં આપવામાં આવી છે. છતાંય સમયસર કામનો ઘટાડો નહીં થતા અંતે સરકાર આઈટીઆઈ પાસેથી કામ પરત લેવાની કાર્યવાહી હાથ ધરી છે. ટૂંક સમયમાં સરકાર આ મામલે જાહેરાત કરશે.

વાહન ટ્રાન્સપોર્ટની કામગીરી પણ ઓનલાઇન કરવામાં આવી

વર્તમાન સમયમાં આરટીઓમાં લાયસન્સ રીન્યૂ, ડુપ્લીકેટ લાયસન્સ, વાહનોનો ટેકસ ભરવો અને વાહનોના સર્ટી જેવી કુલ ૧૧ કામગીરી ઓનલાઇન કરવામાં આવી છે પરંતુ હજુ પણ આગામી સમયમાં કુલ ૪૦ જેટલી કામગીરી ઓનલાઇન કરવામાં આવશે. જ્યારે અત્યારે વાહન ટ્રાન્સપોર્ટ ની કામગીરી પણ ઓનલાઇન કરવામાં આવી છે. આમ હવે આરટીઓમાં કોઈપણ અરજદારોને આવું ન પડે તે માટે તમામ કામગીરી રાજ્ય સરકાર ઓનલાઈન કરવાની તૈયારી દર્શાવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા ૪૦ જેટલી કામગીરીને ઓનલાઇન કરવા માટેની ફાઈલ રજૂ કરવામાં આવી છે. જે અંગે ટૂંક સમયમાં જ મંજુરી પણ આપવામાં આવશે.

READ ALSO

Related posts

પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કારગીલ યુધ્ધને લઇને કરેલા દાવાથી મચ્યો હડકંપ

Nilesh Jethva

દેશભરમાં કોરોનાના આતંક વચ્ચે દશેરા નિમિતે રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું

Nilesh Jethva

શિયાળામાં હવે નહીં થાય હોઠ ફાટવાની તકલીફ, બસ આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!