GSTV
Home » News » નોટબંધી કરતાં પણ લાંબી લાઈનો RTOમાં, લાઈન પાછળ ઉભતા પણ લોકો બે વાર વિચારે છે

નોટબંધી કરતાં પણ લાંબી લાઈનો RTOમાં, લાઈન પાછળ ઉભતા પણ લોકો બે વાર વિચારે છે

ટ્રાફિકના નવા આવેલા કાયદા બાદ નોટબંધીની માફક લાંબી લાઈનો જોવા મળી રહી છે. આજે રવિવાર હોવા છતાં પણ મહાનગરોમાં આરટીઓની લાઈનો લાગેલી છે. લોકો વહેલી સવારથી લાઈનમાં ઉભી પોતાના વારાની રાહ જોઈ રહ્યા છે. આમ છતાં કેટલાક લોકો હજું પણ ધોમધખતા તાપમાં પોતાનો વારો આવવાની રાહ જોઈ રહ્યા છે. આરટીઓની ધીમી કામગીરીના કારણે ક્યાંક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે તો ક્યાંક લોકો મસમોટી લાઈનની પાછળ ઉભતા પણ બે વખત વિચારે છે. ત્યારે મહાનગરોમાં આરટીઓની લાંબીલચ લાઈનની શું સ્થિતિ છે તેના પર એક નજર કરીએ.

રાજકોટ

રાજકોટમાં પણ રવિવારે આરટીઓ કચેરી ચાલુ રહેતાં વાહનચાલકોની લાંબી લાઈન જોવા મળી રહી છે. રાજકોટ આરટીઓ દ્વારા રીક્ષા ચાલકો માટે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં રીક્ષા ચાલકો ડ્રાઈવિંગ લાયસન્સ માટે આરટીઓ કચેરી ખાતે પહોંચ્યા છે. આરટીઓ કચેરીનો મુખ્ય દરવાજો બંધ હોવાથી કચેરીની બહાર લાંબી લાંબી લાઈન જોવા મળી રહી છે.

વડોદરા

નવા ટ્રાફિક નિયમ જાહેર થયા બાદ રાજ્યભરમાં પીયૂસી મેળવવા માટે વાહનચાલકોની લાંબી લાઈન જોવા મળે છે. ત્યારે લોકોની પરેશાની દૂર કરવા તેમજ આરટીઓનું કામનું ભારણ ઓછું થાય તે માટે રવિવારે પણ આરટીઓ ચાલુ રાખવાનો નિર્ણય સરકાર દ્વારા લેવાયો છે. જે અંતર્ગત વડોદરામાં પણ આરટીઓ ચાલુ રહ્યાં. ત્યારે શહેરીજનો લાયસન્સ, આરસી બુક, નવી નંબર પ્લેટ સહિતની કામગીરી માટે રવિવારે પણ આરટીઓ કચેરી પહોંચી ગયા હતા. આરટીઓ અધિકારીઓ સહિત 63 લોકોનો સ્ટાફ આરટીઓ કચેરીમાં હાજર રહ્યો અને લોકોને આરટીઓને લગતી કામગીરીમાં સહાયરૂપ બન્યો હતો.

સુરત

ટ્રાફિક નિયમન સુધારા કાયદાને લઈ આજે સુરત આરટીઓ વિકેન્ડના દિવસે પણ કાર્યરત જોવા મળી. આજે ફક્ત લાયસન્સ રીન્યુ, ડુપ્લીકેટ લાયસન્સ હાઈક્યોરિટી નંબર પ્લેટ ,આરસી બુક જેવી કામગીરી ચાલુ રહી. ટુ – વ્હીલ અને ફોર વ્હીલની ટેસ્ટ ટ્રેક પરની કામગીરી સહિત કાચા લાયસન્સની કામગીરી બંધ રહી હતી.જેને લઈ વાહન ચાલકોમાં પણ રોષ જોવા મળ્યો હતો. સરકાર દ્વારા અયોજનબંધ વિના આ નિયમ લાગુ પાડવામાં આવ્યો હોવાનું સુર વાહન ચાલકોએ આલાપ્યો હતો.

અમદાવાદ

રાજ્ય સરકારે નવા ટ્રાફિક કાયદામાં આપેલી મુદ્દત બાદ આરટીઓ કચેરીએ લાંબી લાંબી લાઈનો લાગે છે. ત્યારે આજે રવિવારની રજા દિવસે પણ આરટીઓ ચાલુ છે.અને લોકો રવિવારની રજા માણવાના બદલે પોતાના આટીઓના કામ પૂર્ણ કરવા માટે તત્પર જોવા મળ્યા. અમદાવાદની કલેકટર કચેરી પાસે આવેલી આરટીઓમાં વહેલી સવારથી વાહનચાલકોનો ધસારો જોવા મળ્યો. આજે આરરટીઓની કામગીરી ઓફલાઈન ચાલી રહી છે. ત્યારે વાહનચાલકો લાયસન્સ, સારસી બુક સહિતની કામગીરી માટે વહેલી સવારે જ પહોંચી ગયા.

READ ALSO

Related posts

ગાડી લઇને સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના છો તો આ નિયમ પાળજો નહીં તો પોલીસ કરશે ફરિયાદ

Mayur

ગુજરાત પેટાચૂંટણી : 2017 કરતા સરેરાશ ઓછુ થયું મતદાન, ચૂંટણી કમિશનરે કરી પ્રેસ કોન્ફરન્સ

Nilesh Jethva

આ દિવાળીમાં ફટાકડાઓનું થઈ જશે સૂરસૂરિયું, હવામાન વિભાગે ગુજરાતમાં દિવાળીના દિવસે જ વરસાદની આગાહી કરી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!