GSTV

તારીખ પે તારીખ / ધૂળ ફાકવાની તૈયારી રાખો, હવે રસ્તા રિપેરિંગમાં વધુ એક મુદત પડી: બિનઅનુભવી સરકાર માટે માથાનો દુખાવો

Last Updated on October 14, 2021 by Zainul Ansari

ગુજરાતના રસ્તાઓ 10મી ઓક્ટોબર સુધીમાં રિપેર થઈ જશે એવી રાજ્યના પરિવહન મંત્રીએ જાહેરાત કરી હતી. એ પછી પરિવહન મંત્રી પૂર્ણેશ મોદીએ 10 તારીખ પછી કહ્યું હતું કે 90 ટકા રસ્તા રિપેર થઈ ગયા છે. મંત્રી કે સરકારને ગ્રાઉન્ડ રિયાલિટી ખબર નથી, એટલે 90 રસ્તાનો દાવો કરી શકે છે. હકીકતે ઘણાખરા રસ્તા હજુય ખરાબ છે. એમાંય હવે મુદત પડી છે. કેમ કે સરકારના પ્રવક્તા મંત્રી કહે છે કે રસ્તા પંદરમી ઓક્ટોબર પછી રિપેર થશે. એટલે સરકાર તારીખ પે તારીખ પાડીને દિવાળી પસાર કરી દેશે એમ લાગે છે.

ગુજરાતમાં ભારે વરસાદના કારણે માર્ગોની હાલત કથળી છે ત્યારે રાજ્ય સરકારે કહ્યું છે કે ૧૫મી ઓક્ટોબર પછી ડામરના પ્લાન્ટ શરૃ થતાં સમસ્યાનો નિકાલ આવશે. રાજ્ય કેબિનેટની બેઠકમાં માર્ગોમાં પડેલા ખાડા અને ધોવાઇ ગયેલા માર્ગો અંગે ચર્ચા થઇ હતી.

રાજ્યના પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે મુખ્યમંત્રીએ કેબિનેટની બેઠકમાં સૂચના આપી હતી કે હજી પણ જ્યાં માર્ગો પર ખાડા છે તે પૂરવા માટેની કાર્યવાહી કરવાની આવશ્યકતા છે. તેમણે કેબિનેટમાં માર્ગ-મકાન વિભાગને સૂચના આપી છે.

હકીકત એ છે કે નવી અને બિનઅનુભવી સરકાર માટે આ સમસ્યા માથાનો દુખાવો બની છે. રસ્તા રિપેરિંગ માટે સરકારનો માર્ગ-મકાન વિભાગ છે અને એ વિભાગ વર્ષોથી ફીફા ખાંડે છે. એટલે રસ્તા બગડે છે અને રસ્તા બને એ અત્યંત નબળા બનાવાય છે એ સૌ કોઈ જાણે છે. એ માટે કોઈ અભિયાન કે ઝૂંબેશ શરૃ કરવાને બદલે રસ્તા રિપેર કરવા અને નબળા રસ્તા ન બને એ માટે અધિકારીઓને સૂચના આપવા સિવાય કશું કરવાનું નથી.

ડામર અને વરસાદને જામતું નથી તેવું કહી પ્રવક્તા મંત્રીએ ખાત્રી આપી હતી કે અત્યારે ડામરની અછત છે પરંતુ બે ત્રણ દિવસમાં પ્લાન્ટ શરૃ થતાં ખરાબ થઇ ગયેલા માર્ગોની મરામતના કામ હાથ પર લેવાશે. સામાન્ય રીતે ચોમાસાના સમયમાં ડામરના પ્લાન્ટ બંધ હોય છે અને તે ૧૫મી ઓક્ટોબર પછી શરૃ થતાં હોય છે. આ સમયગાળામાં કામદારોની પણ અછત વર્તાતી હોય છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યના માર્ગ-મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીએ ખાડા પુરવાનું એક વોટ્સઅપ અભિયાન ઉપાડયું હતું અને તેમણે હમણાં જ એવો દાવો કર્યો છે કે રાજ્યના ૯૦ ટકા માર્ગોના ખાડા પૂરવામાં આવ્યા છે. જો કે હજી કેટલીક જગ્યાએ ખાડા પૂરવાના બાકી હોવાનું પ્રવક્તા મંત્રીએ સ્વિકાર્યું હતું અને કહ્યું હતું કે ડામર અને કામદારોની અછત દૂર થતાં બાકીના કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.

Read Also

Related posts

BIG BREAKING: મોટી દુર્ઘટના/ લખીમપુર, જશપુર અને હવે ભોપાલ, દુર્ગા વિસર્જન કરવા જઈ રહેલા લોકો પર ચડાવી દીધી કાર

pratik shah

આઉટ ઓફ કંટ્રોલ ઇંધણના ભાવ! આજે ફરી થયું પેટ્રોલ-ડીઝલ મોંઘુ, જાણો લેટેસ્ટ અપડેટ

Damini Patel

હોબાળો/ આદિવાસી ન હોવા છતાં નિમિષા સુથારને આરોગ્ય મંત્રી બનાવી દીધા, ભાજપના સાંસદે ભાજપના જ મંત્રી સામે મોરચો માંડયો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!