GSTV

માઠા સમાચાર / પેટ્રોલ-ડીઝલ વચ્ચે જનતા પર મોંઘવારીનો વધુ એક માર, સિંગતેલ અને કપાસિયામાં થયો ભાવવધારો

Last Updated on July 13, 2021 by Dhruv Brahmbhatt

કોરોનાકાળમાં રાજ્યમાં લોકોએ ભારે હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે રાજ્યમાં સતત વધતા પેટ્રોલ-ડીઝલના ભાવ વચ્ચે હવે વધુ એક મોંઘવારીનો માર જનતાએ સહન કરવો પડશે. મહત્વનું છે કે, રાજ્યમાં સતત પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યાં છે. ત્યારે જનતા એક બાજુ પેટ્રોલ-ડીઝલના ભાવથી પરેશાન છે ત્યાં તો હવે રોજિંદા ઉપયોગમાં લેવાતા તેલના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં રૂપિયા 25નો વધારો થતા મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાયું છે. કાચા માલની અછતને કારણે ભાવ વધારો થયો હોવનું મનાઈ રહ્યું છે.

peanut-oil

સિંગતેલના ડબ્બાના ભાવ 2 હજાર 400 થી વધીને થયા 2 હજાર 450

સિંગતેલના ડબ્બાના ભાવ 2 હજાર 400 થી વધીને 2 હજાર 450 થયા છે. તો કપાસિયા તેલનો ભાવ રૂપિયા 2 હજાર 300 ને પાર પહોંચ્યો છે. સૌથી વધુ ઉપયોગમાં લેવાતા એવાં કપાસિયા તેલનો ભાવ વધારો સીધો મધ્યમ વર્ગના બજેટ પર અસર કરે છે.

તેલ

કાચા માલની અછતના કારણે થઇ રહ્યો છે ભાવવધારો

ઉલ્લેખનીય છે કે, તેલના વેપારીઓનું એમ કહેવું છે કે કાચા માલની અછતના કારણે આ ભાવવધારો થઇ રહ્યો છે. જો કે કપાસ અને મગફળીના ઉત્પાદનમાં વાવાઝોડા અને ઓછા વરસાદને કારણે તેની અસર જોવા મળી હતી. જેથી તેની અસર હવે ખાદ્યતેલમાં પડી રહી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

સુરતમાં હિટ એન્ડ રન / અજાણ્યા વાહન ચાલકે શ્રમિકને લીધો અડફેટે, મોતના આક્રંદથી ગમગીની

Pritesh Mehta

વ્હાઈટ હાઉસમાં પ્રેસિડેન્ટ બાયડેન સાથે પીએમ મોદીની મુલાકાત, ભારત-US માટે આ દશક મહત્વનું

Pritesh Mehta

ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની સરકારનો સૌથી મોટો નિર્ણય, રાજ્યના વિવિધ જીલ્લાઓના 14 જજોની કરી બદલી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!