GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

ગુજરાતમાં વધી રહ્યો છે રિકવરી રેટ, ફ્કત 37 ટકા કેસ જ છે એક્ટિવ

દેશમાં 5મા તબક્કામાં છૂટછાટ સાથેનું લોકડાઉન નંખાયું છે દેશ હવે અનલોક તરફ જઈ રહ્યો છે તે સાથે ગુજરાતમાં કોરોનાના કેસ વધ્યા એ પણ હકિકત બની છે ગુજરાતમાં કોરોના સંક્રમણનો આંક 16 હજારને પાર થઈ ચૂક્યો છે. તો મોતનો આંક પણ 1 હજારને પાર થયો એ પણ હકિકત છે. તેમ છતાં ગુજરાત માટે સારા સમાચાર એ છે કે ગુજરાતમાં સાજા થનારાનો આંક સતત વધી રહ્યો છે. ગુજરાતમાં 9230 લોકો સાજા થયા છે. અને 1007 લોકોના મોત થયા છે. અર્થાત ગુજરાતમાં લગભગ 10 હજારથી વધુ કેસ બંધ થયા છે. રાજ્યમાં હવે ફક્ત 6,119 કેસ જ એક્ટિવ છે. ગુજરાતમાં એક્ટિવ કેસની ટકાવારી 37.41 ટકા થઈ ગઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસમાં વધુ 2.45 ટકાનો ઘટાડો થયો છે. ગુજરાતમાં સાજા થનારાનો આંક સતત 5મા દિવસે ઊંચો રહ્યો છે.

છેલ્લા 8 દિવસમાં નવા 3 હજાર કેસ આવ્યા

ગુજરાતમાં મે મહિનામાં ત્રીજી વખત 400 પ્લસ કેસ થયા છે. ગુજરાતમાં આજે વધુ 412 નવા પોઝીટીવ કેસ આવ્યા છે. જે અત્યાર સુધીના પોઝીટીવ કેસનો બીજા નંબરનો ઊંચો આંક થયો છે. ગુજરાતમાં છેલ્લા 8 દિવસમાં નવા 3 હજાર કેસ આવ્યા છે. તો 200થી વધુ લોકોના મોત પણ છેલ્લા 8 દિવસ દરમિયાન થયા છે. ગુજરાતમાં છેલ્લા 5 દિવસથી નવા પોઝીટીવ આવતા કેસો કરતાં પણ સાજા થનારાનો આંક પણ સતત વધી રહ્યો છે. ગુજરાતમાં હવે સાજા થનારા લોકોની સંખ્યા વધી રહી છે. ગુજરાતમાં ભલે 16 હજારનો આંક પાર થયો હોય પરંતુ એક્ટિવ કેસનો આંક 6 હજાર નજીક છે. દેશમાં લગભગ 10 હજાર જેટલા કેસ ક્લોઝ થઈ ચૂક્યા એ પણ હકિકત છે. રાજ્યમાં હવે ફક્ત 6,119 કેસ જ એક્ટિવ છે. ગુજરાતમાં એક્ટિવ કેસની ટકાવારી 37.41 ટકા થઈ ગઈ છે.

અમદાવાદ 12 હજાર નજીક પહોંચ્યું

ગુજરાતમાં સૌથી વધુ સંક્રમિત અમદાવાદ છે. અમદાવાદમાં કોરોના પોઝીટીવ આંક 12 હજાર નજીક પહોંચી ગયો છે. અમદાવાદમાં 5 દિવસ બાદ પોઝીટીવ કેસમાં ઉછાળો આવ્યો છે. અમદાવાદમાં આજે વધુ 284 પોઝીટીવ આવતા કુલ આંક 11881 પર પહોંચી ગયો છે. અમદાવાદમાં મોતનો આંક પણ 800ને પાર થયો છે. અમદાવાદમાં આજે વધુ 24 કેસ નોંધાયા છે.

Read Also

Related posts

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva

કોરોનાનું હોટસ્પોટ બદલાઈ ગયું : સંક્રમણમાં અમદાવાદથી સુરત નીકળી ગયું આગળ

Nilesh Jethva

ઓ બાપ રે, મૂળીના ફોજદારને એક યુવતીએ ફોન પર ધમકાવી નાખ્યા, પ્રતિક્ષા પટેલ આપ્યું નામ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!