GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

રૂપાણી સરકારની નંબર ગેમ: 25 દિવસમાં રિકવરી રેટ 12થી વધીને 50 ટકા થઇ ગયો, મૃત્યુદર ઘટાડવામાં ફેલ

રૂપાણી

સરકાર છેલ્લા કેટલાક દિવસથી મોટી સંખ્યામાં કોરોના દર્દીઓને ડિસ્ચાર્જ કરી રીકવરી રેટ સતત વધારી રહી છે પરંતુ બીજી બાજુ મૃત્યુદર ઘટાડી શકતી નથી.ક્રિટિકલ પેશન્ટ કેરમાં જોઈએ તેટલી સારી સારવાર ન હોવાની ફરિયાદો ઉઠી છે રહી છે અને રાજ્યમાં સતત 28થી30દર્દી રોજના મૃત્યુ પામી રહ્યા છે.

રિકવરી રેટ વધ્યો છતાં મૃત્યુ દર કેમ નથી ઘટતો?

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસમાં કોરોના દર્દીના સાજા થવાની અને ડિસ્ચાર્જ થવાની સંખ્યામાં મોટો ઉછાળો આવવા સાથે હાલ રાજ્યમાં રીકવરી રેટ 65 ટકાથી વધુ ગયો છે.અગાઉ ગુજરાતમાં જ્યાં 12થી15 ટકા રીકવરી રેટ હતો તે 25 દિવસમાં 50 ટકા વધારી દેવાયો પરંતુ બીજી બાજુ સરકાર કોરોનામાં મૃત્યુ દર કેમ ઘટાડી નથી શકતી તેવો પ્રશ્ન હાલ સમગ્ર ગુજરાતમાં લોકમુખે ચર્ચાઈ રહ્યો છે. દેશના અન્ય રાજ્યોના આંકડા અને ગુજરાતના આંકડા જોઈએ તો તમિલનાડુમાં 27256 કુલ કેસ સામે 223 જ મોત થયા છે અને ગુજરાતમાં 18609 કુલ કેસ સામે 1155 મોત થયા છે. ગુજરાતમાં મૃત્યુદર 6 ટકા છે અને જે લગભગ સ્થિર જ છે તેમાં કોઈ ઘટાડો થયો નથી.

કોરોના

સારવારને લઇને ઉઠી ફરિયાદો

રાજ્યમાં ક્રિટિકલ પેશન્ટ કેરમાં અને ગંભીર દર્દીઓને બચાવવાની અને સાજા કરવાની સારવાર જોઈએ તેટલી સારી ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે. અમદાવાદની વાત કરીએ તો હાલ અમદાવાદમાં મૃત્યની સંખ્યા 938 થઈ છે અને દેશના કુલ મૃત્યુમાં 15 ટકા જેટલા મોત માત્ર અમદાવાદમાં જ છે. અમદાવાદનો મૃત્યુ દર 7 ટકા છે. જ્યારે દેશના કુલ મોતમા 18 ટકા મોત ગુજરાતમાં છે. સરકાર રીકવરી રેટ તો સતત વધારી રહી છે પરંતુ ઓછા લક્ષણો ધરવતા કે લક્ષણો વિનાના દર્દીઓને સાજા કરી અને 6થી7 દિવસના હોસ્પિટલાઈઝેશન બાદ મોટી સંખ્યામાં દર્દીઓને રજા આપી વાહવાહી લુંટવામા આવી રહી છે.પરંતુ મોતની સંખ્યા ઘટવાને બદલે સતત વધી રહી છે.ગુજરાતમાં રોજના 28થી30 મોત થઈ રહયા છે.

ગુજરાતમાં કોરોનાના સર્વોચ્ચ 492 કેસ, 33ના મૃત્યુ થયા

ગુજરાતમાં કોરોનાના કેસમાં ઉત્તરોત્તર વધારો થવાનો સિલસિલો જારી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં કોરોનાના વધુ 492 કેસ નોંધાયા હતા. આમ, ગુજરાતમાં આજે એક જ દિવસમાં અત્યારસુધીના કોરોનાના સર્વોચ્ચ કેસ નોંધાયા છે. આ ઉપરાંત ગુજરાતમાં કોરોનાના 400થી વધુ કેસ નોંધાયા હોય તેવું સતત છઠ્ઠા દિવસે બન્યું છે. આ સાથે જ ગુજરાતમાં કોરાનાના કુલ કેસનો આંક 18609 થઇ ગયો છે. આજે વધુ 33 સહિત કુલ મૃત્યુઆંક 1155 થયો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 455 વ્યક્તિ સહિત કુલ 12667 કોરોનાને પરાસ્ત કરવામાં સફળ રહી છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જારી કરવામં આવેલી વિગતો અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 21 જિલ્લાઓમાં કોરોનાના નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 291 કેસનો સમાવેશ થાય છે. આ સાથે જ અમદાવાદ જિલ્લામાં કોરોનાના કુલ કેસનો આંક 13354 થઇ ગયો છે. છેલ્લા 24 કલાકની આ સ્થિતિ પ્રમાણે અમદાવાદમાં પ્રત્યેક કલાકે સરેરાશ 12 નવા કેસ નોંધાઇ રહ્યા છે તેમ કહી શકાય. આ સિવાય જ્યાં વધુ કેસ નોંધાયા તેમાં 81 સાથે સુરત, 39 સાથે વડોદરા, 21 સાથે પાટનગર ગાંધીનગરનો સમાવેશ થાય છે. ગુજરાતમાં કોરોનાના કેસ ઉપરાંત મૃત્યુઆંકમાં વધારો પણ જારી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 33 વ્યક્તિઓના મૃત્યુ નોંધાયા છે. જેમાં અમદાવાદમાંથી સૌથી વધુ 28 જ્યારે બોટાદ-કચ્છ- ગાંધીનગર-પાટણ-વલસાડ ખાતે 1-1 મૃત્યુનો સમાવેશ થાય છે. આમ, અમદાવાદમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક હવે 938 થઇ ગયો છે.

રાહતની વાત એ છે કે, વધુ 455 વ્યક્તિ કોરોનાને હરાવવામાં સફળ રહી છે. જેમાં અમદાવાદમાંથી સૌથી વધુ 296, સુરતમાંથી 53, મહીસાગરમાંથી 51, વડોદરામાંથી 34નો સમાવેશ થાય છે. છેલ્લા 24 કલાક દરમિયાન 6023 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે જ કોવિડ-19ના કુલ ટેસ્ટનો આંક હવે 2,33,921 થઇ ગયો છે. ગુજરાતમાં હજુ 2,20,695 વ્યક્તિ ક્વોરન્ટાઇન હેઠળ છે. આ પૈકી 2.13 લાખ હોમ ક્વોરન્ટાઇન જ્યારે 7433 ફેસિલિટી ક્વોરન્ટાઇન છે. ગુજરાતમાં છેલ્લા 7 દિવસમાં કોરોનાના 3037 કેસ નોંધાઇ ચૂક્યા છે અને 195ના મૃત્યુ થયા છે જ્યારે 35873 ટેસ્ટ થયા છે. આમ, ગુજરાતમાં પ્રત્યેક 100 ટેસ્ટે કોરોના પોઝિટિવ આવવાનું પ્રમાણ 8.50% છે. કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા રાજ્યોમાં મહારાષ્ટ્ર, તામિલનાડુ, દિલ્હી બાદ ગુજરાત ચોથા સ્થાને છે.

ગુજરાતમાં છેલ્લા 7 દિવસમાં 3037 કેસ-195ના મોત

તારીખ કેસ મૃત્યુ ટેસ્ટ

29 મે 372 20 3433

30 મે 412 27 4299

31 મે 438 31 6150

1 જૂન 423 25 4328

2 જૂન 415 29 5352

3 જૂન 485 30 6288

4 જૂન 492 33 6023

કુલ 3037 195 35873

કયા જિલ્લામાંથી કુલ સૌથી વધુ ડિસ્ચાર્જ?

જિલ્લો ડિસ્ચાર્જ

અમદાવાદ 9228

સુરત 1244

વડોદરા 702

જિલ્લો ડિસ્ચાર્જ

ગાંધીનગર 172

અરવલ્લી 107

ભાવનગર 105

ગુજરાતમાં રીક્વરી રેટ હવે વધીને 68.09%

ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન વધુ 455 વ્યક્તિ કોરોનાને પરાસ્ત કરવામાં સફળ રહી છે. આમ, ગુજરાતમાં કુલ 18609 કેસ સામે 12667 વ્યક્તિ સાજી થઇ ગઇ છે. જેની સાથે જ ગુજરાતમાં કોરોના સામે રીક્વરી રેટ હવે 68.09% થઇ ગયો છે. અમદાવાદમાંથી હવે વધુ 296 સહિત કુલ 9228 વ્યક્તિ કોરાનાને હરાવવામાં સફળ રહી છે.

Read Also

Related posts

ATMની રાહતો હવે પૂરી : બેન્કો હવે આ બાબતે રૂ.5 થી 20 સુધીનો ચાર્જ વસૂલશે, જાણો આ છે નિયમો

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva

કોરોનાનું હોટસ્પોટ બદલાઈ ગયું : સંક્રમણમાં અમદાવાદથી સુરત નીકળી ગયું આગળ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!