GSTV
World

Cases
7007751
Active
121115736
Recoverd
731096
Death
INDIA

Cases
634945
Active
1535743
Recoverd
44836
Death

ગુજરાતમાં કોરોનાનાં રેકોર્ડબ્રેક કેસ, છેલ્લાં 24 કલાકમાં 925 પોઝીટીવ દર્દીઓ સાથે 10 લોકોનાં મોત

ગુજરાતમાં કોરોનાના રેકોર્ડબ્રેક કેસો નોંધાય રહ્યા છે. જેમાં આજે 925 કેસ નોંધાયા છે..જ્યારે છેલ્લા 24 કલાકમાં કુલ 10 દર્દીઓ મોતને ભેટ્યા છે. જેમાં સુરતમાં પાંચ, અમદાવાદમાં 2, નવસારી, ગાંધીનગર અને ભાવનગરમાં 1-1 દર્દીનું મોત થયું છે. આમ રાજ્યમાં કોરોનાના કારણે મૃત્યુઆંક 2081 થઇ ચૂક્યો છે. તો હાલમાં 68 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે. તો છેલ્લા 24 કલાકમાં કુલ 791 દર્દીઓને રજા આપવાની સાથે આજદિન સુધીમાં કુલ 31 હજાર 346 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વાત કરીએ તો સુરતમાં સૌથી વધુ 236, અમદાવાદમાં 167 કેસ, વડોદરામાં 76 કેસ નોંધાયા છે. આમ રાજ્યમાં કોરોનાના કેસ ઝડપભેર વધી રહ્યા છે. તો આજદિન સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 4 લાખ 78 હજાર 367 ટેસ્ટ કરવામા આવ્યા છે.

ભરૂચ જિલ્લામાં કોરોનાના નવા 9 કેસ

ભરૂચ જીલ્લામાં અંકલેશ્વર GIDCના ઉદ્યોગ અગ્રણીને કોરોના થયો છે. અગ્રણીની 26 વર્ષીય પુત્રી પણ કોરોના પોઝિટિવ થઈ છે. અત્યાર સુધી જિલ્લામાં કોરોનાના 521 કેસ નોંધાયા છે. આ સાથે ભરૂચ જીલ્લામાં આજે 14 નવા કેસ નોંધાયા છે.

નવસારીમાં કોરોનાથી 4 લોકોના મોત

નવસારીમાં 3 પુરુષ અને એક મહિલાનું કોરાનાને કારણે મોત થયા છે.  વિજલપોર, ચીખલી અને જલાલપોરમાં મોત થયા છે. જિલ્લામાં અત્યાર સુધી કોરોનાથી કુલ 19 લોકોના મોત થયા છે.

અમરેલી જીલ્લામાં 14 પોઝિટિવ કેસ નોંધાયા

અમરેલી જીલ્લામા કોરોના પોઝિટિવ કેસનો આંક 197 પર પહોંચી ગયો છે. આજે જીલ્લામાં 14 કેસ પોઝીટીવ નોંધાયા છે.  હાલ અમરેલી જીલ્લામાં 91 એક્ટીવ કેસ છે. તો કોરોનાથી સારવાર બાદ 91 દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા છે. અને કોરોનાથી મૃત્યુ આંક 15 પર પહોંચ્યો છે.

IMAAએ તબીબો માટે રેડ એલર્ટ જાહેર કર્યું

દેશ અને રાજ્યમાં કોરોનાની વિકટ સ્થિતિના કારણે દેશભરના ડોક્ટર્સ પર પણ ખતરો તોળાયો છે. અત્યાર સુધી 100થી વધુ તબીબોના મોત થઈ ચૂક્યા છે. જેને લઈને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન એટલે કે આઈએમએએ તબીબો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો અમદાવાદની ઝાયડસ કંપનીએ કોરોનાની રસીનું હ્યુમન ક્લિનિકલ ટ્રાયલ શરૂ કર્યું છે. બીજી બાજુ રાજ્યના આરોગ્ય વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો જેમાં હવે કોરોના ટેસ્ટ માટે મંજૂરી નહીં લેવી પડે. આ માટે પાંચ કેટેગરી નક્કી કરી છે. તો નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે દાવો કર્યો છે કે રાજ્યમાં કોરોનાથી થતા મૃત્યુદર 6.5 થી ઘટીને 1.5 પર આવી ગયો છે.

READ ALSO

Related posts

લૂંટેરી દુલ્હન : અમદાવાદમાં યુવકને લગ્નના બીજા દિવસે જ મળ્યો દગો, યુવતી રોકડ અને ઘરેણા લઈ ફરાર

Nilesh Jethva

યાત્રાધામ ડાકોર અને સુપ્રસિદ્ધ કુબેર ભંડારી મંદિર આ તારીખે રહેશે બંધ, ભક્તોને કરાઈ આ અપીલ

Nilesh Jethva

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગ મામલે રાજ્ય સરકારને સોપાયો રિપોર્ટ, ગૃહમંત્રીએ આપ્યા આ આદેશ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!