GSTV
Home » News » આ વર્ષે કેટલો વરસાદ પડ્યો તેની વિગત જાણી જીવ અદ્ધર થઈ જશે

આ વર્ષે કેટલો વરસાદ પડ્યો તેની વિગત જાણી જીવ અદ્ધર થઈ જશે

ગુજરાતમાં વરસાદ ખેંચાઇ જતા ખેડૂતો ભારે મુંઝવણમાં મૂકાઇ ગયા છે. સારા વરસાદની આશા સાથે રાજ્યમાં ખેડૂતોએ ૪૮.૭૯ લાખ હેક્ટરમાં ખરીફ વાવેતર કરી નાંખ્યું છે. જે ગત વર્ષના આ સમયગાળા કરતા ૧૦ લાખ હેક્ટર વધુ વાવેતર છે. ટકાવારીમાં જોઇએ તો ગત વર્ષના ૪૫.૨૦ ટકા ખરીફ વાવેતર સામે ચાલુ વર્ષે હાલમાં ૫૭.૫૭ ટકા વાવેતર થઇ ચૂક્યું છે. ત્યારે હજુ સુધી રાજ્યમાં સરેરાશ ૧૯૬.૧૬ મીમી એટલેકે માત્ર ૨૪.૦૪ ટકા જ વરસાદ પડયો છે. નોંધપાત્ર છેકે ગત વર્ષે ૧૭ જુલાઇ સુધીમાં રાજ્યમાં સરેરાશ ૩૩૮.૪૯ મીમી એટલેકે સિઝનનો ૪૦.૭૩ ટકા વરસાદ ખાબકી ચૂક્યો હતો. આમ ચાલુ વર્ષે ૧૪૨.૩૩ મીમી વરસાદની ઘટ પડી છે. જે ખેડૂતો માટે ખૂબ જ ચિંતાનો વિષય બની ગયો છે.

બીજી તરફ રાજ્યના ૨૦૫ જળાશયોમાંથી ફક્ત ૧ જ જળાશય પાણીથી ભરાયું છે. જ્યારે બાકીના ૨૦૪ જળાશયો ખાલીખમ પડયા છે. ખેતી અને પીવાના પાણીનો મુખ્ય આધાર મનાતા આ ૨૦૫ જળાશયોમાં હાલમાં ફક્ત ૧૮.૬૬ ટકા જ પાણી ભરાયેલું છે. જળાશયોની બાબતમાં હાશકારાની બાબત એ છેકે ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમમાં ૫૩.૬૯ ટકા પાણી છે. જે આગામી દિવસોમાં રાજ્યમાં ખેતી અને પીવાના પાણીની જરૂરીયાત સંતોષી શકશે. સરેરાશ જોઇએ તો રાજ્યના જળાશયોમાં ૩૧.૮૦ ટકા પાણીનો સંગ્રહ છે.

ખરીફ વાવેતરમાં બમ્પર વાવેતર થયા બાદ વરસાદે હાથતાળી આપતા ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. મોઘાદાટ બિયારણ, ખેડાણ, વાવણીની મજૂરી માથે ના પડે તો સારૂ તેવી પ્રાથના તેઓ કરી રહ્યા છે. ચાલુ વર્ષે વરસાદની વાત કરીએ તો રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ એટલેકે સરેરાશ ૪૩૯ મીમી વરસાદ પડયો છે. ઉત્તર ગુજરાતમાં ૧૩૦ મીમી, મધ્ય ગુજરાતમાં ૧૮૬ મીમી, સૌરાષ્ટ્રમાં ૧૨૮ મીમી જ વરસાદ હજુ સુધી પડયો છે. બમ્પર ખરીફ વાવેતરને જોતા હજુ વધુ વરસાદની જરૂરીયાત છે.

નોંધપાત્ર છેકે અમદાવાદમાં સરેરાશ ૮૭ મીમી એટલેકે ૧૨.૫૫ ટકા જ વરસાદ પડયો છે. જ્યાંની સ્થિતિને જોતા ખરીફ વાવેતર માટે રાજ્ય સરકારે ગત તા.૧૫ જુલાઇથી ખારીકટ, ફતેવાડી કેનાલમાં પાણી છોડવાની જાહેરાત કરી હતી. પરંતુ હાલમાં ૧૭ જુલાઇની સ્થિતિએ ફક્ત ફતેવાડી કેનાલમાં જ સાયફનમાંથી પાણી છોડાયું છે. જ્યારે ખારીકટ કેનાલમાં પાણી નથી છોડાયું. જેથી ખારીકટ કેનાલ વિસ્તારના ખેડૂતો મુંઝવણમાં મૂકાઇ ગયા છે.

આઝાદીના સાત દાયકા બાદ પણ દેશમાં હજુ ખેતી વરસાદ આધારીત જ છે. જીડીપીમાં પણ મહત્વનો ફાળો હોવા છતાંય ખેતીક્ષેત્રે જળમૂળથી ક્રાંતિ લાવી શકાય તેવા અસરકારક પગલા ભરવામાં સરકારો નિષ્ફળ રહી છે. વરસાદ ન પડે તો દેશે ભુખે મરવાની નોબત આવે. આજે પણ વરસાદ પર જ મીટ માંડીને બેસી રહેવું પડે તેમ છે. વરસાદની વધ-ઘટ વચ્ચે ખેડૂતોના જીવન નિર્વાહનો આધાર રહેલો છે. ત્યારે ગુજરાતમાં થંભી ગયેલા વરસાદે ખેડૂતોના જીવ અદ્ધર કરી દીધા છે. સરકાર પણ લાચાર બનીને રામભરોષે બેઠી છે.

ગુજરાતમાં ખરીફ વાવેતરની સ્થિતિ

વિગતગત વર્ષચાલુ વર્ષ
વાવેતર હેક્ટર૩૮,૭૧,૩૯૯૪૭,૭૯,૭૮૫
વાવેતર ટકા૪૫.૨૦૫૭.૫૭

ચાલુ વર્ષે તા. 17 જુલાઇ 2019 સુધીમાં પડેલો વરસાદ

વિસ્તારવરસાદ મીમીવરસાદ ટકા
કચ્છ૨૫૬.૨૭
ઉત્તર ગુજરાત૧૩૦૧૮.૩૪
મધ્ય ગુજરાત૧૮૬૨૨.૯૧
સૌરાષ્ટ્ર૧૨૮૧૯.૩૦
દક્ષિણ ગુજરાત૪૩૯૩૦.૯૯
રાજ્યનો સરેરાશ૧૯૬.૧૬૨૪.૦૪

ગત વર્ષે તા.17 જુલાઇ 2018 સુધીની સ્થિતિએ પડેલો વરસાદ

વિસ્તારવરસાદ મીમીવરસાદ ટકામાં
કચ્છ૧.૮૫
ઉત્તર ગુજરાત૧૩૨૧૮.૩૦
મધ્ય ગુજરાત૨૪૨૨૯.૩૩
સૌરાષ્ટ્ર૩૧૦૪૫.૬૮
દક્ષિણ ગુજરાત૮૨૨૫૭.૨૭
રાજ્યનો સરેરાશ૩૩૮.૪૯૪૦.૭૩

READ ALSO

Related posts

ભરૂચ : ત્રણ લોકોએ આત્મહત્યા કર્યાની સ્યુસાઈડ નોટ મળી આવી, પણ મૃતદેહ બે જ મળ્યા તો એક ક્યાં ?

Mayur

રાજકોટમાં રોગચાળાના કારણે મૃત્યું પામેલા બે બાળકો પર ધારાસભ્યની ફિલોસોફી, ‘જીવન-મરણ તો ભગવાનના હાથમાં છે’

Mayur

સાતમથી શરૂ થતા સૌરાષ્ટ્રના લોકમેળાનું સીએમ વિજય રૂપાણી કરશે લોકાર્પણ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!