
ગત રાત્રિથી માત્ર 17 કલાકમાં 3.6 થી 5.3 સુધીના ત્રણ શક્તિશાળી ભૂકંપે ગુજરાતમાં ફરી ભૂકંપનો ભય ફેલાવ્યો છે પરંતુ, ગુજરાત અને ખાસ કરીને કચ્છ સદીઓથી ભૂકંપની વધુ શક્યતાવાળા વિસ્તારમાં છે. પૃથ્વી કરોડો વર્ષોથી એક સપાટ મેદાન પર બની નથી પણ ધરતીના વિશાળકાય પ્લેટ જોડાઈને બની છે. હિમાલીયન કોલાઈઝન ઝોનમાં આવેલ ગુજરાતમાં ભૂકંપનું કારણ ભારતીય પ્લેટ (પૃથ્વીનો પોપડો) ઉત્તર તરફ (એમ કહી શકાય કે ભારતની ભુમિ ઉત્તર તરફ ખસી રીહ છે) ખસે છે જ્યાં યુરેશિયન પ્લેટ સાથે અથડામણ થતા મોટા ભૂકંપ આવે છે.
પ્લેટની બાઉન્ડ્રીનો એક મોટો હિસ્સો ગુજરાતમાં
પ્લેટની બાઉન્ડ્રીનો એક મોટો હિસ્સો ગુજરાતમાં છે અને તેથી અહીં 200 વર્ષમાં આશરે 9 મોટા ધરતીકંપો નોંધાયા છે. ગુજરાતને ભૂકંપની શક્યતાવાળા, તેની તીવ્રતાની દ્રષ્ટિએ 5 ઝોનમાં વહેંચાયેલ છે અને તેમાં 99 ટકા ગુજરાત ઝોન-3થી ૫માં આવે છે. આખો કચ્છ વિસ્તાર ઝોન-૫માં છે. આમ તો દેશના અન્ય વિસ્તારોમાં પણ વિનાશકારી ભૂકંપો આવ્યા છે, જેમ કે ગત 50 વર્ષમાં ઈ.સ.૧૯૩૪માં બિહાર, ૧૯૫૦માં આસામ, ૧૯૯૧માં ઉત્તરકાશી, ૧૯૯૩માં મહારાષ્ટ્ર અને છેલ્લો વિનાશકારી ભૂકંપ કચ્છમાં ભચાઉ પાસે તા.૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ ૨૦૦૧ના આવ્યો હતો જેમાં આશરે ૨૦ હજાર લોકોના મોત નીપજ્યા હતા.
સરકારે સિસ્મોલોજીકલ રિસર્ચનું કાર્ય શરૂ કર્યું આ ભૂકંપ પછી સરકારે સિસ્મોલોજીકલ રિસર્ચનું કાર્ય શરૂ કર્યું છે અને હવે નાના નાના ભૂકંપો નોંધાતા એ જાણવા મળે છે કે માત્ર કચ્છમાં જ નહીં, નાના મોટા ભૂકંપો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, માંગરોળ રાજકોટ, ગોંડલ, તલાલા સહિત અનેક સ્થળે નોંધાયા છે. તલાલામાં અગાઉ આવેલ ભૂકંપ એ ગીરનાર ફોલ્ટ લાઈનના કારણે મનાય છે. કચ્છ મેઈનલાઈન ફોલ્ટ કે જે ૧૫૦ કિ.મી.થી વધુ લંબાઈની છે તે પશ્ચિમે લખપતથી પૂર્વે ભચાઉ સુધીની છે. ગત વર્ષોમાં આંચકાઓનું પ્રમાણ વધ્યું કચ્છના ઉત્તર તરફના વિસ્તારમાં ગત વર્ષોમાં આંચકાઓનું પ્રમાણ વધ્યું છે. આમ, કુદરતી કારણોથી રાજ્યનો કચ્છ સહિતનો ૧૯ ટકા વિસ્તાર ઝોન-૫માં, રાજકોટ,જામનગરનો અમુક ભાગ સહિત ૧૩ ટકા વિસ્તાર જોન-૪માં અને અમદાવાદ સહિત ગુજરાતનો ૬૬ ટકા વિસ્તાર ઝોન-૩માં આવેલ છે. આમ, લગભગ આખા ગુજરાતમાં ભૂકંપનું વધતુ ઓછું જોખમ રહેલું છે.
રાજય યે ભૂકંપ સાથે જીવતા શીખવું પડશે
હાલ, કોરોના મહામારી સામે લડયા પછી તેની સાથે જીવવાની વાતો થવા લાગી પણ રાજ્યએ ભૂકંપ સાથે જીવતા શિખવાની તો સદીઓથી જરૂર છે. જાપાન આ રીતે જીવે જ છે. એક ઉક્તિ પ્રચલિત છે કે માણસો ભૂકંપથી નથી મરતા પણ ઈમારત પડવાથી તેમાં દબાઈ જવાથી મૃત્યુ પામે છે. ભૂકંપ સામે ટકી શકે તેવા જ બાંધકામો કરવા અનિવાર્ય આમ, ભૂકંપ સામે ટકી શકે તેવા જ બાંધકામો કરવા તે અનિવાર્ય જરૂરિયાત છે. ઉપરાંત ગુજરાતમાં વાવાઝોડાની શક્યતા પણ વધારે રહે છે, કારણ કે તે અરબી સમુદ્રના કાંઠે વસેલું રાજ્ય છે જે સમુદ્રમાં વર્ષે પાંચ-છ વાવાઝોડા આવતા હોય છે અને ગત વર્ષે તો સુપર સાયક્લોન પણ આવ્યું હતું. આમ, હવે ભૂકંપ અને વાવાઝોડાનું જોખમ ગણીને જ જીવનની ગતિ આગળ વધારવી પડે તેવા કુદરતી સંજોગો છે.
READ ALSO
- હિરોઈન ચાલી કહેવા અંગે ઠપકો આપતા મામલો બિચકયો: ત્રણને ઇજા
- અદાણીના વળતા પાણી? / હિંડનબર્ગના બાદ અદાણી ગ્રુપને ક્રેડિટ સુઈસ આપ્યો ઝટકો, ચારે બાજુથી ઘેરાયા?
- પોલીસે 30 કિ.મી પીછો કરીને ઝડપ્યા, વડોદરામાં 3 રોમિયો રિક્ષામાં જતી યુવતીને કરતાં હતાં પરેશાન
- સેમસંગ ગેલેક્સી એસ23 અલ્ટ્રા, આઈફોન-14 પ્રો મેક્સને આપશે ટક્કર, જાણો ક્યો સ્માર્ટફોન છે વધુ શ્રેષ્ઠ?
- અદાણીને હિન્ડેનબર્ગનું ગ્રહણ લાગ્યું? / મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી વચ્ચેનો તફાવત સમજો