GSTV
AGRICULTURE Gandhinagar Trending ગુજરાત

રવિ સિઝનની વાવણીનો ધમધમાટ/ ત્રણ સપ્તાહમાં જ ગુજરાતમાં 37 ટકા વાવણી સંપન્ન, શિયાળુ કૃષિ પાક બજારમાં વહેલો આવશે

સૌરાષ્ટ્રમાં ગત ચોમાસુ સચરાચર અને સાનુકૂળ રહેતા રવિ ઋતુનો (શિયાળુ) પાક લેવામાં ખેડૂતોમાં જબરદસ્ત ઉત્સાહ વર્તાયો છે. હજુ ત્રણ સપ્તાહ પહેલા વાવણી શરુ થઈ છે ત્યારે ગત સપ્તાહે ૧૭ ટકા સહિત આજ સુધીમાં ૩૭ ટકા વાવણી થઈ છે. જેમાં આરંભમાં જ રાઈનું વાવેતર ગત આખી ઋતુના વાવેતર કરતા વધીને ૨.૪૭ લાખ હેક્ટરમાં ૧૦૨ ટકા વાવણી થઈ છે તો સૌરાષ્ટ્રમાં ધાણાનુ ગત વર્ષના આ જ સમયની સાપેક્ષે ૧૯ ગણુ વધુ વાવેતર, ૯૫,૬૩૩ હેક્ટરમાં (૮૧ ટકા)  થઈ ગયું છે.

રાજ્યમાં સરેરાશ ૪૪.૭૫ લાખ હેક્ટરમાં શિયાળુ વાવેતર

વહેલી વાવણીના પગલે આગામી ઉનાળામાં કૃષિપાક પણ વહેલો બજારમાં આવશે. ગત વર્ષે તા.૨૧ નવેમ્બર સુધીમાં ૭.૦૬ લાખ હેક્ટર સામે આ વર્ષે ૧૬,૪૬,૪૬૫ હેક્ટરમાં વાવણી થઈ ગઈ છે. રાજ્યમાં સરેરાશ ૪૪.૭૫ લાખ હેક્ટરમાં શિયાળુ પાક લેવાતો હોય છે જે વિસ્તાર આ વર્ષે વધી જવાની શક્યતા છે.

શેરડીમાં ૧.૦૫ લાખ હેક્ટરમાં એટલે કે ૫૦ ટકા વાવણી થઈ ગઈ

હાલ જળાશયોમાં પર્યાપ્ત જળસંગ્રહ છે, ઉપરાંત કુવા,તળાવના તળ પણ સાજા છે ત્યારે ખેડૂતો પાણી સુકાય તે પહેલા તેનો લાભ લેવા વહેલી વાવણી કરી રહ્યા છે. શેરડીમાં ૧.૦૫ લાખ હેક્ટરમાં એટલે કે ૫૦ ટકા વાવણી થઈ ગઈ છે. તો જુવારમાં પણ ૧૦,૧૨૧ હે.માં ૫૯ ટકા વાવણી પૂરી થઈ છે. જીરુના વાવાતરમાં પણ ગત વર્ષથી તેજી જણાઈ છે, ગત વર્ષે આ સમયમાં ૮૬૦૦ સામે આ વર્ષે ૭૭ હજાર હેક્ટરમાં જીરુ વાવી દેવાયું છે.

ઘાસચારાનું વાવેતર પણ ગત વર્ષથી બમણું ૨ લાખ હેક્ટરમાં થયું

આ જ રીતે મુખ્ય પાક ચણાનું ગત વર્ષથી ત્રણ ગણું ૩.૩૧ લાખ હેક્ટરમાં અને ઘંઉનું ગત વર્ષે ૩૬ હજાર સામે આ વર્ષે ૨.૬૫ લાખ હેક્ટરમાં ઉત્સાહજનક વાવેતર થઈ ગયું છે. લસણ, ડુંગળી, ઈસબગુલ, વરિયાળી, બટાટા, શાકભાજી, સવાનું વાવેતર તથા તમાકુનું પણ સવા લાખ હેક્ટર પૈકી ૩૬ હજાર હે.માં વાવેતર કરાયું છે. ઘાસચારાનું વાવેતર પણ ગત વર્ષથી બમણું ૨ લાખ હેક્ટરમાં થયું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

GUJARAT ELECTION / અમદાવાદની તમામ વિધાનસભાને આવરી લેતો PM મોદીનો મેગા રોડ શો, ૧૦ હજારથી વધુ પોલીસ તૈનાત

Kaushal Pancholi

LIVE! ઉપલેટા વોર્ડ નં.4નું બુથ નંબર 89 બંધ, પોરબંદરમાં ઓછું મતદાન નોંધાયું

pratikshah

કોંગ્રેસના ઉમેદવારે સોગંદનામુ કરીને પક્ષ પલટો નહીં કરવાનું આપ્યું વચન,  મતદારોને સ્ટેમ્પ પેપર લેખિતમાં આપી બાંહેધારી

HARSHAD PATEL
GSTV