GSTV
Home » News » કૂદકે ને ભૂસકે વધતી બળાત્કારની ઘટનાઓ : ગુજરાતમાં 1697 કેસ સામે સજા માત્ર 17ને, રેપમાં આ દેશ સૌથી આગળ

કૂદકે ને ભૂસકે વધતી બળાત્કારની ઘટનાઓ : ગુજરાતમાં 1697 કેસ સામે સજા માત્ર 17ને, રેપમાં આ દેશ સૌથી આગળ

ભારતભરમાં કુદકે ને ભૂસકે વધતી જતી બળાત્કારની ઘટનાઓના કારણે દેશ હવે એક શરમજનક સ્થિતિમાં મુકાયો છે. બળાત્કારની ઘટનાઓ દિવસે નહીં તેટલી રાતે વધી રહી છે અને રાતે નહીં તેટલી દિવસે વધી રહી છે. મોટાભાગની સગીર વયની યુવતીઓ પર નરાધમો દુષ્કર્મ આચરી પાપલીલાને અંઝામ આપતા હોય છે. આવા નરાધમો પોલીસના હાથે ઝડપાયા બાદ પણ કોર્ટમાં ચાલતી લાંબી પ્રક્રિયાના કારણે જામીન પર છૂટવામાં સફળતા મેળવી લે છે. જેથી સમાજમાં ફરી ભયનો માહોલ રહેતો હોય છે. હાલમાં જ હૈદરાબાદ પોલીસે બળાત્કારીઓનું એન્કાઊન્ટર કરી સમાજમાં એક ઉત્તમ દાખલો બેસાડ્યો છે. જેના કારણે બળાત્કારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. પણ ભારતભરમાં બળાત્કારનાં આંકડા જોવામાં આવે તો ગુજરાત બાબતે કંઈ હરખાવા જેવું નથી. દુષ્કર્મીઓ કાયદાના લીરેલીરા ઉડાવી બળાત્કારને અંજામ આપી રહ્યાં છે. જ્યારે પોલીસ અને ન્યાયતંત્રનો ખોફ તેમના માટે શોભાના ગાંઠીયા સમાન હોય.

માત્ર 17 નરાધમોને જ સજા

વાત ગતિશીલ અને વિકસિત એવા ગુજરાતની કરવામાં આવે તો ગુજરાતમાં સગીર વયની બાળકીઓ પર દુષ્કર્મ તેમજ અડપલાં કરવાના એટલે કે પોક્સોના કેસમાં સજાનું પ્રમાણ માત્ર ૦.૭૦ ટકા છે. પોક્સોમાં સજા દર મામલે નીચલા ક્રમે ગુજરાતનું સ્થાન બીજા ક્રમે છે. ગુજરાતમાં વર્ષ 2017માં પોક્સોના કુલ 1697 કેસ દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં 12 કેસમાંથી માત્ર 17 દુષ્કર્મીઓને જ સજા મળી હતી. શુક્રવારે લોકસભામાં કેન્દ્રના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્રારા આપવામાં આવેલી આંકડાની વિગતો તરફ એક નજર કરવામાં આવે તો.

ગુજરાત પાંચમાં ક્રમે

ગુજરાતના ૧,૬૯૭ કેસ પૈકી ૧,૭૧૨ કેસમાં ચાર્જશીટ થઈ છે. જેમાં ૨,૩૩૩ આરોપીઓની ધરપકડ કરાઈ છે. પોક્સોના કુલ કેસ પૈકી આઈપીસી ૩૭૬ એટલે કે દુષ્કર્મના ૧,૨૩૩ કેસ બન્ય. છે, જેમાં ૯ કેસમાં ૧૧ આરોપીને સજા ફટકારવામાં આવી હતી. પોક્સોના કેસની સંખ્યાની વાત કરીએ તો ગુજરાત દેશમાં પાંચમા ક્રમે આવે છે. પહેલાં નંબરે ૫,૨૪૮ ઘટનાઓ સાથે મહારાષ્ટ્ર, બીજા નંબરે ઉત્તરપ્રદેશમાં ૪,૮૯૫, પશ્ચિમ બંગાળમાં ૨,૧૩૧, કર્ણાટકામાં ૧૯૫૬ અને એ પછી પાંચમા ક્રમે ગુજરાતમાં ૧૬૯૭ પોક્સોના કેસ બન્યા છે. દેશમાં વર્ષ ૨૦૧૭માં પોક્સોના કુલ ૩૨,૬૦૮ કેસ બન્યા છે, જે પૈકી ૩,૦૨૦ કેસમાં સજા ફટકારાઈ છે, જેમાં નરાધમોની સંખ્યા ૪,૫૦૦ છે.

સમગ્ર વિશ્વમાં આ દેશ રેપ મામલે સૌથી આગળ

મોટાભાગની યુવતીઓ સાથે જે દુષ્કર્મ આચરવામાં આવે છે તેમાં પોલીસ કેસમાં ખામીઓ રહી હોવાનું સામે આવ્યું છે. આ સમસ્યા માત્ર ભારત પૂરતી સિમિત નથી. સમગ્ર વિશ્વમાં મહિલાઓ રેપનો સામનો કરી રહી છે. અમેરિકા, કેનેડા, સ્વીડન અને બ્રિટન આ એવા દેશો છે જેમની ઝાકમઝાળ બહારથી સારી લાગે છે પણ રેપને કાબૂમાં રાખવામાં નિષ્ફળ પુરવાર થયા છે. દુનિયાભરમાં 36 ટકા મહિલાઓ રેપનો શિકાર બને છે. અમેરિકામાં 12થી 16 વર્ષની ઉંમરની 83 ટકા છોકરીઓ યૌન ઉત્પીડનનો ભોગ બને છે. તો ઈંગ્લેન્ડમાં 5માંથી એક મહિલા દુષ્કર્મનો ભોગ બને છે. દક્ષિણ આફ્રિકા રેપનાં મામલે દુનિયાભરમાં અગ્રીમ સ્થાન પર છે. અહીં દરરોજ 1400 યુવતીઓ પર રેપ થાય છે. જેમાં 20 ટકા પુરૂષો પણ શિકાર બનેલા છે.

ભારતમાં દર 6 કલાકે રેપની ઘટના

દુખની વાત એ છે કે ભારત જેવા દેશમાં દર છ કલાકે એક રેપની ઘટના બને છે. 2010માં મહિલાઓ વિરૂદ્ધ થતાં અપરાધોમાં 7.5 ટકાનો વધારો થયો છે. 2012માં 24,923 કેસ દાખલ થયા હતા. 2013માં વધારો થતા 33,707 નાં આંકડો પહોંચ્યો હતો. બળાત્કારનો ભોગ બનેલી મહિલાઓની ઉંમર 18થી 30ની વચ્ચે આંકવામાં આવી રહી છે. દર ત્રીજી પીડિત મહિલાની ઉંમર 18 વર્ષની હોય છે. 10માંથી એકની ઉંમર 14 વર્ષની હોય છે.

READ ALSO

Related posts

દિલ્હી હિંસા : 14 ક્લાકમાં 2 મોટી બેઠકો યોજાઈ, ગૃહ મંત્રી- મુખ્યમંત્રી વચ્ચે હાઈ લેવલ મીટિંગ

pratik shah

મોટેરામાં તેઓ મારા માટે નહીં પણ તમારા માટે આવ્યા હતા, ટ્રમ્પે ખુલ્લાદીલે કર્યો આ ખુલાસો

Mansi Patel

અમેરિકા સાથે ડિફેન્સ ડીલ પાક્કી, ટ્રેડ ડીલ માટે મોદી સરકારે પ્રથમ સ્ટેજ પાર કર્યું

Bansari
Do NOT follow this link or you will be banned from the site!