GSTV
World

Cases
3032910
Active
2416146
Recoverd
360303
Death
INDIA

Cases
89987
Active
71106
Recoverd
4706
Death

ભયજનક ઈમારતો, જર્જરિત સ્ટ્રકચરો અને તંત્રની બેદરકારીમાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે

અમદાવાદમાં બોપલ, નિકોલ, ઘાટલોડિયા, પાણીની ટાંકી ધરાશાયી થયાની ઘટનામાં ચારથી વધુના મોત અને 15થી વધુ લોકોને ગંભીર ઈજા તે રીતે જ વડોદરામાં પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટનાએ રાજ્યમાં ભાજપ સરકારની બેદરકારી અને અસંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ છે. અમદાવાદમાં કુલ 191 પાણીની ટાંકીમાંથી 118 પાણીની ટાંકી કાર્યરત છે. 73 ટાંકીઓ બંધ પડેલ છે. કાર્યરત 118 પાણીની તાકીમાંથી 26 અતિ ભય જનક છે, વડોદરામાં 29 પાણીની ટાંકીમાંથી 4 પાણીની ટાંકી ભયજનક છે. જયારે જામનગરમાં 6 પાણીની ટાંકી માંથી 3 પાણીની ટાંકી અને ભાવનગરમાં 8 પાણીની ટાંકીમાંથી 1 પાણીની ટાંકી ભયજનક છે.

રાજ્યમાં ભયજનક ઈમારતો,  જર્જરિત સ્ટ્રકચરો અંગે સમયસર સમારકામના અભાવે અને તંત્રની અનદેખીના પરિણામે ગંભીર અકસ્માતોમાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમાકે છે. “એક્સિડન્ટલ ડેથ, એન્ડ સુસાઇડ ઇન ઇન્ડિયા” 2016નો તાજેતરમાં જાહેર થયેલ અહેવાલનાં ચિંતાજનક આંકડાઓ રજુ કરતા કોંગ્રેસપક્ષનાં નેતા ડૉ.મનીષ દોશી (એન્જીનીયર) જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે બહાર પડેલ અહેવાલમાં 29 રાજ્યો અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશના આંકલનમાં રહેણાંક વિસ્તારના સ્ટ્રક્ચર તુટી પડવાનાં કુલ 104 બનાવોમાં 114 લોકોએ જીવ ગુમાવ્યા છે.

સમગ્ર દેશ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને ત્યારબાદ ગુજરાતનો ત્રીજો ક્રમાંક છે. જે ગુજરાત માટે ચેતવણીરૂપ છે ભયજનક ઈમારતો, જર્જરિત સ્ટ્રકચરો તૂટી પડવાના સમગ્ર દેશમાં 1115 ઘટનામાં 1132 લોકોએ જીવ ગુમાવ્યા છે.બ્રીજ, કોમર્શીયલ અને અન્ય સ્ટ્રકચરો તૂટી પડવાનાં કુલ 152 બનાવોમાં 168 લોકોએ જીવ ગુમાવ્યા છે. સમગ્ર દેશમાં આવી દુર્ઘટનામાં ગુજરાત ચોથા ક્રમાંકે છે જે ગુજરાત માટે ચિંતાજનક છે. સ્ટ્રક્ચરો તૂટી પડવાના સમગ્ર દેશમાં 1896 ઘટનામાં 1984 લોકોએ જીવ ગુમાવ્યા છે. બાંધકામની મંજુરીમાં ગેરરીતી અને ભ્રષ્ટાચાર અટકાવી ગુજરાતમાં વિવિધ સત્તામંડળો અને ભાજપ સરકાર બાંધકામનાં નીતિનિયમોનું પાલન કરાવે, બાંધકામની ગુણવતાની પુરતી ચકાસણી કરવામાં આવે, રાજ્યમાં જર્જરિત મકાનો ભયજનક  સ્ટ્રકચરો અંગે સમયસર સાવચેતીનાં પગલા ભરવામાં આવે જેથી કરીને કિમંતી માનવ જીવન બચાવી શકાય.

READ ALSO


Related posts

કોરોનાનો ભરડોઃ છેલ્લા 24 કલાકમાં 372 પોઝિટિવ કેસ નોંધાતા આંકડો 16 હજાર નજીક , 20 દર્દીના મોત

Ankita Trada

આ અંતરિયાળ વિસ્તારમાં ત્રણ દિવસમાં માત્ર એક જ કલાક મળે છે પાણી

Nilesh Jethva

ખેડૂતો માટે રાહતના સમાચાર : ટુંકી મુદતના પાક ધિરાણ ભરવાની સમય મર્યાદા આટલા મહિના વધારવામાં આવી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!