GSTV
Gujarat Government Advertisement

ભાજપે ઉભા રાખેલા ત્રણે ઉમેદવારો જીતી જશે, ધારાસભ્યોના રાજીનામા બાદ હવે આ છે ગણિત

ભાજપ

Last Updated on March 16, 2020 by Mayur

કોંગ્રેસના પાંચ ધારાસભ્યોના ટપોટપ રાજીનામાથી રાજયસભા ચૂંટણી યોજાય તે પહેલા જ એક બેઠક પર કોંગ્રેસની હાર નિશ્ચિત બની ચૂકી છે. કેમ કે પાંચ કોંગી ધારાસભ્યોના રાજીનામાથી વિધાનસભાનુ કુલ સંખ્યાબળ ૧૭પ થયુ છે. આ સંખ્યાબળને પાંચ વડે ભાગતા ૩પ થાય. એમાં એક ઉમેરતા ૩૬ થાય. એટલે કે રાજયસભાની બે બેઠક જીતવી હોય તો ઓછામાં ઓછા ૭ર મત જોઇએ.

મેવાણીનો ટેકો મળશે તો પણ પન્નો ટૂંકો પડશે

સામે કોંગ્રેસના ૭૩ ધારાસભ્યોમાંથી પાંચના રાજીનામાંથી તેનું સંખ્યાબળ હવે ૬૮ થયું છે. અપક્ષ ઉમેદવાર મેવાણીનો ટેકો મળે તો પણ બે ઉમેદવારની જીત માટે જોઇતો ૭ર મતનો પનો ટૂંકો પડે છે. આમ હાલની રાજકીય સ્થિતીમાં કોંગ્રેસના બે ઉમેદવાર શક્તિસિંહ અને ભરતસિંહમાંથી એક ઉમેદવારની હાર નિશ્ચિત બની છે.

ત્રણની જીત નિશ્ચિત

આ તરફ ભાજપના 3 ઉમેદવારમાંથી બેની જીત નિશ્ચિત છે. પણ ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીન પણ સેકન્ડ પ્રેફરન્સથી જીત હવે નક્કી મનાય છે. કેમ કે ભાજપ પાસે ૧૦૩ ધારાસભ્યોનુ સંખ્યાબળ છે. આ ઉપરાંત બીટીપીના બે સભ્યોનો ટેકો તો એનસીપીના કાંધલ જાડેજાનો પણ મત મળવો નક્કી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Dhruv Brahmbhatt

પેટ્રોલના સતત ભાવ વધારા બાદ હવે મળી શકે છે રાહત, સરકારે ઓઇલ કંપનીઓ સાથે ગોઠવી બેઠક

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!