GSTV
Home » News » ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી બનશે રસપ્રદ, ચાલો જાણીએ ચૂંટણીનું અટપટું ગણિત

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી બનશે રસપ્રદ, ચાલો જાણીએ ચૂંટણીનું અટપટું ગણિત

ગુજરાતમાં હવે રાજ્યસભાની બે બેઠકો માટેની ચૂંટણી રસપ્રદ બને તો નવાઈ નહી. કારણ કે બન્ને બેઠકો જીતવા માટે ભાજપને 15 થી 17 સભ્યોની જરૂર છે જ્યારે કોંગ્રેસમાં બળવાખોરોની સંખ્યા વધી રહી છે. પરંતુ એક બેઠક જીતવા માટે જરૂરી સભ્યોની સંખ્યા કોંગ્રેસ પાસે છે.

અમિત શાહ અને સ્મૃતિ ઈરાની લોકસભાની ચૂંટણી જીત્યા હોવાથી તેમની ખાલી પડતી રાજ્યસભાની બે બેઠકો પર ટૂંક સમયમાં ચૂંટણી આવશે. જોકે ભાજપે લોકસભાની 26 બેઠકો જીતી હોવા છતાં પણ ભાજપ બન્ને બેઠકો જીતાડી શકે તેવી સ્થિતિમાં નથી. ભાજપને આ બન્ને બેઠકો જીતવી હોય તો કોંગ્રેસના મોટી સંખ્યામાં ધારાસભ્યો પાસે ક્રોસ વોટિંગ કરાવવુ પડે અથવા રાજીનામા અપાવવા પડે.

જો આમ થશે તો વર્ષ 2017 અમિત શાહ અને અહેમદ પટેલ જીત્યા તે ચૂંટણી વખતે સર્જાયેલી સ્થિતિનું પુનરાવર્તન થશે. રાજ્યસભા ચૂંટણીનું ગણિત અટપટુ છે. હાલની સ્થિતિએ ભાજપમાં 103, કોંગ્રેસના 71, 2 અપક્ષ, 2 બીટીપી, અને એક એનસીપીના ધારાસભ્ય છે. આ તમામનો સરવાળો 179 થાય. અને  ત્રણ બેઠકો ખાલી છે.

ગુજરાત ભાજપની ટીકિટ પરથી ચાર ધારાસભ્યો લોકસભાની ચૂંટણી લડતા તેમની સીટ પણ ખાલી થશે. રાજ્ય સભાની નિયત ફોર્મ્યુલા મુજબ જેટલી સીટની ચૂંટણી હોય તેમાં એક ઉમેરીને તે સંખ્યાને કુલ હાજર સભ્ય સંખ્યા સાથે ભાગવાની હોય છે. તેના વડે જે પૂર્ણાંક આવે તેમાં એક ઉમેરતા જે સંખ્યા આવે તેટલા મતો એક ઉમેદવારને જીતવા માટે જોઈએ.

આ ગણતરીએ વર્તમાન વિધાનસભાની સંખ્યાના આધારે રાજ્યસભામાં એક ઉમેદવારને જીતવા માટે 60 મતોની જરૂર પડશે. બે ઉમેદાવારને જીતાડવા માટે 120 મતોની જરૂર પડશે.જો ભાજપે રાજ્ય સભાની બન્ને બેઠકો જીતવી હોય તો 120 ધારાસભ્યો કરવા પડે અથવા તો ધારાસભ્યોની સંખ્યા ઘટાડવી પડે.

કોંગ્રેસ પાસે 1 ઉમેદવાર જીતી શકે તેટલા 60થી વધુ ધારાસભ્યો છે. અલ્પેશ અને તેના સાથીદારો ક્રોસ વોટિંગ કરે તો પણ ભાજપને ખાસ ફાયદો થાય તેમ નથી. પરંતુ જો અલ્પેશના કહેવા પ્રમાણે 15થી વધુ ધારાસભ્યો કોંગ્રેસથી નારાજ છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ માટે રાજ્યસભાની એક સીટ જાળવી રાખવી અઘરી બની શકે તેમ છે. એટલે કે આ વખતે ફરી રાજ્યસભાની ચૂંટણી પહેલા પક્ષપલટાની મોસમ શરૂ થશે.

ગુજરાત વિધાનસભા

  • ભાજપ -૧૦૩
  • કાંગ્રેસ – ૭૧
  • અપક્ષ – ૨
  • બીટીપી -૨
  • એનસીપી – ૧
  • ખાલી બેઠક -૩
  • કુલ ૧૮૨

રાજ્યસભાનું ગણિત

  • જેટલી સીટની ચૂંટણી હોય તેમા એક ઉમેરીને હાજર સભ્ય સંખ્યા સાથે ભાગવાની
  • જે પૂર્ણાક આવે તેમાં એક ઉમેરતા મળતી સંખ્યા જેટલા મતો એક ઉમેદવારને જીતવા માટે
  • એક ઉમેદવારને જીતવા ૬૦ મતોની જરૂર પડે
  • બે ઉમેદવારોને જીતવા ૧૨૦ મતોની જરૂર પડે

READ ALSO

Related posts

પુલવામા-ઉરી હુમલાનો માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદ પાકિસ્તાનમાં ઝડપાયો

Bansari

સંસદમાં શિવસેનાના નેતાએ જ્ઞાન પીરસ્યું, ‘ઈંડા અને ચિકન વેજ છે’

Arohi

#SareeTwitter બાદ મુંબઈ પોલીસે બતાવ્યો ખાખી સ્વેગ, દેશભરમાં ચાલી રહ્યો છે #KhakiTwitterનો ટ્રેડ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!