GSTV
Amreli Junagadh Sabarkantha Valsad ગુજરાત ટોપ સ્ટોરી

મેઘો મંડાયો/ ભારે વરસાદની આગાહી વચ્ચે આ જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ધોધમાર વરસાદથી ખેડૂતો ખુશખુશાલ

વરસાદ

ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાએ ધૂંઆધાર બેટિંગ શરૂ કરી છે. અમરેલી-બાબરા પંથકમા મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. બાબરા ગ્રામ્ય પંથકમાં શરૂ થયો ધોધમાર વરસાદ છે. બાબરાના વલારડી, ચમારડી, વાવડીમાં ધોધમાર વરસાદ શરૂ થતા ધરતીપુત્રો ખુશી જોવા મળી છે.જાફરાબાદના ટીંબી અને આજુબાજુના ગામોમાં વરસાદ શરૂ થતા વાતાવરણ ઠંડક પ્રસરી છે.

વરસાદ

જૂનાગઢમાં ત્રણ દિવસના વિરામ બાદ શહેરમાં વરસાદનું આગમન

જૂનાગઢમાં ત્રણ દિવસના વિરામ બાદ શહેરમાં વરસાદનું આગમન થયું છે. વહેલી સવારથી શહેરમાં અને જીલ્લામાં ઝરમર વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ગિરનાર પર્વત પર વરસાદથી સોનરખ નદીમાં પાણીની આવક થઈ છે. પૌરાણિક દામોદર કુંડમાં સ્નાન કરવા આવતાં ભાવિકોમાં આનંદની લાગણી જોવા મળી. દામોદર કુંડ પર ચેક ડેમમાં પડતાં ધોધમાં ન્હાવાનો લોકો આનંદ માણતાં નજરે પડ્યા. ગિરનારમાં વરસાદ વરસતાં દામોદર કુંડમાં વરસાદી પાણી વહેતાં થયાં છે. ચોમાસામાં ગિરનાર પર્વત પર વરસાદ થતાં ઝરણાં વહેતાં થતાં રમણીય દ્રશ્યો સર્જાય છે.

સાબરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ

સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. હિંમતનગરના કરણપુર, કેસરપુરા, ગાંભોઈ, વાવડી, સુરજપુરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

વરસાદ

ઉમરગામમાં ભારે વરસાદી ઝાપટા

વલસાડના ઉમરગામમાં એક અઠવાડિયાના વિરામ બાદ આજે ફરી મેઘસવારી આવી પહોંચી અને શહેરા કેટલાક વિસ્તારમાં ભારે વરસાદી ઝાપટા પડયા હતા. જેથી રાહદારીઓએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. રસ્તા પર પાણી ફરી વળતા વાહનચાલકોએ પરેશાની વેઠવી પડી.

Read Also

Related posts

Gujarat Election / અમદાવાદના આ નેતાને લોકો કહી રહ્યા છે જુનિયર અમિત શાહ, જાણો શા માટે

Nakulsinh Gohil

સુરત / કેજરીવાલે કહ્યું રાજ્યમાં જો ‘આપ’ની સરકાર બની તો જૂની પેન્શન સ્કીમ લાગુ કરીશું

Akib Chhipa

સુરત / મહુવાના ભાજપ ઉમેદવાર મોહન ડોઢિયાના નામે ખોટો વિડીયો થયો વાયરલ, જિલ્લા પોલીસવડાને કરાઈ ફરિયાદ

Nakulsinh Gohil
GSTV