GSTV
Banaskantha dang Deesa Junagadh Patan Surat Valsad Videos ગુજરાત ટોપ સ્ટોરી

અષાઢે અનરાધાર/ ગુજરાતભરમાં સાર્વત્રિક વરસાદ : આ જિલ્લાઓમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા, અહીં તો 24 કલાકમાં 7 ઇંચ વરસાદથી જળબંબાકાર

વરસાદ

અષાઢી બીજના દિવસે છાંટા પણ વરસે તો પણ તેને ભાવિકો ખૂબ શૂકનવંતા માને છે ત્યારે આજે આ પવિત્ર દિવસે એક તરફ રથયાત્રા નીકળી હતી ત્યારે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં રાત્રિ સુધીમાં ૫૪થી વધુ તાલુકાઓમાં ઝાપટાંથી માંડીને ધોધમાર પાંચ ઈંચ સુધી અને ગોંડલ પંથકના હડમતાળામાં ૮ ઈંચ ધોધમાર વરસાદથી નદીઓમાં પૂર આવ્યા હતા.

બનાસકાંઠા મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી

બનાસકાંઠાના દિયોદર પંથક મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. દિયોદરમાં 24 કલાકમાં સાત ઈંચ વરસાદ પડ્યો છે. વરસાદના કારણે નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. દિયોદર-જેતડા હાઇવે ઉપર ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાઈ થતાં વાહન વ્યવહારને અસર થઈ. તો વળી સારા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો હતો. બનાસકાંઠાના વાવ, સુઈગામ, અને ભાભરમાં ધોધમાર વરસાદ પડ્યો. વરસાદના કારણે કેટલાક વિસ્તારમાં પાણી ભરાયા.

તો વળી સરહદી વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં પણ મેઘમહેર જોવા મળી. જિલ્લાના અમીરગઢ, કાંકરેજ, ડીસા, થરાદ, દાંતા અને દિયોદરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જિલ્લાના દરેક તાલુકામાં એવરેજ એક ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. જિલ્લામાં વાવણી લાયક વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ધોધમાર વરસાદ પડ્યો. ભારે પવન સાથે પડેલા વરસાદના કારણે લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત મળી. તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા.

વલસાડમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. આજે પણ સવારથી મેઘ સવારી અવિરત રહી છે. સતત બે દિવસથી વરસાદી માહોલના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો ઉમરગામ તાલુકાને અડીને આવેલા મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં પણ મેઘ મહેર જોવા મળી છે.

ડાંગમાં ચોમાસુ જામ્યુ

ડાંગ જિલ્લામાં પણ ચોમાસુ જામ્યું છે. ડાંગના આહવા, વઘઈ, સુબિર અને સાપુતારામાં વરસાદ પડ્યો. ઝરમર વરસાદને કારણે સમગ્ર ડાંગ જિલ્લામાં આહલાદક વાતાવરણ જોવા મળ્યું. ગિરિમથક સાપુતારામાં પણ ગાઢ ધુમ્મસના કારણે વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો હતો.

સુરતમાં પણ મેઘરાજા મહેરબાન

સુરતમાં પણ મેઘરાજા મહેરબાન બન્યા છે. શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે શહેરમાં આવેલા ગરનાળામાં પાણી ભરાયા. જેથી વાહન વ્યવહારને અસર થઈ હતી. ગરનાળામાં પાણી પાણી ભરાતા અનેક વાહનો બંધ થયા. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક છૂટો છવાયો વરસાદ પડ્યો છે.

પાટણમાં મેઘરાજાની એન્ટ્રી

પાટણ જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે. જિલ્લામાં વીજળીના ચમકારા સાથે સાર્વત્રિક વરસાદ પડ્યો છે. જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

અંબાજીમાં ધોરમાર વરસાદ

યાત્રાધામ અંબાજીમાં રાત્રી દરમ્યાન ધોરમાર વરસાદ પડ્યો. ભારે વરસાદના કારણે અંબાજીના રસ્તાઓ નદી બન્યા હતા. ધોરમાર વરસાદના કારણે ખોડુતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

ડીસામાં ભારે વરસાદ

ડીસામાં 5 ઇંચ વરસાદના કારણે વ્હોળા વિસ્તારમાં બે મકાન ધરાશાયી થયા. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ડીસામાં ભારે વરસાદના કારણે પાણી પણ ભરાયા. જેથી લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો. ડીસામાં 5 ઇંચ વરસાદના કારણે શહેરના નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. શહેરના આખોલ ચાર રસ્તા પાસે 50 દુકાનો પાણીમાં ગરકાવ થઈ. દુકાનોમાં 4થી 5 ફૂટ પાણી ઘૂસી જતા દુકાનદારોની મુશ્કેલીમાં વધારો થયો હતો.

જુનાગઢ જિલ્લામાં મેઘરાજાની પધરામણી

જુનાગઢ જિલ્લામાં મેઘરાજાએ પધરામણી કરી છે. જિલ્લાના માળીયા હાટીના તેમજ માંગરોળ પંથકમાં મોડી રાતે વરસાદ પડ્યો. આ ઉપરાંત ચોરવાડ, ઝુજારપર, વિષણવેલ, સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો. વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. તો વળી લોકોને ગરમીમાંથી રાહત પણ મળી છે.

જુનાગઢના માળીયા હાટીનાની આજુબાજુ આવેલા ગીરના અનેક વિસ્તારોમાં મોડી રાતથી વરસાદ ખાબક્યો હતો. લાડુડી, ધરમપુર, ધ્રાબાવડ, જંગર, લાછડી, ચુલડી, બાબરા અને વિરડી સહીત ગીર પંથકમાં વરસાદે જંગલ વિસ્તારને લીલુછમ્મ બનાવી દીધુ હતું. લાછડી નાની સિંચાઈ યોજનામાં નવા નીર આવક શરૂ થઈ છે. ગીર ઉપર વાસમાં વરસાદ થતાં નવા નીરની આવક થતાં ખેડુતમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

Read Also

Related posts

LIVE! સૌથી વધુ ડાંગમાં 7.76%, સૌથી ઓછું ભરૂચમાં 3.44% મતદાન

pratikshah

GUJARAT ELECTION / ‘મતદાન એવું કરજો કે, આંદોલન કરવા ગાંધીનગર જવું જ ન પડે’, સરકારી કર્મચારીઓએ ખોલ્યું હુકમનું પાનું

Kaushal Pancholi

દોઢ માસથી ૪૦૦૦થી વધુ સભા-રેલીઓમાં એકંદરે નિરસ ચૂંટણી પ્રચાર, સૌરાષ્ટ્રની ૪૮ બેઠકોના ૪૫૨ ઉમેદવારોનું ભાવિ ૧.૨૭ કરોડ મતદારોના હાથમાં

HARSHAD PATEL
GSTV