GSTV

ગુજરાતભરમાં મેઘમહેર : છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૩ તાલુકામાં વરસાદ, અહીં મેઘો સૌથી વધુ મહેરબાન

Last Updated on July 2, 2019 by Bansari

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 23 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમા સૌથી વધારે વલસાડના ઉમરગામમાં ચાર ઈંચ, વાપીમાં ત્રણ ઈંચ અને કપરાડામાં બે ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે  ધરમપુરમાં એક ઈંચ જેટલો વરસાદ નોંધવામાં આવ્યો. જ્યારે અમરેલીના સાવરકુંડલામાં પણ પોણા બે ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

  • છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૩ તાલુકામાં વરસાદ
  • વલસાડના ઉમરગામમાં ૪ ઈંચથી વધુ વરસાદ
  • વાપીમાં ત્રણ ઈંચ, કપરાડામાં બે ઈંચ વરસાદ
  • ધરમપુરમાં એક ઈંચ જેટલો વરસાદ
  • અમરેલીના સાવરકુંડલામાં પોણા બે ઈંચ વરસાદ

મુંબઈમાં પડી રહેલા ભારે વરસાદના કારણે મુંબઈ-અમદાવાદ વચ્ચેને રેલવે વ્યવહાર ખોરવાયો છે. નાલાસોપારા સ્ટેશન પર પાણી ભરાતા અનેક ટ્રેનને રદ્દ અને કેટલીક ટ્રેનના રૂટ બદલવામાં આવ્યા. લાંબા રૂટની ટ્રેનને અલગ-અલગ સ્ટેશન પર સ્ટોપેઝ આપી દેવામાં આવ્યા. મુંબઈ જતી વલસાડ એક્ષપ્રેસ, ફ્લાઈંગ રાની ઇન્ટરસિટી ટ્રેન રદ્દ કરવામાં આવી. આ ઉપરાંત શટલ મેમુ ટ્રેનોના રૂટ પણ ટુંકાવાયા છે. ત્યારે સામજિક સંસ્થાઓને લાંબા રૂટની ટ્રેનોના મુસાફરોને મદદ કરવા અપીલ રેલવે વિભાગ દ્વારા કરવામાં આવી છે.

  • વરસાદના કારણે મુંબઈ-અમદાવાદ વચ્ચે રેલ વ્યવ્હાર ખોરવાયો
  • નાલાસોપારા સ્ટેશન પર ભરાયા વરસાદના પાણી
  • લાંબા રૂટની ટ્રેનોને અલગ-અલગ સ્ટેશન પર રોકવામાં આવી
  • મુંબઈથી આવતી અનેક ટ્રેન રદ્દ
  • મુંબઈ જતી વલસાડ એક્સપ્રેસ રદ્દ કરવામાં આવી

Read Also

Related posts

કડકાઇ/ કોરોનાના વધતા સકંજા વચ્ચે 27 શહેરોમાં નાઇટ કર્ફ્યૂ, ધંધા-રોજગાર અને લગ્ન સમારંભોના આયોજન માટે નવી ગાઇડલાઇન જાહેર

Bansari

નવાજૂનીનાં એંધાણ/ …..તો ચોક્કસપણે હું રાજકારણમાં આવીશ, ખોડલધામનાં નરેશ પટેલનું સૌથી મોટું નિવેદન

Dhruv Brahmbhatt

કોરોના વિસ્ફોટ / અમદાવાદ શહેરમાં ઉમેરાયા વધુ 42 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન, કુલ 165 વિસ્તારોમાં પ્રતિબંધ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!