GSTV
Ahmedabad Amreli Banaskantha Diu Junagadh Navsari Rajkot Surat Valsad ગુજરાત ટોપ સ્ટોરી

ચોમાસુ જામ્યુ/ ગુજરાત માટે આગામી 4 દિવસ છે ભારે : કચ્છ અને સૌરાષ્ટ્રમાં પડશે ધોધમાર વરસાદ, જાણો અમદાવાદ માટે શું છે આગાહી

વરસાદ

ગુજરાતમાં ચાર દિવસ સારો વરસાદ રેહશે. કેટલાક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઇ છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં આજે અને આવતીકાલે સારા વરસાદની આગાહી છે. તો 8 અને 9 ઓગસ્ટે વરસાદનું જોર વધશે. આ બે દિવસ ભારેથી અતિભારે વરસાદનો વર્તારો છે. વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં 9 ઓગસ્ટે અતિ ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ સમાન્ય વરસાદ રહેશે.

રાજ્યના વિવિધ જિલ્લામાં મેઘમહેર

બનાસકાંઠામાં મોડી રાતે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર જિલ્લામાં ગત 24 કલાકમાં કાંકરેજ, દાંતા, ભાબર, લાખણી અને વડગામમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો.જ્યારે દિયોદરમાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠામાં મોડી રાત્રે વરસાદી માહોલ જામ્યો હતો.

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ વરસાદની માહિતી

કાંકરેજ 15 મિમી, ડીસા 28 મિમી, દાંતા 18 મિમી, દાંતીવાડા 36 મિમી, દિયોદર 50 મિમી, ભાભર 20 મિમી, લાખણી 18 મિમી, વડગામ 24 મિમી વરસાદ નોંધાયો.

ગોંડલમાં વહેલી સવાર થીજ વરસાદ શરૂ.

રાજકોટના ગોંડલમાં પણ મેઘમહેર થઈ છે. ગોંડલમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો છે. જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે.

ડાંગમાં વરસાદ

ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો છે. અને તેનાથી ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન આહવામાં વાતાવરણ વધુ આહલાદક બન્યુ છે. છેલ્લા 24 કલાકમાં ડાંગના આહવામાં સવા ઈંચ, વઘઈમાં એક ઈંચ, સાપુતારાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે સુબીરમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે. હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.

જામનગર

જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમ્યાન નોંધાયેલ વરસાદ

આહવા : 1.25 ઇંચ
વઘઈ : 1 ઇંચ
સુબીર : 2.5 ઇંચ
સાપુતારા : 2.10 ઇંચ

રાજ્યના આ જિલ્લાઓમાં મેઘ મહેર

ગત રોજ ફરી એક વખત રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જેમાં સુરતમાં ફરી એક વખત મેઘમહેર થઈ છે. શહેરના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે .સુરત શહેરના અઠવાઈનસ, મજૂરા ગેટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.

ડાંગ જિલ્લાના સાપુતારામાં પડી રહેલ ધોધમાર વરસાદના કારણે રોડરસ્તા પાણીમાં ગરવાક થયા છે.ડાંગ જિલ્લામાં મોડી રાત્રે ભારે વરસાદ પડતા અંબિકા ખાપરી નદીનું જળસ્તર ભયજનક સપાટીએ વહી રહ્યુ છે.વરસાદના કારણે કોઝવે ગરકાવ થતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છોટા ઉદેપુરના ક્વાંટમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે.બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે.જેથી શહેરમાં અનેક સ્થળે પાણી ભરાયા છે.મામલતદાર કચેરી સહિત અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા છે.ગત રાતે છ કલાકમાં છ ઈંચ વરસાદ વરસ્યો હતો.

રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.તો લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘ મહેર થઈ છે.વહેલી સવારથી રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.રાતૈયા, કીરસરા, દેવગામ બાલસર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ધોરાજીના ગ્રામ્ય વિસ્તારમા ધોધમાર વરસાદ ખાબક્યો હતો.ધોરાજીના જમનાવડ,, પીપળીયા,, મોટીમારડ જેવા ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અમરેલી જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ સર્જાયો હતો.રાજુલામાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા.ડુંગર,ડોળીયા,કુંભારીયા,મોરંગીના આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. લાઠીમાં ધોધમાર વરસાદ પડતા રોડરસ્તા પર ગોઠણસમા પાણી ભરાયા હતા. તો આ તરફ હળવદ પંથકમાં પણ મેઘમહેર થઈ છે.હળવદમાં સવારથી ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે.વરસાદની પધરામણથી રસ્તા પર પાણી ફરી વળ્યા.લોકોને ગરમીથી રાહત મળી.’

READ ALSO

Related posts

વિવાદ/ પઠાણ ફિલ્મના વિરોધમા ટ્વિટ કરનાર કચ્છના હિન્દુ સંતને મળી સર કલમ કરવાની ધમકી

Karan

ખેડૂતો પર વરસી કોંગ્રેસ / સરકાર રચાશે તો ખેડૂતોના ત્રણ લાખ સુધીના દેવા માફ કરાશે, વીજ મીટર થશે નાબૂદ

Karan

બિહારનું રાજકારણ/ પ્રધાનમંત્રી બનવા માટે દાઉદ સાથે હાથ મિલાવી શકે છે નીતિશ કુમાર, ભાજપના સાંસદે કર્યા આવા આકરા પ્રહાર

Karan
GSTV