GSTV
Ahmedabad Videos ગુજરાત ટોપ સ્ટોરી

જયંતી ભાનુશાળીની હત્યા કેસમાં ગુજરાત રેલવે SITને મળી મહત્વની સફળતા

ભાજપના પૂર્વ ધારાસભ્ય જંયતી ભાનુશાળીની હત્યા મામલે ગુજરાત રેલવે એસઆઈટીને મહત્વની સફળતા મળી છે. પોલીસે ઉત્તર પ્રદેશના અલ્હાબાદથી મુખ્ય આરોપી મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉની ધરપકરડ કરી છે. બન્ને આરોપી જયંતી ભાનુશાળીની હત્યાના મુખ્ય આરોપી છે. અને તેઓ છેલ્લા ઘણાં સમયથી ફરાર હતા. ગત દિવસે મચાવનારા જયંતિભાઈ ભાનુશાલી હત્યા છબીલ પટેલ અને મનિષા ગોસ્વામીએ કરાવી હોવાનું પોલીસે તપાસમાં ધડાકો કર્યો હતો. જેથી છબીલ પટેલને ભાજપમાંથી પક્ષમાંથી સસ્પેન્ડ કરનામાં આવ્યા હતા. આ કેસમાં મનીષ ગોસ્વામી તથા છબીલ પટેલસ, સિદ્ધાર્થ પટેલ, જયંતિ ઠક્કર સામે ફરિયાદ કરવામાં આવી હતી.

આ વ્યક્તિને સૌ પહેલા થઈ હતી હત્યાની જાણ

જયંતિ ભાનુશાળીની હત્યાની જાણ કરનાર પવન મૌર્યની પોલીસે પૂછપરછ શરૂ કરી હતી. પવન મૌર્ય જયંતિ ભાનુશાળી સાથે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો. ભાનુશાળી સયાજીનગરીના એચ-વન કોચમાં જી વન કેબિનમાં સવાર હતા. તેમની સાથે પવન મોર્ય નામનો અન્ય એક મુસાફર પણ હતો. પવન ગાંધીધામથી અમદાવાદ જઈ રહ્યો હતો. પવન સુતી વખતે દવા લઈને સુતો હતો. પવન મૌર્ય વોશરૂમ ગયા હતા તે વખતે પરત ફરતા તેણે લાશ જોઇ હતી. આથી તેણે ટીટીને જાણ કરી હતી.

કોચને ટ્રેનથી કરવામાં આવી હતી અલગ

જે કોચમાં હત્યા થઇ હતી તે કોચને સવારે આઠ વાગ્યાના અરસામાં અમદાવાદ લવાયો હતો. જ્યા આ કોચને ટ્રેનમાં અલગ કરીને યાર્ડમાં લઇ જવાયો હતો. જ્યા કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઇ હતી. જયંતી ભાનુશાળી એચ વન કોચની જી કેબિનમાં બેઠા હતા. મોડી રાતે બે વાગ્યાના અરસામાં આ હત્યાની જાણ થઇ હતી. બાદમાં માલિયા મિયાણા સ્ટેશન પર ટ્રેનને રોકવામાં આવી હતી. અહી જયંતી ભાનુશાળીના મૃતદેહને બહાર કઢાયા બાદ ટ્રેનને આગળ રવાના કરાઇ હતી. એ બાદ આ કોચમાં ડોગ સ્કવોડ સાથે તપાસ કરાઇ હતી. બાદમાં કોચને સીલ મરાયો હતો.

ચાલતી ટ્રેનમાં કરવામાં આવી હતી હત્યા

ચાલતી ટ્રેનમાં ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને કચ્છના પૂર્વ વિધાયક જયંતી ભાનુશાળીની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. અબડાસાથી ભાનુશાળી ધારાસભ્ય રહી ચૂક્યા હતા. સયાજી નજીકી ટ્રેનમાં ભૂજથી અમદાવાદ તેઓ જઈ રહ્યા હતા ત્યારે માલિયા નજીક કેટલાક શખ્સોએ એસી કોચમાં ઘુસીને ભાનુશાળી પર ફાયરીંગ કર્યું હતું. જેના કારણે તેમની મોત થઈ ગઈ હતી. તેમને એક ગોળી છાતીમાં અને એક ગોળી આંખમાં વાગી હતી. કટારિયા-સૂરજબારી સ્ટેશન વચ્ચે આ ઘટના બની હતી. તેઓ ટ્રેન નંબર 19116માં સવાર હતા.

READ ALSO

Related posts

ભાવનગર / ચોરીના કેસમાં બે સોની વેપારી સહીત 8 આરોપીઓને 10 વર્ષની કેદની સજા

Hemal Vegda

અમદાવાદ / AMCએ વડાપાઉંના સ્ટોલને 44 હજારનો દંડફટકારી કરી દીધું સીલ, જાણો શું છે સમગ્ર મામલો

Hemal Vegda

બેટ દ્વારકા /  મેગા ડિમોલેશનમાં ડ્રગ ડીલર રમજાનનું મકાન કરાયું જમીનદોસ્ત

Hemal Vegda
GSTV