પીએસઆઈની પુત્રવધુએ કરી આત્મ હત્યા, પોલીસ તપાસ શરૂ

શહેર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પીએસઆઈ ક્વાર્ટરમાં બ્લોક નંબર ૨ અને રૂમ નંબર ૧૧માં રહેતા અને હાલ હિંમતનગર પોલીસમાં ફરજ બજાવતા આર્મ્ડ પીએસઆઈ રતાભાઈ ભીલનાં પુત્રવધુ તૃપ્તીબેન (ઉ.વ. ૨૩)એ ગઈકાલે ગળાફાંસો ખાઈ લીધાનો બનાવ પ્ર.નગર પોલીસમાં જાહેર થયો છે.

પ્ર.નગર પોલીસની તપાસમાં બહાર પ્રમાણે, થરાદના માલાસણ ગામના તૃપ્તીબેનના લગ્ન પાંચ વર્ષ પહેલા નરશીભાઈ ભીલ સાથે થયા હતા. સંતાન પ્રાપ્તી થઈ ન હતી. હાલ પતિ, સાસુ અને દિયર સાથે રહેતા હતા.

ગઈ તા. ૨૫મીએ રાત્રે પિરીયડમાં હતા અને જમ્યા ન હતા. પતિએ જમી લેવાનું કહ્યું હતું. જેને કારણે મનદુઃખ થતાં રિસાઈને સૂઈ ગયા હતા. બાદમાં રાત્રે પંખાના હુક સાથે પ્લાસ્ટિકની દોરી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. ગઈકાલે સવારે જાણ થતા પરિવારજનો આઘાતથી સ્તબ્ધ બની ગયા હતા અને પોલીસને જાણ કરી હતી.

પ્ર.નગર પોલીસે સ્થળ પર જઈ જરૂરી કાર્યવાહી કરી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવેલું કારણ જણાવ્યું છે કે બીજું કોઈ કારણ તે અંગે પોલીસે તપાસ જારી રાખી છે. તૃપ્તીબેનના સસરા રતાભાઈ ભીલ અગાઉ માઉન્ટેડ પોલીસમાં ઘોડેશ્વારી વિભાગમાં ફરજ બજાવતા હતા.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter