GSTV

નશાખોરી ડામવા ગૃહ વિભાગની મોટી જાહેરાત, બાતમી આપનારને મળશે દમદાર ઇનામ: સંઘવી

Last Updated on October 13, 2021 by Pritesh Mehta

ગાંધીનગર ખાતે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ ભરીને રાજ્યમાં વધતી નશાખોરીને ડામવાની વાત કરી. જેમાં તેઓએ નશાયુક્ત પદાર્થો અંગે બાતમી આપનાર માટે ઇનામી યોજના બનાવાની વાત કરી.

નશાખોરી

હર્ષ સંઘવીએ પોલીસકર્મી સહિત અધિકારીને બાતમી આપનાર માટે કેફી દ્રવ્યોને ધ્યાને રાખીને રિવોર્ડ પોલીસી શરૂ કરવાની વાત કરી. જેમાં 20 ટકા સુધીના રિવોર્ડ આપવાની વાત કરાઇ છે. જો કે એન. ડી. પી. એસ. અધિનિયમ-1985ની જોગવાઈઓ હેઠળ જપ્ત કરેલા પદાર્થોની હાલની ગેરકાયદેસર કિંમતના 20 % સુધીના રીવોર્ડને પાત્ર રહેશે.

સરકારી કર્મચારીઓ તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન રૂ. 20 લાખથી વધુ નહીં એટલી કુલ રકમનો રીવોર્ડની મંજૂરી/ ચુકવણી માટે પાત્ર રહેશે, એકજ કેસમાં રીવોર્ડની બાબતમાં વ્યક્તિગત કર્મચારીઓ/ અધિકારીઓને કુલ રૂ. 2 લાખથી વધુ રકમનો રીવોર્ડ મંજૂર કરી શકાશે નહીં. આ સાથે હર્ષ સંઘવીએ તાજેતરમાં નશાકારક દ્રવ્યો પકડવામાં આવ્યા હોવાની માહિતી પણ આપી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

જનતાને સારા રસ્તા ના આપી શકો તો ટેક્સના પૈસા પરત કરો, આ તારીખ સુધીમાં આ તમામ કામગીરી પૂર્ણ કરવા હાઇકોર્ટનો આદેશ

Dhruv Brahmbhatt

નો માસ્ક-નો ડિસ્ટન્સ, વેક્સિનના 100 કરોડ ડોઝના ઉજવણી કાર્યક્રમમાં કાર્યકરોએ જ કર્યો નિયમોનો ઉલાળિયો

Dhruv Brahmbhatt

અમદાવાદનાં આંગણે રચાશે સુવર્ણ ઈતિહાસ/ એક સાથે 74 મુમુક્ષુરત્નોની નીકળશે શાહી વર્ષીદાન યાત્રા, જૈન સમાજમાં ઉત્સવનો માહોલ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!