GSTV
Home » News » મોદીએ ગુજરાતના આ મંદીરમાં કરી પૂજા-અર્ચના, શિશ ઝૂકાવીને આપી દક્ષિણા

મોદીએ ગુજરાતના આ મંદીરમાં કરી પૂજા-અર્ચના, શિશ ઝૂકાવીને આપી દક્ષિણા

સમગ્ર ગુજરાત જે ક્ષણની સેંકડો વર્ષોથી રાહ જોતું હતું.તે જીવાદોરી સમાન નર્મદા ડેમ તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે અને ડેમના નવા નીરના આજે પીએમ મોદીએ વધામણા કર્યા છે..વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મ દિવસ છે અને તેમણે નર્મદા ડેમમાં આવેલા નવા નીરના વધામણા કર્યા છે.

સાઈટ પાસે બનાવવામાં આવેલા કંટ્રોલ રૂમની પણ મુલાકાત લીધી

પીએમ મોદી  બ્રાહ્ણમણો દ્વારા ઉચ્ચારવામાં આવતા વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે મા નર્મદા મૈયાનું પૂજન અર્ચન કર્યુ હતુ. નર્મદા મયૈને ચૂંદડી અને શ્રીફળ અર્પણ કર્યા હતા.. આ પ્રસંગે પીએમ મોદી સાથે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા,.જે બાદ તેઓએ ડેમ સાઈટ પાસે બનાવવામાં આવેલા કંટ્રોલ રૂમની પણ મુલાકાત લીધી અને ત્યાં ડેમમાં પાણીની આવક જાવક સહિતની માહિતી મેળવી હતી.

ગુરુ દત્તાત્રેયની પૂજા –આરતી  કરીને દર્શન કર્યા

આજે નર્મદાની મુલાકાતે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  ગુરુડેશ્વરની પણ મુલાકાત લીધી હતી. જ્યાં પીએમ મોદીએ ઓવરફ્લો થતા વિયર ડેમને નિહાળ્યો હતો અને ત્યાંથી તેઓ દત્ત  મંદિરની મુલાકાતે ગયા હતા.

પીએમ મોદીએ દત્ત મંદિર ખાતે આવેલી વાસુદેવાનંદજી મહારાજની સમાધિસ્થળે શિશ ઝુકાવ્યુ હતુ અને ગુરુ દત્તાત્રેયની પૂજા –આરતી  કરીને દર્શન કર્યા હતા. મંદિરની પ્રદક્ષિણા પણ કરી હતી. નરેન્દ્ર મોદીએ દત્તાત્રેય મંદિરના ટ્રસ્ટીઓને આગેવાનો સાથે પણ ચર્ચા કરી. દત્તાત્રેય મંદિર પર પીએમ નરેન્દ્ર મોદીએ દાનપેટીમાં દક્ષિણા પણ અર્પણ કરી હતી.

Related posts

બેહોશ કરી પહેલાં દાદી અને પછી પૌત્રી સાથે માણ્યું સેક્સ, વીડિયો ઉતારી કરવા લાગ્યો બ્લેકમેઇલ

Karan

દોઢ કરોડ આપીને પણ વૃદ્ધે મુંબઈનો ફ્લેટ વેચવા કાઢ્યો, સ્પેનિશ મહિલાએ એવી કળા કરી કે…

Karan

રામ મંદિર નિર્માણ પહેલા જ અયોધ્યાના સંત સમાજમાં ફાટફૂટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!