GSTV

કોંગ્રેસ પાર્ટી માટે મોટા સમાચાર/ બે-ત્રણ દિવસમાં મળી જશે ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ, વિપક્ષ નેતાની પણ થઈ શકે છે જાહેરાત

Last Updated on November 27, 2021 by Pravin Makwana

છેલ્લા કેટલાય વખતથી નોંધારી રહેલી ગુજરાત કોંગ્રેસને હવે ટૂંક સમયમાં સુકાન મળી શકે છે. ટૂંક સમયમાં જ GPCCના પ્રમુખના નામની જાહેરાત થાય તેવી શક્યતા છે. આ નામની જાહેરાત ત્રણ-ચાર દિવસમાં થઈ જશે. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, નવા પ્રમુખ તરીકે જગદીશ ઠાકોર, શક્તિસિંહનું નામ, આ બેમાંથી કોઈ એકની પસંદગી થઈ શકે છે.

પ્રતિકાત્મક તસ્વીર

આપને જણાવી દઈએ કે, રાહુલ ગાંધી પાંચ દિવસથી બહાર પ્રવાસે હોવાથી આજે રાતે પરત ફરવાના હોય. જેથી આવતીકાલથી આ અંગે મનોમંથન થશે અને ગુજરાત કોંગ્રેસ કમિટિના સભ્યોની વિધિવત વરણી થઈ શકે છે.

પ્રતિકાત્મક તસ્વીર

અહીં ઉલ્લેખનીય છે કે, આ માટે થઈને કોંગ્રેસના નેતાઓને દિલ્હીમાં પણ બોલાવી શકે છે. જ્યાં ગુજરાત પ્રદેશ પ્રમુખની સાથે સાથે વિપક્ષના નેતાની પણ વરણી થાય તેવી શક્યતા છે. વિપક્ષનાં નેતા માટે ત્રણ આગેવાનનાં નામ ચર્ચામાં છે, જેમાં શૈલેષ પરમાર,આનંદ ચૌધરીનાં નામ મોખરે છે. વિકલ્પરૂપે પૂજાભાઇ વંશનું નામ પણ રેસમાં આવે છે. વાઇસ પ્રેસિડેન્ટનાં નામની પાછળથી જાહેરાત થશે.

READ ALSO

Related posts

વધુ એક મંદિર બંધ / કોરોના સંક્રમણ વધતા શક્તિપીઠ બહુચરાજી આ તારીખ સુધી બંધ, દર્શનાર્થીઓ નહીં કરી શકે દર્શન

GSTV Web Desk

પ્રાકૃતિક જિલ્લાની જાહેરાત દિવા તળે અંધારા જેવી, સમગ્ર ગુજરાતને જાણ પણ ડાંગના આદિવાસી ખેડૂતો છે અજાણ

GSTV Web Desk

આળસી તંત્ર / કોરોના સહાય માટે દરદર ભટકી રહ્યા છે અરજદારો, તંત્રની સામે પ્રજા લાચાર

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!