GSTV

ગુજરાત કોંગ્રેસમાં અંદરોઅંદર ડખાં, રાહુલ નહીં જાગે તો ગુજરાતની તક ગુમાવશે

Last Updated on November 7, 2018 by Karan

ગુજરાત કોંગ્રેસમાં અંદરોઅંદરના ડખાંને કારણે પ્રદેશ કોંગ્રેસના નવા માળખાની રચનામાં ફરી અવરોધ સર્જાયો છે. સારા નહીં પણ મારાને સમાવવાની રાજકીય જીદને લીધે પ્રદેશ કોંગ્રેસનું માળખુ જાહેર થવાના સમયે જ અટકી પડ્યુ છે.

સત્તાવિહોણી કોંગ્રેસના હોદ્દા લેવા ય જાણે હોડ જામી છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી દિલ્હી જઇને યાદી આપી આવ્યા છે.જોકે,યાદીમાં સમાવેશ નેતાઓનો બાયોડેટા ય હાઇકમાન્ડે માંગ્યો છે કેમ કે,આ વખતે ખુદ રાહુલ ગાંધીએ એવી સૂચના આપી છેકે,પાયાના કાર્યકરોને સંગઠનમાં સમાવો. પ્રદેશ કોંગ્રેસના નેતાઓના મામકાઓ જ સંગઠનમાં ગોઠવાઇ માત્ર હોદ્દાઓ ભોગવે છે એવી ઘણી ફરિયાદો હાઇકમાન્ડને મળી છે.

પ્રથમ નવરાત્રીના શુભ મુહુર્તમાં નવુ માળખુ જાહેર કરવા નક્કી કરાયુ હતું પણ મેળ પડયો નહીં. આ ઉપરાંત દિવાળીના બે દિવસ પહેલાં સંગઠન જાહેર કરી દેવા આયોજન ઘડાયુ હતું જેના કારણે કાર્યકરો,નેતાઓ હોદ્દો મેળવવા કાગડોળે રાહ જોઇ રહ્યા હતાં પણ કઇ થઇ શક્યુ નહી.હવે દિવાળી બાદ માળખુ જાહેર થાય તેમ છે. આમ,આંતરિક ખેંચતાણને કારણે નવુ માળખુ જાહેર થવામાં ફરી એકવાર વિલંબ થયો છે.

Related posts

Video / ભારતે પ્રથમવાર વિમાનવાહક જહાજ INS Vikrant તૈયાર કર્યું, કોચીના સમુદ્ર કાંઠે ચાર દિવસના પરીક્ષણનો પ્રારંભ : ચીન-પાકિસ્તાનને ભારે પડશે

Lalit Khambhayata

મધ્યપ્રદેશમાં અતિવૃષ્ટિ અને પૂરને લીધે પરિસ્થિતિ થઈ બેકાબૂ, આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી

pratik shah

ચિંતાજનક: લિંબાયતની સુમન શાળા નંબર પાંચનો વિદ્યાર્થીનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ, 46 વિદ્યાર્થીઓના રેપિડ ટેસ્ટ થયા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!