GSTV

ગુજરાત ભાજપમાં બધુ બરોબર નથી, મોદી અને શાહ ફ્રી પડતાં ઘણાને આવશે હાર્ટએટેક

ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનમાં હવે ગમે તે ઘડીએ ફેરફારની શક્યતા વર્તાઈ છે. આમ તો સંગઠનમાં ફેરબદલની પ્રક્રિયા ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરી દેવાની હતી. પરંતુ અલગ અલગ સંજોગોના કારણે આ કામગીરી પર બ્રેક વાગી જતી હતી. ગુજરાત ભાજપમાં ફેરફારને લઈને નિર્ણય મોદી-શાહને કરવાનો છે. હાલમાં હોમ સ્ટેટને કાર્યવાહક તરીકે ચલાવી રહ્યા છે. ત્યારે આ બાબત રાજ્યની સરકાર અને સંગઠનમાં મોટા ફેરફારના સંકેત આપી રહ્યા છે.

ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનમાં હવે ગમે તે ઘડીએ ફેરફારની શક્યતા

  • દિલ્હી ચુંટણી અને ટ્રમ્પ મુલાકાત થઇ ગઈ પૂર્ણ
  • હવે થશે સંગઠનમાં ફેરફાર?

ગુજરાતમાં કેવા ફેરફાર કરવા તે નિર્ણય માત્ર મોદી-શાહ જ નક્કી કરશે

ગુજરાત ભાજપમાં પ્રદેશમાં ફેરફારને લઈને ફરી એક વખત ચર્ચા ચાલુ થઇ ગઈ છે. એક તરફ સંગઠનમાં ફેરફારની ઘડીઓ ગણાતી હતી. પરંતુ પહેલા રાજ્યની ૬ બેઠક પર પેટા ચુંટણી બાદમાં દિલ્હીની ચુંટણી અને એ પછી હતી ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત. આમ અલગ અલગ કારણોસર સંગઠનની કામગીરી પર બ્રેક વાગી જતી. પરંતુ પરંતુ હવે આ તમામ કાર્યક્રમ પૂર્ણ થઇ જતા હવે પાર્ટીના નેતાઓ પણ ગેલમાં આવી ગયા છે. પરંતુ કે હવે સંગઠનમાં ફેરબદલ થઇ શકે છે. અલગ અલગ સ્થિતિઓ હાલમાં નિર્માણ પામેલી છે તેની પર નજર કરીએ તો,

શું રાજ્યમાં સરકાર અને સંગઠનમાં ફેરબદલ થશે?

હાલમાં પ્રદેશ સંગઠનમાં પદાધિકારીઓ કાર્યવાહ તરીકે કાર્યરત છે. આમ તો દેશના લગભગ રાજ્યમાં સંગઠનની સહરચના થઇ ગઈ છે. પરંતુ ગુજરતમાં જ બાકી છે. ગુજરાતમાં કેવા ફેરફાર કરવા તે નિર્ણય માત્ર મોદી-શાહ જ નક્કી કરવાના છે. ત્યારે પોતાના જ રાજ્યને કાર્યવાહ તરીકે ચલાવવામાં આવી રહ્યું છે જે એ સ્થિતિ તરફ ઈશારો કરે છે કે બધું બરાબર નથી અને રાજ્યમાં સરકાર અને સંગઠનમાં ફેરબદલ થઇ શકે છે. ભલે પછી એ સરકારમાં મંત્રી મંડળનું વિસ્તરણ કરી કોઇપણ મંત્રીને સંગઠનમાં લાવી દેવામાં આવે. કોઇપણ એક જ નેતાના હાથની જો વાત હોત તો અત્યાર સુધી સંગઠનમાં થનારા ફેરફારને જાહેર કરી દેવામાં આવ્યું હોત પણ અત્યારે સ્થિતિ એ નથી જેના કારણે જ સંગઠનની કામગીરી અટકેલી પડી છે.

બોર્ડનિગમમાં નિયુક્તિ બાકી

તો બીજી એક સ્થિતિ એ પણ હતી કે કોઈને કોઈ કારણોસર સંગઠનની કામગીરી અટકી જતી હતી. તો બીજી તરફ રાજ્યમાં ઘણા સમયથી કોંગ્રેસ માંથી ભાજપમાં ભરતીમેળો ચાલી રહ્યો હતો જેના કારણે મૂળ કાર્યકર્તાઓ નારાજ હતા અને જૂથવાદના પણ ચરમસીમાએ છે. જેના કારણે પણ બોર્ડનિગમમાં નિયુક્તિ બાકી હતી. બીજી તરફ રાજ્યસભામાં ગુજરાતની ૪ સીટ ખાલી થવાની છે. જેનું નોટીફીકેશન પણ આજે જાહેર થઇ ગયું છે. જેથી હવે તમામ મોરચે હાઈકમાંડ દ્વારા નિર્ણય કરવામાં આવે એવી અટકળો ચાલી રહી છે. સુત્રોની જો વાત માનીએ તો હાલમાં સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલનો ભરપુર અભાવ છે. તો સરકારમાં પણ કેટલાક મંત્રીઓ એક બીજાના ટાંટિયા ખેચવામાં લાગેલા છે. જેના કારણે સરકાર-સંગઠનની આબરૂના લીરેલીરા થઇ રહ્યા છે.

સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલનો ભરપુર અભાવ

સરકાર અને સંગઠનને નુકશાન થઇ રહ્યું છે

અલગ અલગ સમાજ પર સંગઠનની જે પકડ હોવી જોઈએ એ પકડ સંગઠન ગુમાવી ચુક્યું છે અને સરકારના નિર્ણયને લોકો સુધી પહોચાડવામાં પણ સંગઠન નિષ્ફળ રહ્યું છે જેના કારણે સરકાર અને સંગઠનને નુકશાન થઇ રહ્યું છે અને ભાજપની આબરુ ધૂળધાણી થઇ રહી છે. એટલા માટે જ હવે હાઈ કમાંડ આ તમામ નેતાઓનો ઈલાજ કરે એ વાત નક્કી છે. જો સરકારમાં ધડમૂળથી ફેરફાર કરે તો કેટલાક નેતાઓને રાજ્યસભામાં સાંસદ બનાવી દિલ્હી લઇ જઈ શકે છે. તો કેટલાક નેતાઓને રાજ્યપાલ પણ બનાવવામાં આવી શકે છે.

પાટીદારોને કેન્દ્રબિંદુમાં રાખીને નિર્ણય કરવો અનિવાર્ય

હવે ભાજપની મજબૂરી ગણો કે જાતિગત સમીકરણ પણ પાટીદારોને કેન્દ્રબિંદુમાં રાખીને નિર્ણય કરવો અનિવાર્ય છે અને એટલા માટે જ સંગઠનમાં ફેરફાર આવે તો તેમાં પાટીદારને જ પ્રમુખ બનાવી સકે છે અને સરકારમાં જો ફેરફાર આવે તો પાટીદારનું મહત્વ પણ વધે અને ઓબીસી નેતાનું પણ મહત્વ વધી જાય એવી સ્થિતિ નિર્માણ પામી શકે છે. એક વાત પણ છે કે એક મહિનામાં સંગઠનમાં જે બદલાવ કરવાના છે એ કરી દેવામાં આવે તો તેનો સીધો ફાયદો આગામી સમયમાં આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં થઇ શકે છે. આમ હાલમાં પ્રદેશ સંગઠન અને સરકારની સ્થિતિ છે અને આગામી માર્ચ મહિનામાં આ કામગીરી હાઈ કમાંડ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવશે એવો આશાવાદ સંગઠનના નેતાઓ જ વ્યક્ત કરી રહ્યા છે.

READ ALSO

Related posts

કોરોના પોઝિટીવની સંખ્યા 3100ને પાર : 86નાં મોત થયા, 130 કરોડ લોકો ઘરમાં છતાં કોરોના બની રહી છે મહામારી

Karan

ગુજરાતમાં કોરોનાથી પણ ખતરનાક છે આ રોગો : મોતના આંક કોરોનાને ડરાવી દેશે, ફક્ત સાવચેતી રાખો

Nilesh Jethva

કોરોના બિમારી છૂપાવી તો એક કરોડનો અને ઘરમાંથી બહાર નીકળ્યા તો 4 લાખનો છે આ દેશમાં દંડ, ભારતમાં સૌથી વધુ ઢીલ

Karan
Do NOT follow this link or you will be banned from the site!