GSTV

અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ પાટીલ દિલ્હી પ્રવાસે: થશે કંઈક નવા જૂની, અગામી અઠવાડીયે પ્રદેશ બીજેપીની કારોબારી બેઠક

મમતા

Last Updated on June 24, 2021 by pratik shah

પ્રદેશ બીજેપીની અત્યાર સુધીની સૌથી નાની પ્રદેશ કારોબારીની બેઠક મળનાર છે. અઢી કલાકની કારોબારી બેઠકમાં સીએમ ડેપ્યુટી સીએમ સહિતના પદાધિકારીઓ હાજર રહેશે અને અગામી ચુંટણીને લઈને મનોમંથન કરવામાં આવશે અગામી સોમવારે એટલે કે ૨૮ જુનના દિવસે પ્રદેશ બીજેપીની કરોબરોની બેઠક મળવા જઈ રહી છે …જેમાં પ્રદેશ અધ્યક્ષ પ્રદેશ બીજેપીના હોદ્દેદારો સીએમ ડેપ્યુટી સીએમ અને સરકારના મંત્રીઓ અને બીજેપીના જીલ્લાના હોદ્દેદારો પણ હાજર રહેશે અને નક્કી કરેલા એજન્ડા પર ચર્ચા કરવામાં આવશે. કેટલાક રાજકીય ઠરાવો પસાર કરવામાં આવશે અને અગામી વિધાનસભા ચુંટણી ને લઈને ચર્ચા આ બેઠકમાં કરવામાં આવશે.

સોમવારે બપોરે ૩.૩૦ થી સાંજે ૬ વાગ્યા સુધી આ બેઠક

અગામી સોમવારે બપોરે ૩.૩૦ થી સાંજે ૬ વાગ્યા સુધી આ બેઠક ચાલશે જે બાદ જીલ્લા અને તાલુકા સ્તરે કરોબરો બેઠકનું આયોજન કરવામાં આવશે આ બેઠકમાં જીલ્લા સ્તરના તમામ હોદ્દેદારોને વર્ચ્યુઅલ જોડવામાં આવશે અને કોરોના ગાઈડ લાઈનનું પાલન કરવામાં આવશે.

કારોબારી સભ્યોને આ બેઠકમાં હાજર રાખવામાં આવશે. સૌથી મહત્વની વાત એ છે કે અત્યાર સુધીના ગુજરાત બીજેપીના ઇતિહાસની સૌથી નાની કારોબારી બેઠક હશે કે જે માત્ર અઢી કલાકમાં પૂર્ણ થશે .સુત્રો કહી રહ્યા છે કે હાલની જે રાજકીય સ્થિતિ સર્જાઈ છે જેમાં પાટીદારો બીજેપીથી મોઢું ફેરવી લીધું છે ત્યારે આમ આદમી પાર્ટી મેદાને પડી છે એવામાં અગામી વિધાનસભા ચુંટણી ને લઈને મનોમંથન કરવામાં આવશે ગત વર્ષની કારોબારી બેઠક યોજવામાં સમય વીતી ગયો હતો ૩ વખત નક્કી કરેલા સમયમાં બદલાવ કરવામાં આવ્યો હતો ત્યારે આ વખતની કારોબારી બેઠક માત્ર અઢી કલાકમાં જ પૂર્ણ કરી લેવામાં આવશે.

અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ પાટીલ દિલ્હી પ્રવાસે

પ્રદેશ બીજેપી અધ્યક્ષ સી આર પાટીલ દિલ્હી પહોચ્યા છે પાટીલ હાઉસિંગ કમિટીમાં ચેરમેન પણ છે જેથી આજે તેમની મીટીંગ હોવાના કારણે તે દિલ્હી ગયા છે પરંતુ એ બેઠક પૂર્ણ થયા બાદ પાટીલ પીએમ મોદી સાથે મુલાકાત કરશે …અમિત શાહે ગુજરાતની બે દિવસની મુલાકાત લીધી અને સરકાર અને સંગઠનની કામગીરીની સીધી સમીક્ષા કરી છે ત્યારે હવે આ વિષયને લઈને પાટીલ પીએમ સાથે બેઠક કરી ચર્ચા કરી શકે છે.

Related posts

જમ્મુ કાશ્મીર સૈન્ય અને આતંકીઓ વચ્ચે સામસામે ભારે ગોળીબાર,ત્રણ આતંકીઓ ઠાર મરાયા

Damini Patel

ભારતીય સૈન્યની ચીની દળોને અંકુશમાં રાખવા પૂર્વ લદ્દાખ ક્ષેત્રમાં લગભગ 50,000 દળોને ગોઠવ્યા

Damini Patel

વાહ રે સરકાર: કોરોના વોરિયર્સ, કોરોના વોરિયર્સ કહીને મજાક ઉડાવી દીધી, 700 ડૉક્ટરોને સરકારે પગાર ન આપ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!